નાચ નચેયા કરતું ટીક-ટોક શા માટે ખતરનાક?

હળવાશથી લીધેલું ટિકટોક અમેરિકાના ડેટા ઉસેડતું તું !!!

એક સમયે ભારતમાં ટિકટોક નું ચલણ સૌથી વધુ જોવા મળતું હતું અને તે ખરા અર્થમાં લોકોને નાચ નચાવતું હતું પરંતુ યોગ્ય સમયે અને તેના ઉપર પ્રતિબંધ લાગુ કરતાં શિવ તાંડવ થતા બચ્યું છે. કારણકે મફત ની વસ્તુ લોકોને સૌથી વધુ આકર્ષિત લાગતી હતી પરંતુ તે કેટલું જોખમી છે તે અંગે લોકોને સહેજ પણ અંદાજો નહોતો. બાઈટ ડાન્સ કંપનીએ ખરા અર્થમાં લોકોને બચકા પણ ભર્યા છે અને જેના કારણે લોકોના ઘણાખરા ડેટા ચાઇના પાસે સંગ્રહીત થયેલા છે.

મારા સમયમાં આ પરિસ્થિતિ વિકટ ન બને તેને ધ્યાને લઇ ભારત સરકાર દ્વારા ટિકટોક એપ્લિકેશન ઉપર બેન કરી દેવામાં આવ્યો હતો. સૌથી મોટો ઘટસ્ફોટ એ વાતનો થયો છે કે અમેરિકા ના ડેટા ટિકટોક અન્યમાં ઘુસેડતું હતું. ત્યાં સુધી કોઈ ચોક્કસ વ્યવસ્થા ઊભી નહીં કરાય ત્યાં સુધી લોકોના ડેટા સહેજ પણ સુરક્ષિત રહેતા નથી જેની લોકોએ ગંભીરતાથી નોંધ લેવી ખૂબ જરૂરી છે હાલ અમેરિકામાં આ મુદ્દે અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે કારણ કે અમેરિકન લોકોના ડેટા સંપૂર્ણ ચાઇના હસ્તગત થયેલા છે જેની કોઈપણ સિક્યુરિટી નથી. આ વિકટ મુદ્દાને અમેરિકી સરકાર પણ ગંભીરતાથી લઇ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં આ એપ્લિકેશનને પણ અમેરિકામાં બેન્ક ફરમાવવામાં આવે તો નવાઈ નહીં.

અમેરિકન લોકોને દરેક ડેટા અમેરિકામાં નહીં પરંતુ ચાઇના માં હોવાથી તેનો ગેર ઉપયોગ પણ થઈ શકે છે ત્યારે હવે આ એપ્લિકેશન ઉપર કયા પ્રકારના નિયંત્રણો લાદવામાં આવશે તે સમયે જ જણાવશે.  એવી જ રીતે જો કંપની ઉપર નિયંત્રણ રાખવામાં ન આવ્યું તો બાઈક ડાન્સ અને ટિકટોક લોકોને નાચ નચાવસે. ડેટાની સહેજ પણ સુરક્ષા અથવા તો સલામતી રહેશે નહીં.