અમિતાભ બચ્ચનને ‚પેરી પડદે એન્ગ્રી યંગ મેનનું બિરુદ મળ્યું હતું. પરંતુ અંગત જીવનમાં તેઓ ગુસ્સા પર અંકુશ રાખી શકે છે. ગઈકાલે બન્યુ એવું કે બીગ-બી ઉર્ફે સદીના મહાનાયક અમિતાભ બચ્નનું ફેસબુક પેજ ઓપન થ થયું. સમયના પાબંદ અને ઘડિયાળના કાંટે કામ કરવા ટેવાયેલા બિગ-બીની કમાન છટકી. તેમણે તુરંત જ ટિવટ્ટર પર ફેસબુકની ફરિયાદ કરી દીધી. લખ્યું કે – ભઈ, હું અમિતાભ બચ્ચન જાગી ગયો છું હવે તમે પણ જાગો. તેમણે પોતાની એંગ્રી યંગ મેન ઈમેજવાળી ફિલ્મી તસવીર પણ ટિવટ્ટર પેજ પર મુકી. ઉલ્લેખનીય છે કે અમિતાભ અત્યારે યુરોપીય દેશ માલ્ટામાં ફિલ્મ ‘ ઠગ્સ ઓફ હિંદુસ્તાન’નુ શુટિંગ કરી રહ્યા છે. શુટિંગમાં બીઝી હોવા છતાં તેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. બાય ધ વે, અમિતાભ માલ્ટાથી સ્વદેશ પરત આવ્યા બાદ ટીવી શો કૌન બનેગા કરોડપતિ માટે સતત ૧૭ દિવસ શુટિંગ કરવાના છે. તેમની છેલ્લે રજુ થયેલી મુવી સરકાર-૩ એવરેજ રહી હતી
Trending
- ઓપરેશન રૂપાલા સામે ક્ષત્રિય આંદોલન પાર્ટ 2ની બ્લ્યુ પ્રિન્ટ આવી સામે
- નાગાલેન્ડ લોકસભામાં 20 વિધાનસભા મતવિસ્તારોમાં 100 ટકા મતદાન બહિષ્કાર
- ‘વટ’ પૂરો નહીં થતાં ક્ષત્રિયોનો ‘કેસરીયા’ કરવાનો લલકાર
- કાશ્મીરના અલગતાવાદીઓની “દલાલી” કરતી બ્રિટિશ પાર્લામેન્ટ
- જામનગર:બાંધકામના કોન્ટ્રાક્ટર વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ જતાં આપઘાતનો પ્રયાસ કર્યો
- લસણ અને ડુંગળી વગર આ રીતે બનાવો સાત્વિક ચટણી
- વીમો બચાવવા આ કારના મોડીફિકેશનથી રહો દુર…
- જામનગર:હાપા ધોરી માર્ગ પર ટ્રક અને ઓટોરિક્ષા વચ્ચે અકસ્માત,એકનું મોત