મોદી-શાહના વિશ્વાસુ નેતા ભૂપેન્દ્ર યાદવ કેમ ગુજરાતની મુલાકાતે આવ્યા ?

આગામી વર્ષ 2022માં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હીમાં બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠકનો બાદ ગુજરાત સહિતના અન્ય રાજ્યોની ચૂંટણીનો રોડમેપ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેને પગલે પ્રદેશ ભાજપના પ્રભારી ગુજરાતની મુલાકાતે આવ્યા છે.

આગામી સમયમાં ગુજરાત વિધાસભાની ચૂંટણીઓ યોજાનાર છે 2022ની ચૂંટણીને ધ્યાને રાખી 15જૂને પ્રભારી અને પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક મળનાર છે. વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતનો ગઢ જાળવી રાખવાને લઈને મહત્વની ચર્ચાઓ થઈ શકે છે.

ગુજરાતમાં કોરોનાના માહોલમાં સરકાર સામે લોકોનો રોષ જોવા મળ્યો હતો ખૂદ ભાજપના નેતાઓ નિયમોની ઐસિતૈસી કરતા જોવા મળ્યા જ્યારે સામાન્ય પ્રજાએ નિયમોના ભંડ બદલે દંડની મોટી રકમ ચુકવવી પડી હતી તેમજ રાજ્યમાં રાત્રિ કફ્યૂ, લોકડાઉન, અનલોક જેવી સ્થિતિએ પ્રજાપર ભાજપ પ્રત્યેની છબી ખરાબ કરી દીધી છે.કોરોના કાળમાં રાજ્યમાં પૂરતી સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો ક્યાંક વેન્ટિલેટર, દર્દીઓને પૂરતા બેડની સુવિધા ન હોવાને કારણે પણ હાલકીનો સામનો કરવો પડ્યો હતો, દર્દીઓને હોસ્પિટલોમાં 108ની સુવિધા માટે કલાકો અને દિવસો સુધી વેટિંગમાં રાહજોવાનો વારો આવ્યો જેને લઈને પ્રજામાં સરકારની નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કોરોનાની મહામારીમાં સરકારની બગડેલી ઈમેજને કેવી રીતે સુધારવી તે મુદ્દો હવે ચર્ચાનો વિષય બની ગયો છે. હાલ રાજ્યમાં કોરોના કેસની સંખ્યા ઝડપથી ઘટી રહી છે પરતું કોરોનામાં આરોગ્યની સેવા એટલી હદે કથળી ગઇ હતી કે, લોકોએ ભાજપના શાસનનો અંદાજ મેળવી લીધો હતો. અનેક લોકોએ સરકારની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો જેથી હવે સરકાર સામે એક પડકાર ઉભો થઈ ગયો છે.

હવે જયારે લોકોની નારાજગી સામે આવી છે ત્યારે પ્રજાનો રોષ ઠારી ફરી ચૂંટણીઓ જીતવા ભાજપે રણનીતિ ઘડવાનું શરૂ કર્યુ છે. તેમાય હવે ગુજરાત ભાજપ સરકાર પાસે ખૂબ ઓછો સમય બચ્યો છે ત્યારે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. તેની વચ્ચે ભાજપમાં મોટા ફેરફારો થાયની પણ સંભાવના જોવામાં આવી રહી છે.

ગુજરાતની રાજકીય પરિસ્થિતિને તાગ મેળવાશે

દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં રાજ્યના પ્રદેશ પ્રભારી સહિત મહાસચિવોને રાજ્યનો રિપોર્ટ રજૂ કરવા પણ જણાવાયું હતું ચૂંટણીલક્ષી ઉપરાંત સંગઠને મજબૂત કરવાના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી અહેવાલ અનુસાર પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, વી.સતીષ સહિત ગુજરાત ભાજપના નેતાઓ દિલ્હીમાં ધામા નાખ્યા બાદ હવે ગુજરાતની રાજકીય પરિસ્થિતિને તાગ મેળવવામાં આવી રહ્યો છે.

મંત્રી મંડળમાં ફેરફાર થવાની શક્યતાઓ

પ્રદેશ ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાત આવ્યા છે ત્યારે ગુજરાતમાં મોટા ફેરફાર થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.15મી જૂને પ્રભારી અને પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક યોજાનાર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતનો ગઢ કેવી રીતે જાળવી રાખવો તેમજ સરકારની બગડેલી ઈમેજને કેવી રીતે સુધારવી તેના પર ચર્ચા અને મહામંથન થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. તો બીજી તરફ મંત્રી મંડળમાં ફેરફાર થવાની શક્યાતાઓએ પણ જોર પકડ્યું છે.