સસ્તા અનાજની દુકાનો શા માટે અઘરી થઈ ગઈ ?

પ્રહલાદ મોદીનું જંતર મંતર ઉપર ઉપવાસ આંદોલન !!!

પહેલાના સમયમાં ડાકુ અથવા તો બારવટીયાઓ કોઈ ગામડામાં જતા હોય તો તેઓ જે તે ગામના લોકોને જાસો આપતા હોય છે કે તેઓ સાવચેત થઈ જાય . ત્યારે હવે આજના સમયમાં ભાઈ પણ એક ભાઈને જાશો આપતો નજરે પડે છે.

વિહા સસ્તા અનાજ ના દુકાનદારોને હાલ ઘણા ખરા અંશે હાલાકી વેઠવી પડે છે ત્યારે સસ્તા અનાજ દુકાન ના ફેડરેશનના વડા પ્રહલાદ મોદી કે જેવો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ છે તેઓ આજથી જંતર મંતર ખાતે ઉપવાસ આંદોલન પર બેઠા છે અને આ અંગે જે માહિતી સામે આવી રહી છે તે મુજબ સસ્તા અનાજના દુકાનદારોને જે હાલાકી ભોગવી પડે છે તે આવનારા સમયમાં ન ભોગવી પડે એ સૌથી મોટો અને પ્રબળ મુદ્દો છે. જંતર મંતર ખાતે ઉપવાસ આંદોલનમાં ફેડરેશનના અન્ય સભ્યો પણ જોડાશે. એટલુંજ નહીં વડાપ્રધાનને એક મેમોરેન્ડમ પણ આપવામાં આવશે. ફેડરેશનના સભ્યો દ્વારા મળતી માહિતી મુજબ તેઓ કદાચ આવતીકાલે લોકસભાના સ્પીકર ઓમ બિરલા ને પણ મળીને રજૂઆત કરશે તો નવાઈ નહીં.

ફેડરેશન ની આશરે નવ જેટલી માંગણીઓ છે જેને ઝડપભેર પૂર્ણ કરવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે જેમાં ચોખામાં થયેલા નુકસાનની ભરપાઈ સાતો સાત ખાદ્યતેલ અને જે અન્ય ચીજ વસ્તુઓ છે તેમાં સસ્તા અનાજના દુકાનદારોને નુકસાની વેઠવી પડી છે તેનાથી ઘણા પ્રશ્નો ઊભા થયા છે અને તે આવનારા સમયમાં ન થાય તે માટે સરકારની મદદ પણ ફેડરેશન દ્વારા માંગવામાં આવેલી છે.

એડ્રેસ અને એ વાતની માંગણી કરતા પણ જણાવ્યું છે કે ભારતે પશ્ચિમ બંગાળ રાશન મોડલ ને સમગ્ર ભારતમાં અમલી બનાવવું જોઈએ જેથી સસ્તા અનાજના દુકાનદારોને કોઈપણ પ્રકારની તકલીફ કે હાલાકી નો સામનો ન કરવો પડે. એ રાજ્યો ને હજુ પણ વળતર મળ્યું નથી તેમને ઝડપભેર વળતર મળે એ પણ ફેડરેશન દ્વારા માંગણી કરવામાં આવી છે.