Abtak Media Google News

શિષ્યએ જમીન પચાવી પાડવાની મુરાદ પર ‘ગુરૂ’નું ઢીમ ઢાળી દીધાની કબુલાત

રાજલા તાલુકાના ખાખબાઈ ગામે એક  સપ્તાહ પૂર્વે  ચામુંડા આશ્રમના  સાધ્વીની  થયેલી  હત્યાનો એલ.સી.બી.એ ભેદ ઉકેલી શિષ્યની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ ની વિગત અનુસાર રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ પાસે ચામુંડા માતાજીનુ આશ્રમ આવેલ છે આ આશ્રમ મા રેખાબેન ગોવિંદભાઈ મેર નામ ના સાધ્વી પૂજારી તરીકે સેવા પૂજા કરી રહેતા હતા રેખાબેન છેલ્લા વીશ વર્ષ થી સાધ્વી પૂજારી તરીકે જીવન જીવતા હતા અને આ આશ્રમ મા રહેતા હતા તેની સાથે આ આશ્રમ મા અરવિંદ ઉર્ફે નકો  ગોબરભાઈ ડાભી નામનો સેવક પણ છેલ્લા ત્રણેક વર્ષ થી રહેતો હતો સેવક અરવિંદ ઉર્ફે નકો ડાભી ના મન મા આ આશ્રમ ની જમીન પચાવી પાડવા ની લાલચ જાગતા તેણે સાધ્વી રેખાબેન ગોવિંદભાઈ મેર પાસે આ જમીન માંગેલ હતી પરંતુ સાધ્વી રેખાબેને આ આશ્રમ ની જમીન આપવા ની ના પાડતા આ બંને વચ્ચે આશ્રમ ની જમીન ના પ્રશ્ને માથાકૂટ અને બોલાચાલી થયેલ હતી

જેથી અરવિંદ ઉર્ફે નકો ડાભી આ અંગે મનદુખ રાખી આશ્રમ છોડીને જતો રહેલ હતો ગત તારીખ 21-11-21 ના રોજ સાંજના સાત વાગ્યાના સમયે સાધ્વી રેખાબેન તથા તેમના મોટા બહેન  મધુબેન ભાવેશભાઈ મકવાણા ઉમર વર્ષ 60 રહેણાક હાલ ખાખબાઈ તાલુકો રાજુલા જીલ્લો અમરેલી મૂળ રહેણાંક જૂનાગઢ જિલ્લાના વિસાવદર સાધ્વી રેખાબેન ના આ મોટા બેન મધુબેન આશ્રમ ના ફરજા ફળિયા મા ગાય દોહવા માટે જતા આશ્રમની જમીન બાબતે થયેલ માથાકૂટ નું મનદુખ રાખી અરવિંદ ઉર્ફે નકો ડાભી એ આવીને સાધ્વી રેખાબેન ને છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે રેખાબેનના શરીર પર આડેધડ ઘા મારી સાધ્વી રેખાબેન ની કરપીણ હત્યા નીપજાવી હતી

સાધ્વી રેખાબેન ના મોટા બહેન મધુબહેન ભાવેશ ભાઈ મકવાણા સાધ્વી રેખાબેન ની મરણચીસો સાંભળીને ત્યાં આગળ દોડી આવ્યા હતા અને અરવિંદ ઉર્ફે નકો ડાભી ને પોતાની નાની બહેન એવી સાધ્વી રેખાબેન ની હત્યા કરતા જોઈઈ ગયા હતા ત્યારે આરોપી અરવિંદ ઉર્ફે નકો ડાભી તેને જોઈ જતા તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી નાસી છૂટેલ હતો

આ ઘટનાની સમગ્ર કામગીરી અમરેલી જિલ્લા ના પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય ની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એ.સી.બી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે કરમટા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન મોરી તથા એલ.સી.બી ની સમગ્ર ટીમ દ્વારા તપાસ કરવામાં આવેલ છે અને હત્યારાને શોધી કાઢેલ છે અને વધુ તપાસ કરવામાં માટે રાજુલા પોલિસ ને આરોપી ને સોંપી દીધેલ છે અને રાજુલા પોલીસે આરોપી ને કોર્ટ મા રજૂ કરી વધુ તપાસ કરવા પૂછ પરછ માટે ત્રણ દિવસ ના કોર્ટે રિમાન્ડ મંજુર કરેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.