Abtak Media Google News

સિનિયર આગેવાનોને ચૂંટણીલક્ષી કામગીરી સોંપવા અંગે પણ ચર્ચા કરાઈ

રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચુંટણીના અનુસંધાને શહેર કોંગ્રેસ સમિતિની ચુંટણી સંકલન સમિતિની બેઠક મળી હતી.જેમાં ચુંટણી કઈ રીતે જીતવી તે અંગેની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સુચના મુજબ  શહેર કોંગ્રેસ સમિતિની ચુંટણી સંકલન સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં  કોર્પોરેશનની આગામી ચુંટણી કઈ રીતે જીતવી તે અંગેની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને મુખ્ય આગેવાનોને  ચુંટણીલક્ષી કામગીરી કઈ રીતે સોપવી તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

મીટીંગમાં સંકલન સમિતિના સભ્યો અશોક ડાંગર,  મહેશ રાજપૂત, જસવંતસિંહ ભટ્ટી, ડો. હેમાંગ વસાવડા, પ્રદીપ ત્રિવેદી, પ્રવીણ રાઠોડ, અતુલ રાજાણી, મિતુલ દોંગા, દિનેશ ચોવટિયા, દિનેશ મકવાણા, મનીષાબા વાળા, રાજેશ આમરણીયા, નરેશ સાગઠીયા, યુંનુશ જુણેજા, રણજીત મુંધવા, નરેન્દ્ર સોલંકી અને ભાર્ગવ પઢીયાર હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.