Abtak Media Google News

ક્રિકેટ જગતમાં કોઈ પણ ખેલાડીઓ માટે છગ્ગો મારવો એ કોઈ મોટી વાત નથી. પરંતુ એ જ છગ્ગો આપણની જ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડે એ આશ્ચર્યની વાત છે.

6 1

હાલ માં જ હેલિફેક્સ ક્રિકેટ લીગ માં સેન્ટ મેરી ક્રિકેટ ક્લબના ક્રિકેટર આસિફ અલીએ શોર્ટ માર્યો હતો જેમાં ગ્રાઉન્ડની બહાર પોતાની કાર પાર્ક કરેલી હતી તેના કાચ તોડી નાખ્યા. આ શોટ મારતા જ આસિફ અલી છેલ્લે સુધી બોલને જોતો રહ્યો અને છેલ્લે પોતાની જ કાર પર બોલ પડતા કાચ તૂટતાંની સાથે જ માયૂષ થઇ અને માથે હાથ દઈ પોતે પસ્તાયો.

Cri 1
આ પહેલા માઇકલ જ્હોશને સિક્સ ફટકારી હતી જે બોલ કોમેન્ટેટર બોક્સમાં જઇને પડ્યો હતો અને કાચ તૂટી ગયો હતો. તો ભારત સામેના મેચમાં ઓસ્ટ્રેલિયન બોલર બ્રેટલીએ પણ સિક્સ ફટકારી પાર્ક કરેલી કારનો કાચ તોડી નાખ્યો હતો.

જો કે અગાઉ આવા ઘણા કિસ્સા ક્રિકેટ ના ઇતિહાસ માં બની ગયા છે હાલમાં જ ipl-2021 માં 2 વાર આ બનાવ બનેલ હતો જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદના પૂર્વ કેપ્ટ્ન તેમજ ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે એક મેચ માં પોતાના જ ડગ આઉટમાં છગ્ગો મારતા કોલ્ડડ્રિંક્સના ફ્રિઝના કાચમાં જ બોલ વાગ્યો હતો આ બોલ વાગતા જ તે કાચ તૂટીને ભુક્કો થઇ ગયો હતો.

વીડિયોમાં જુઓ કેમ થઇ રહ્યો છે અફસોસ

અન્ય ખેલાડીઓ થોડીક ક્ષણ માટે ત્યાંથી ઉભા થઇ દૂર ચાલ્યા ગયા હતા અને ડેવિડ વૉર્નર સામે જોઈ ને થોડી હસી મજાક કરી હતી. અગાઉ 2018 માં પણ મુંબઈ ઇન્ડિયન્સના એક ખેલાડીએ પણ આ જ રીતે શોટ મારતા આ ઘટના બનેલી હતી. ત્યારે હવે આજે વધુ એક ખેલાડીએ શોટ મારી પોતે જ પસ્તાયો હતો.

ક્રિકેટ જગતમાં આવી ઘણી ઘટનાઓ બનતી હોઈ છે અને એટલે જ આજથી 5-6 વર્ષ પહેલા દિલ્હી ના ફિરોઝશા કોટલા ગ્રાઉન્ડમાં ચોતરફ જાળી લગાવવમાં આવી હતી જેથી નાના બાળકો તેમજ મોટા લોકો ને કોઈને કોઈ ખેલાડી શોટ મારે તો બોલ વાગી ના જાય ..

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.