રાજકોટમાં જન આશિર્વાદ યાત્રામાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા કેમ થઈ ગયા ખુશખુશાલ..?

રાજકોટવાસીઓએ કોરોના ગાઈડ લાઈનનું ચૂસ્ત પાલન ર્ક્યું: કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું ટ્વીટ

શહેર ભાજપની વ્યવસ્થાથી મનસુખ માંડવીયા ખુશખુશાલ: ટીમ મિરાણીની પીઠ થપથપાવી: ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર પણ માન્યો

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આજથી રાજકોટ ખાતેથી જન આશિર્વાદ યાત્રાનો આરંભ ર્ક્યો હતો. એરપોર્ટથી લઈ સામાકાંઠે અટલ બિહારી બાજપાઈ ઓડીટોરીયમ સુધીની આ યાત્રામાં રાજકોટની જનતાએ કોરોના ગાઈડ લાઈનનું ચૂસ્ત પાલન કરતા શહેરીજનોને અભિનંદન પાઠવતા આરોગ્ય મંત્રીએ ટ્વીટ ર્ક્યું હતું. સાથે સાથે જનતાનો હૃદયપૂર્વક આભાર પણ માન્યો હતો.

તાજેતરમાં કેન્દ્રની મોદી સરકારમાં સ્થાન પ્રાપ્ત કરેલા ગુજરાતના પાંચેય મંત્રીઓ દ્વારા ગત 15મી ઓગષ્ટથી રાજ્યમાં જન આશિર્વાદ યાત્રા યોજવામાં આવી રહી છે. આજે સવારે રાજકોટ ખાતેથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની જન આશિર્વાદ યાત્રા યોજાઈ હતી. એરપોર્ટથી લઈ અટલ બિહારી બાજપાઈ ઓડીટોરીયમ સુધીના 8 કિ.મી.ના રૂટ પર રાજકોટની જનતાએ કોરોનાની ગાઈડ લાઈનનું ચૂસ્તપણે પાલન ર્ક્યું હતું. શહેર ભાજપની આવી વ્યવસ્થાથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી ખુબ પ્રભાવીત થયા હતા. તેઓએ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સહિતની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાજકોટની યાત્રા પૂર્ણ થયા બાદ ટવીટ ર્ક્યું હતું અને જણાવ્યું હતું કે, મને ખુશી છે કે, રાજકોટવાસીઓએ કોરોના સંબંધીત નિયમોનું ચૂસ્તપણે પાલન ર્ક્યું હતું. ગુજરાતની જનતાનો હૃદયપૂર્વકનો આભાર લોકોના પ્રેમ માટે હું હંમેશા ઋણી રહીશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જન આશિર્વાદ યાત્રા દરમિયાન 1-1 કિ.મી.ની લાબી લાઈન હોવા છતાં પણ અહીં સોશિયલ ડિસ્ટન્સનું ચૂસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ભાજપના કાર્યકરો અને રાજકોટવાસીઓના મોઢા પર માસ્કનું સુરક્ષા કવચ પણ જોવા મળ્યું હતું. યાત્રા દરમિયાન સતત એવું એનાઉસ થતું હતું કે, કોરોના ગાઈડ લાઈનનું ચૂસ્ત પાલન કરવું જેને રાજકોટવાસીએએ સહર્સ વધાવી લેતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી પણ ખુશખુશાલ થઈ ગયા હતા.