Abtak Media Google News

ભુકંપની વાત આવે એટલે આમ તો સૌથી પહેલા ટેકટોનિક ફલેક્ષની જ વાત આવે. પૃથ્વીનાં કેન્દ્રમાં અતિશય ગરમ ઉકળતો લાવારસ રહેલો છે અને સૌથી બહારનું આવરણ લિથોસ્ફિયર તરીકે ઓળખાય છે. આ લિથોસ્ફિયર પાછુ સુવાંગ સંપૂર્ણ નથી પરંતુ નાના-મોટા અનેક ટુકડાઓમાં વેચાયેલું છે. ભુકંપ આવવા માટે જવાબદાર પરીબળ છે. લિથોસ્ફિયરનાં વિશાળ કદનાં પોપડા જે ટેકટોનિક પ્લેટ તરીકે ઓળખાય છે. ટેકટોનિક ફલેક્ષમાં થતા ફેરફારો કે જે સુક્ષમ સ્થળાંતરો અતિશય વિશાળ કદ ધરાવતા દરિયાઈ પોપડાઓની રચના અને વિનાશનાં કારણે થાય છે. આ પોપડાનાં હલન-ચલનનાં કારણે પેટાળમાં રહેલો અતિશય ગરમ લાવારસ પણ ઉપરનાં આવરણો સુધી પહોંચીને થીજી જાય છે અને નવા પોપડાઓનું નિર્માણ કરે છે. એકદમ સામાન્ય ભાષામાં કહીએ તો ભુકંપ ઉભા થાય એવા ધરતીનાં પેટાળમાં થતા કોઈપણ પ્રકારનાં હલન-ચલનને દર્શાવવા માટે ધરતીકંપ શબ્દ વાપરવામાં આવે છે. આપણી પૃથ્વીનાં પેટાળમાં ખોટા ધડકો ઘસતા હોવાથી ધરતીકંપ થાય છે. આ પ્રકારનાં ફેરફાર કાયમ થયા જ કરે છે જેનાથી શકિતશાળી તરંગો નિકળતા હોવાથી આપણે જરાય ખબર પડતી નથી પરંતુ સીસ્મોગ્રાફીથી એના તરંગો માપી શકાય છે. જયારે અનેક સમયે પૃથ્વીનાં પેટાળમાં મોટી તિરાડો પડે છે અને આ કારણે જ જમીન સખ્ત ધ્રુજીયા કરે છે. મોટાભાગનાં ભુસ્તરોમાં ભંગાણ થવાથી ભુકંપ પેદા થતા હોય છે પરંતુ જવાળામુખીનાં કારણે, ભુસ્ખલનનાં કારણે, ખાણામાં વિસ્ફોટો અને અણુકેન્દ્ર સંબંધી પ્રયોગોનાં કારણે પણ ભુકંપ આવી શકે છે.

ટેકટોનિક ધરતીકંપો પૃથ્વી પર ગમે ત્યારે થઈ શકે છે જયાં ભંગાણના સ્થળ ઉંચા થઈ શકે કે તુટી શકે એટલી માત્રામાં ઉર્જાનો સંગ્રહ થયો હોય ત્યાં ધરતીકંપો સર્જાતા હોય છે. પૃથ્વીની સૌથી વધુ સપાટી જેનાથી રચાઈ છે તે પરાવર્તીત પ્લેટ અથવા કેન્દ્રગ્રામી પ્લેટ છે જે ઘર્ષણ વધારતી હોય તેવી કોઈ અનિયમિતતા અથવા તો ખરબચડાપણુ ન હોય તો આ પ્લેટો એકબીજા પર સહેલાઈથી અને ધરતીકંપનાં તરંગો ઉપજાવ્યા વિના જ પસાર થાય છે પરંતુ મોટાભાગનાં પોપડાઓનાં છેડા ખરબચડાપણુ ધરાવતા હોય છે. આવી જ રીતે જો પૃથ્વીનાં બે આંતર પોપડાઓના છેડા એકબીજામાં અટવાય જાય તો બે પોપડાઓના સતત હલન-ચલનથી તણાવ વધી જાય છે અને તેથી પોપડાઓનાં એ છેડા પર વધુ પ્રમાણમાં ઉર્જા ઉભી થાય છે જયાં સુધી છેડા પરનું ખરબચડાપણુ તુટી ન જાય ત્યાં સુધી તણાવ વધતો રહે છે અને છેડાનો અટવાઈ ગયેલો ભાગ છુટીને બીજા સ્તર પર સરકે છે અને સંગ્રહાયેલી ઉર્જા છુટી પડે છે આ જે ઉર્જા મુકત થાય છે તે કેટલાક મુળભુત તત્વો ધરતીકંપ સર્જતા તરંગો, પોપડાઓનાં છેડા પરના ઘર્ષણથી પેદા થયેલી ગરમીનાં ‚પમાં છુટા પડે છે જેનાથી ઘણીવાર પહાડો પણ તુટી જાય છે અને આવી રીતે ધરતીકંપ આવે છે.

સિસ્મોમીટર કે સિસ્મોગ્રાફ નામે ઓળખાતા ભુકંપ માપક યંત્ર દ્વારા ધરતીકંપ માપવામાં આવે છે. આ સાધનની શોધ ૧૮૯૦માં થઈ હતી તેમજ આજે આખી દુનિયામાં ૪ હજારથી પણ વધારે સિસ્મોગ્રાફી લેબોરેટરી જોવા મળે છે. સામાન્ય રીતે ધરતીકંપની જે-તે ક્ષણની તિવ્રતા નોંધવામાં આવે છે અથવા તો વધુ પ્રચલિત એવા રીકટર સ્કેલમાં તેને માપવામાં આવે છે. જયારે ભુકંપબિંદુ એટલે કે એપી સેન્ટર દરિયામાં કયાંક બહુ દુર હોય ત્યારે ઘણી વખત સમુદ્રનું તળ ખસે છે જેથી સુનામી પેદા થાય છે. ભુકંપથી ભુસ્ખલન થઈ શકે છે અને કયારેક જવાળામુખી પણ ઉત્પન્ન થાય છે.  કમ્પ જયાંથી પેદા થયો તે ભંગાણનાં બિંદુને તેનું કેન્દ્રબિંદુ કે ઉદવબિંદુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર એની ઉપર જયાં આ ધ્રુજારી જમીનનાં સ્તરને અડે છે તેને ભુકંપબિંદુ કહેવામાં આવે છે.  જવાળામુખી ધરાવતા વિસ્તારોમાં વારંવાર ધરતીકંપ થતા હોય છે આવા વિસ્તારોમાં ટેકટોનિક ભંગાણો અને જવાળામુખીમાં લાવાના હલન-ચલન એમ બંને કારણોસર ભુકંપ આવી શકે છે. આવા ધરતીકંપ જવાળામુખી ફાટવાની ચેતવણી સમાન હોય છે.  સામાન્ય રીતે રીકટેલ સ્કેલ પર ૭.૫થી ઓછી તિવ્રતા ધરાવતા ધરતીકંપો સુનામી સર્જતા નથી જોકે તે સિવાયનાં કિસ્સાઓમાં સુનામી સર્જાયાનું નોંધાયું છે છતાં સૌથી વિનાશક સુનામી ૭.૫ કરતા વધુ તિવ્રતા ધરાવતા ધરતીકંપોથી સર્જાય છે.

ભુકંપનાં પ્રકારો

  • પ્રથમ તરંગ: પૃથ્વી પર આવેલુ મોજુ ૮ સેક્ધડ પ્રતિ સેક્ધડની સરેરાશ ઝડપ સાથે દરેક માધ્યમમાંથી પસાર થાય છે.
  • દ્વિતીય તરંગ: સમાંતર તરંગ, જેને ત્રાંસી મોજા કહે છે. માત્ર ૪ કિલોમીટર પ્રતિ સેક્ધડની ઘન વેગ પસાર કરે છે.
  • એલ મોજા: પાર્થિવ અને લાંબી તરંગોનાં નામ દ્વારા મુખ્યત્વે સપાટી સુધી મર્યાદિત. આ નકકર, પ્રવાહી અને ગેસ આ તમામ ત્રણ માધ્યમોમાંથી પસાર થઈ શકે છે.

ભુકંપની સરેરાશ તિવ્રતા

  • સાધારણ: ૩.૦
  • એકદમ હળવા: ૩ થી ૩.૯
  • હળવા: ૪ થી ૪.૯
  • મધ્યમ: ૫ થી ૫.૯
  • જોરદાર: ૬ થી ૬.૯
  • ભારે: ૭ થી ૭.૯
  • અતિભારે: ૮ થી વધારે

ધરતીકંપની હારમાળા

ચોકકસ વિસ્તારમાં કોઈ ટુંકા સમયગાળા દરમ્યાન જો શ્રેણીબઘ્ધ ધરતીકંપો આવે તો તેને ધરતીકંપોની હારમાળા કહે છે. ધરતીકંપોની આ હારમાળા ધરતીકંપનાં અનુવર્તી આંચકા કરતા જુદી છે. આ હારમાળામાં આવેલા તમામ ધરતીકંપોમાં એક પણ આંચકાને મુખ્ય ધરતીકંપ કહી શકાતો નથી. કારણકે એકપણ આંચકો બીજા કરતા નોંધણીય કહેવાય તેટલી વધુ તિવ્રતા ધરાવતો હોતો નથી.

ભુકંપ આવે તો બચવા શું કરશો અને શું નહીં

ભુકંપ વિશે પુર્વાનુમાન લગાવી શકાતું નથી અને ભારે તબાહી મચાવનારી આ પ્રાકૃતિક વિપદાને રોકવા માટે કશું નથી કરી શકાતું પરંતુ નુકસાનને ઓછુ કરવા અને જીવ બચાવવા માટે ઘણી બધી તરકીબો છે જેના દ્વારા મદદ મળી શકે છે. ભુકંપ આવતા જો તમે ઘરમાં છો તો મજબુત ટેબલ અને ફર્નિચર નીચે શરણ લઈ લો. ટેબલ ન હોય તો હાથ વડે ચહેરા અને માથાને ઢાંકીને ઘરનાં કોઈપણ ખુણામાં જતા રહો. પથારી પર સુતા હોય તો ઓશીકા વડે માથુ ઢાંકી લો. આસપાસ ભારે ફર્નિચર હોય તો તેનાથી દુર રહો. લીફટનો ઉપયોગ કરતા બચો. ઝટકા આવતા સુધી ઘરની અંદર જ રહો. આંચકો બંધ થાય ત્યારે બહાર નિકળો અને જો ધરની બહાર હોય અને ભુકંપ આવે તો ઉંચી બિલ્ડીંગો વિજળીનાં થાંભલા વગેરેથી દુરો રહો, જયાં સુધી આંચકા આવે ત્યાં સુધી બહાર જ રહો. ચાલતી ગાડીમાં હોય તો ગાડી ઉભી રાખો, ગાડીમાં જ બેસી રહો. માચીસ ન સળગાવો અને ખાસ તો ‚માલ કે કપડાથી ચહેરો ઢાકી દો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.