આજના સમયે ઔદ્યોગિક વિકાસ તો ઝડપભેર વધ્યો છે પરંતુ આ સાથે “પર્યાવરણનું રક્ષણ” પણ એક મહત્વનું અને અવગણી ન શકાય તેવું પરિબળ બન્યું છે. જો હવે અવગણીશું અને વધતા જતા પ્રદુષણને રોકીશું નહીં તો હાલની જે સ્થિતિ છે તેના કરતા પણ ગંભીર સ્થિતિ ઉભી થઈ શકે છે.
ગ્રીન ડેવલપમેન્ટ માટે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત પરની નિર્ભરતા ઓછી કરી પરંપરાગત ઉર્જા સ્ત્રોત તરફ વળવાની તાતી જરૂરિયાત રિલાયન્સે સમજી રણનીતિ બનાવી !!
ભાવિ જરૂરિયાત પર વર્તમાનમાં ફોકસ; પર્યાવરણની સાથે ‘ઔદ્યોગિક પગલા’ રિલાયન્સને ચાર ચાંદ લગાવી દેશે !!
આથી ગ્રીન ડેવલપમેન્ટ પણ એક મહત્વનો મુદ્દો બન્યો છે. આ તરફ ધ્યાન દોરીશું તો જ સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ શક્ય બનશે. આથી વિશ્વભરની કંપનીઓ પર્યાવરણની સુરક્ષાની સાથે વિકાસ તરફ આગળ ધપી રહી છે. ત્યારે ભારતની ટોચની અને દેશની સૌથી મોટી નિકાસકર્તા કંપની રિલાયન્સ પણ આ માટે મેદાને ઉતરી છે. મુકેશ અંબાણીનો આ યુટર્ન અને રિલાયન્સનો ગ્રીનટર્ન ભારતીય ક્રૂડ અને ગેસ ક્ષેત્રમાં મોટા બદલાવ લ્યાવી દેશે ?
પેટ્રોલિયમ પેદાશો, કોલસો, કુદરતી વાયુ જેવા ખનીજો એટલે કે આ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત મર્યાદિત જથ્થામાં હોવાથી તે લુપ્ત થવાને આરે છે. આવા સમયે આવા બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત પર નિર્ભરતા ઓછી કરી સૌર ઊર્જા, પવન ઊર્જા, દરિયાઈ ઉર્જા જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોત તરફ વળવાની ખૂબ જરૂર છે. અને જે જરૂર છે તેને ખરા સમયે જે સમજે તે તો એક શક્તિ અને બળવાનયુક્ત બાજીગર છે જ પણ જો આ સમય કરતાં પણ કોઈક આગળ નીકળી એટલે કે ખરો સમય આવ્યા પહેલા જ જરૂરિયાત મુજબ કામ કરવા માંડે તો..??
દેશ શું વિશ્વભરમાં છવાઈ જાય…. ખરું ને !! બસ અંબાણી પણ કંઈક આજ શ્રેણીમાં આવે છે. એટલે જ તો મુકેશ અંબાણી હાથીની અંબાડી પર ફરે છે. દેશના ટોચના ઉધોગપતિમાં છે. હાલની જરૂરિયાત ગ્રીન ડેપલ્પમેન્ટ છે અને આ તરફ ધ્યાન દોરી રિલાયન્સએ ગ્રીન એનર્જી પર મહત્વના પગલાંઓ ભરવાનું શરૂ કરી દીધું છે.
નફાની રણનીતિને નુકસાન કરી કેમ આગળ ધપાવાય તે કોઈ આમની પાસેથી શીખે !! હમેંશથી લોસ મેકિંગ બિઝનેસને વળેલી રિલાયન્સ હવે પેટ્રોલિયમની અન્ય પેદાશો પર પણ ખાસ ભાર મૂકી રહી છે. થોડા દિવસો આગાઉ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની મળેલી વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારતને વિશ્વનું ગ્રીન એનર્જી હબ બનાવીશું. આ માટે રૂપિયા 75 હજાર કરોડના રોકાણ કરવામાં આવશે. વર્ષ 2030 સુધીમાં 1 લાખ મેગાવોટ (100 ગીગાવોટ) સોલાર પાવર ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરીશું.
ભવિષ્યની તાતી જરૂરિયાતના પરિબળો પર કામ કરવાનું રીલાયન્સે અત્યારથી જ શરૂ કરી દીધું છે. ગ્રીન એનર્જી માટે જામનગરને માત્ર ગુજરાત કે ભારત નહિ પણ વિશ્વના એક મોટા હબ તરીકે વિકસાવવા રણનીતિ ઘડી છે. જામનગરમાં ધીરુભાઈ અંબાણી નામનું ગ્રીન એનર્જી કોમ્પલેક્ષ ઉભુ કરી તેમાં સૌર સેલ, ફ્યુલ સેલ, ઊર્જા સંગ્રહ માટે બેટરી, તેમજ ગ્રીન હાઇડ્રોજન માટે ચાર મોટા કદના પ્લાન્ટ સ્થાપવા કવાયત શરૂ કરી દીધી છે.
નોંધનીય છે કે મોદી સરકારે પણ આ તરફ ધ્યાન દોરી વર્ષ 2022 સુધીમાં 175 ગીગા વોટ સોર ઉર્જા ઉત્પાદિત ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય સેવ્યું છે. સરકારના આ લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં રિલાયન્સ મોટો ફાળો ભજવશે. મુકેશ અંબાણીએ જણાવ્યું છે કે વર્ષ 2030 સુધીમાં ઓછામાં ઓછી 100,000 મેગાવોટ સોલર પાવર ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવા સાથે કાર્બન ફાઇબર પ્લાન્ટમાં પણ રોકાણ કરશે. આનાથી સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા 80 ટકા સુધી વધશે. આ સાથે કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં પણ ઘટાડો કરવામાં મદદ મળશે.