Abtak Media Google News

હોલસેલરોને ત્યાં દરરોજ લાંબી કતારો છતાં દુકાનો બંધ: તંત્ર અંગત રસ લે તો ભેદ ઉકેલાય

લોકડાઉન દરમ્યાન બે માસ જેટલો સમય થયો હોવા છતાં સરકારે પાન-બીડીના વેપારીઓને દુકાન ખોલવાની છુટ આપી હોવા છતાં શા માટે શહેરના જથ્થાબંધ પાન, બીડીના વેપારીઓ પોતાનો ધંધો ખોલતા નથી તેવો સો મણનો સવાલ સમગ્ર શહેર તાલુકામાં ચર્ચાઇ રહ્યો છે.

લોકડાઉનમાં કડક અને આકરી રીતે પાલન પોલીસ દ્વારા કરવામાં આવેલ હતો તેમાં મહનઅંશે સફળતા પણ મળી છે. જયારે લોકડાઉનમાં પાન, બીડી તમાકુના વ્યસનીઓએ આપઘાત કરી લીધા તેવા બનાવો રાજયોમાં પણ બન્યા છે. ઘણા ખરા શહેરોમાં વેપારીઓ ઉપર વ્યસનીઓએ ફાયરીંગ કરવાના બનાવો પણ બન્યા છે ઘણા શહેરમાં ખુદ પોલીસ પણ પાન માવા ફાકીના વેચાણમાં છાને ખુણે સહકાર આપી રહી હતી તેવા બનાવો પણ બહાર આવ્યા છે. પણ આ બધી વાતો લોકડાઉનમાં હતી હવે સરકાર દ્વારા છેલ્લા આઠ દિવસ થયા પાન, બીડી, તમાકુના વેપારીઓને અન્ય વેપારીની જેમ પોતાના ધંધા રોજગાર સ્વમાન ભેર ખુલ્લા રાખી શકે તે માટે છુટ આપવામાં આવી છે પણ ઉપલેટા શહેરમાં લોકોના મનમાં સો મણનો સવાલ છે કે આઠ આઠ દિવસ થયા છતાં શા માટે પાન, બીડી, તમાકુમાં વેપારીઓ પોતાની દુકાનો ખુલતા નથી આની પાછળ એવું શું રહસ્ય છે તે ખુદ પોલીસ પણ જાણી શકતી નથી. ત્યારે પાન, બીડી, તમાકુના વ્યસનીઓ દ્વારા દરરોજ સવારે હોલસેલના વેપારીઓની દુકાનો પાસે લાઇનમાં લગાવી રાહ જોઇને બેસી રહ્યા છે છતાં દુકાનદારો દુકાન ખોલતા નથી ગ્રાહકો કહે છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે છતાં વેપારીઓ શા માટે પોતાનું કપાળ ધોવા જઇ રહ્યા છે. એક સમયે શહેરમાં ભારે લોકડાઉન હતું તેવા સમયે પણ લોકોને ખુલ્લે આમ કાળાબજારના ભાવમાં માલ મળતાં હતા. હોલસેલના વેપારીની દુકાન બંધ રાખી પોતાની ઘેરેથી માલનું ઉંચા ભાવે વેચાણ થઇ રહ્યાનો વિડીયો વાઇરલ થયો હતો. શહેરના ઘણા વેપારીઓને તંત્ર દ્વારા દંડ પણ કરાયો છે. આમ છતાં તંત્ર પણ મૌન બની બેસી રહ્યું છે.

એક વાત એવી પણ બહાર આવી છે કે લોકડાઉન દરમ્યાન ઘણા વેપારીઓ કોઇની કોઇ રીતે ભોગ બની ચૂકયા છે. ત્યારે શહેરના હોલસેલના વેપારીઓ ના ધંધા રોજગાર ખોલવામાં ભેદ જીલ્લા પોલીસ વડા બલરામ મીણાજે ઉકેલી શકે તેમ છે. તો જીલ્લા પોલીસ વડા તમામ હોલસેલના વેપારીઓને વ્યકિતગત મળી શા માટે દુકાનો ખોલવામાં નથી આવતી તેવા પ્રશ્ર્ન કરે તો આના ઉકેલ આપો આપ મળી જાય તેમ છે. અને જો કોઇ વેપારી કોઇનો ભોગ બન્યા  હોય તો એસ.પી. અંગત રસ લ્યે તો આખો મામલો બહાર આવી જાય અને સવારે તમામ દુકાનો ખુલ્લી જાય તેવું શહેરીજનોમાં ચર્ચાાઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.