ગાંધી શાંતિ પુરસ્કાર શા માટે ચર્ચામાં ?

૧૯૯૫માં મહાત્મા ગાંધીની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા તેનું સંસ્થાકીયકરણ કરવામાં આવ્યું હતું.

તે અહિસા અને અન્ય ગાંધીવાદી પદ્ધતિઓ દ્વારા સામાજિક, આર્થિક અને રાજકીય પરિવર્તન તરફના યોગદાન માટે વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવે છે.

તેમાં ૧ કરોડનું રોકડ ઇનામ, પ્રશંસાપત્ર અને તકતી તેમજ એક ઉત્કૃષ્ટ પરંપરાગત હસ્તકલા, હેન્ડલુમ આઇટમ એનાયત કરવામાં આવે છે.

દર વર્ષે અવોર્ડના વિજેતાઓની પસંદગી જૂરી દ્વારા વડા પ્રધાનની અધ્યક્ષતામાં કરવામાં આવે છે.

વર્ષ ૧૯૯૫માં ભૂતપૂર્વ તાંઝાનિયનું રાષ્ટ્રપતિ જુલિયાસ કે. વેરે આ એવોર્ડ મેળવનાર પ્રથમ વ્યક્તિ હતી.

રામકૃષ્ણ મિશન એ પહેલી સંસ્થા હતી અને બાબા આમતે પ્રથમ ભારતીય વ્યક્તિ હતા જેમને અનુક્રમે વર્ષ ૧૯૯૮ અને ૧૯૯૯માં ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવેલા હતા.

સરકારે અગાઉના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પુરસ્કાર માટે વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી (૨૦૧૫), અક્ષયપાત્ર ઉન્ડેશન અને સુલભ આંતરરાષ્ટ્રીય (૨૦૧૬), એકલઅભિયાન ટ્રસ્ટ (૨૦૧૭) અને યોહી સાસાકાવાના (૨૦૧૮) નામની ઘોષણા કરી હતી.

કન્યાકુમારીમાં આવેલા વિવેકાનંદ કેન્દ્રને ગ્રામીણ વિકાસ, શિક્ષણ અને કુદરતી સંસાધનોના વિકાસમાં ફાળો આપવા બદલ આ એવોર્ડ એનાયત કરાયો હતો.

અક્ષયપાત્ર ફાઉન્ડેશનને ભારતભરના બાળકોને મધ્યાહ્ન ભોજન પ્રદાન કરવાના કામ માટે એવોર્ડ એનાયત કરાયો હતો..

સુલભ ઇન્ટરનેશનલને ભારતમાં સ્વચ્છતા સુવિધાઓની સુધારણા માટેના કાર્યોમાં તેમના દ્વારા કરાયેલ કાર્ય બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.