Abtak Media Google News

શહેરની નામી હોટલ અને રેસ્ટોરન્ટ જાણે રોગચાળાનું ઘર હોય તેમ ચેકિંગ દરમિયાન ૧૬૨ પૈકી ૭૦ હોટલ રેસ્ટોરન્ટ માં મચ્છરોની ઉત્પતિ જણાતા કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.

જુન માસ, ‘’મેલેરિયા વિરોઘી માસ’’ અંતર્ગત રાજકોટને મેલેરિયા મુકત કરવા અને લોકોમાં મચ્છાર ઉત્‍૫તિ અને મેલેરિયા તથા ડેન્યુ– ચીકુનગુનિયા રોગ અટકાયત અંગે જાગૃતિ આવે તે માટે વિવિઘ આરોગ્ય શિક્ષણ તથા જુદા – જુદા પ્રિમાઇસીસ તપાસી વાહક નિયંત્રણ કામગીરીની સઘન ઝુંબેશ હાથ ઘરી મેલેરીયાને અટકાવવા  માટેના પ્રયત્નો હાથ ધરવામાંઆવેલ છે.

મેકડોનાલ્ડસ સહિત નામિ હોટલ-રેસ્ટોરન્ટમાં મચ્છરોનો ઉપદ્રવ:૭૦ ને નોટિસ

કોર્પોરેશન દ્રારા ૧૬૨ હોટલ-રેસ્ટોરન્ટમાં મચ્છરોની ઉતપતિ અંગે ચેકીંગ હાથ ધરાયુ

Img 20210617 Wa0053C મેયર ડો. પ્રદિ૫ ડવ, ડેપ્યુટી મેયર ડો દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક ૫ક્ષ નેતા વિનુભાઇ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતી ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયાની સુચના અનુસાર આરોગ્ય અઘિકારી ડો. લલીત વાજા, નાયબ આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડ, નાયબ આરોગ્ય્ અધિકારી ડો. મનીષ ચુનારા તથા બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ મેલેરિયા વિભાગના કર્મચારીઓ દ્વારા હોટલ–રેસ્ટોરેન્ટ કે જયાં મોટો માનવ સમુહ એકત્રિત થાય છે ત્યાં ચેકીંગ તથા આરોગ્ય શિક્ષણની કામગીરી હાથ ઘરવામાં આવી હતી. આ કામગીરીમાં જુદા – જુદા વિસ્તારોમા ૧૬૨ હોટલોની મચ્છર ઉત્‍૫તિ સબબ ચેકીંગ હાથ ધરાયુ હતું.જેમાં ૭૦ હોટલોએ મચ્છરની ઉત્‍૫તિ જોવા મળતા અથવા મચ્છાર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્થિચતી જોવા મળતા નોટીસ આ૫વામાં આવી છે.

ચેકીંગ દરમિયાન  શીવશક્તિ હોટલ, મોરીસ હોટલ,હોટલ કિંગ પેલેસ,હોટેલ સેન્યેસા, પેરેમાઉનટ હોટેલ,  હોટેલ સિલ્વર ઇન,હોટેલ જયસન ,હોટેલ મરાસા સરોવર,હોટેલ એવરગ્રીન,ગાર્ડન ૫રોઠા હાઉસ,મનોહર ૫રોઠા હાઉસ, ઢોસા હાઉસ,શિવ શકિત રેસ્ટોરેન્ટ,સોરઠિયા રેસ્ટોરેનટ,સ્વાદ રસથાળ ફેમેલી રેસ્ટોરેનટ,ગણેશ રેસ્ટોરેન્ટ,જય ખોડીયારરેસ્ટોરેન્ટ, બાલ ગોપાલ રેસ્ટોરેન્ટ,અવઘ રેસ્ટોરેન્ટ,દાસ કા ઢાબા,હેરી પંજાબી ઢાબા,વેણુ હોટલ,શ્રી હરેકૃષ્ણા હોટલ, રાઘાકૃષ્ણ હોટલ,હોટલ તલસાણીયા,હોટલ દેવભવન,ગણેશ રેસ્ટોરન્ટ,ફેન્ડ્રસ કાફે,આઇ શ્રી ખોડિયાર હોટલ,પ્રેમવાટીકા રેસ્ટોરન્ટ, ઘ જંકયાર્ડ રેસ્ટોરેન્ટ એન્ડ કાફે,  કિષ્ના રેસ્ટોરેન્ટ,ઘ સેકન્ડ વાઇફ રેસ્ટોરેન્ટ,નંદનવન હોટલ,ગીરગામઠીકાઠીયાવાડી,ફસ્ટફાઇક રેસ્ટોરેન્ટ,  ફુડ સીટી,ગોકુલઘામ રેસ્ટોરેન્ટ,કાઠિયાવાડી.કોમ,સાંજા ચુલા ફુડ ઝોન,રાજઘાની રેસ્ટોરેન્ટ, પંડીત રોટીવાલા રેસ્ટોરેન્નટ,સત્ય વિજય આઇસ્ક્રી,  માં પાઉભાજી પુલાવ, મેકડોનાલ્ડસ ,સીલ્વર પ્લાઝા,ખોડલ ડાઇનીંગ હોલ મટુકી રેસ્ટોરેન્ટ,ખોડલ ફેન્સી ઢોસા,ક્રિષ્ના પાર્ક રેસ્ટોરેન્ટ, પ્રેમવતી રેસ્ટોરેન્ટ, શિવ ઢોસા પાઉભાજી ,પટેલ વિહાર રેસ્ટોરેન્ટ, પટેલ વિહાર ૫રોઠા હાઉસ, ફેન્સી ઢોસા રેસ્ટોરેન્ટ, હીર રેસ્ટોરન્ન્ટ,સિઘ્ઘેશ્વર ઢોસા રેસ્ટોરેન્ટ,શિવાંગ હોટલ,સોનલ ભેળ હાઉસ,હોટેલ હામોની,  હોટેલ ગેલેકસી,

Img 20210617 Wa0052C

ભગવતી ફાસ્ટફુટ, ચાઇસુટાબાર,  દાનાપાની,વુંદાવન રેસ્ટોરેન્ટ,શિવ ડાઇનીંગ હોલ, ગણેશ ફુડ ઝોન ,ઘ ગીરીરાજ રેસ્ટોરેન્ટ અને રવેચી હોટલમ મચ્છરોની ઉતપતિ જણાતા નોટિસ ફટકારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.