Abtak Media Google News

વોલેટિલીટી વધુ હોવાના કારણે ક્રિપટોકારણસીમાં ગાબડું પડ્યું

ચીનમાં ક્રિપટોકારણસીમાં પર પ્રતિબંધ મુકાયો, વિશ્વ માટે જોખમ સાબિત થયું.

અબતક, નવીદિલ્હી

ક્રિપટોકારણસીનું ચલણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ ચલણ માં વોલેટાલિટી વધુ હોવાના કારણે વિશ્વ આખા માટે ખૂબ જ જોખમી સાબિત થઈ રહ્યું છે બીજી તરફ ક્રિપટો પારદર્શક ન હોવાના કારણે અનેક પ્રશ્નો પણ સામે ઉદભવી થઈ રહ્યા છે જે રીતે વિશ્વસનીયતા કેળવવી જોઇએ તે કેળવવામાં આ ચલણ નિષ્ફળ નિવડયું છે સામે ક્રિપટો કોઈના નિયંત્રણમાં ન હોવાના કારણે તેની જવાબદારી ફિક્સ થઈ શકતી નથી એટલે કહી શકાય કે બીટકોઈન સૌથી મોંઘુ છે

ચીનની બેંક દ્વારા ક્રિપટોકારણસીમાં ટ્રેડિંગ ને લગતી તમામ પ્રવૃત્તિઓને ગેરકાયદે મેળવવાની જાહેરાત કરી છે અને અને તેને ચાઇના માં બેંક પણ કરવા જણાવ્યું છે મુખ્ય કારણ તો એ છે કે ક્રિપટો વૈશ્વિક સમુદાય માટે ખૂબ જ જોખમી છે. બીજી તરફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી આરબીઆઈના ગવર્નર શક્તિકાન્ત દાસ એ જણાવ્યું હતું કે ભારત દેશ ક્રિપટો અંગે ખૂબ જ ચિંતિત છે ચીન ઉપરાંત બાંગ્લાદેશ એશિયા ઇજિપ્ત સહિતના દેશોમાં પણ આ ચલણની લેવડદેવડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વૈશ્વિક બજારમાં ચીન દ્વારા ક્રિપટો એ બેન કરવાના સમાચાર મળતા જ અનેક તર્ક વિતર્કો શરૂ થઈ ગયા હતા અને બિટકોઈન આ ભાવમાં ગાબડું પડ્યું હતું સરકાર દ્વારા ક્રિપટો માઇનિંગ પર પણ નજર કર્યાના સમાચાર મળી રહ્યા છે ત્યારે આ ચલણ વૈશ્વિક બજાર માટે ગભરાટ અને અજંપો વધ્યો હોવા થી વૈશ્વિક સમુદાય દ્વારા બેન કરવાનો નિર્ણય લીધો છે. બીટકોઈન માં ૧.૮ અબજ ડોલરનું ટ્રેડિંગ થયું હતું તથા ભાવ ગબડતા બીટકોઈન નું માર્કેટ કેપ ૮૪૨ થી ૮૪૩ અબજથી ઘટી ૮૦૬માં બજની સપાટીએ આવી પહોંચ્યું હતું.

સરખામણીમાં બીટકોઈન માં વોલેટિલિટી વધુ હોવાના કારણે તેનામાં જે વિશ્વસનીયતા હોવી જોઈએ તે જોવા મળતી નથી એટલે ધાર્યું પરિણામ મેળવવા માં બીટકોઈન નિષ્ફળ નિવડયું છે. એટલું જ નહીં બીટકોઈન કોઈના નિયંત્રણમાં ન હોવાના કારણે તેના પર ભરોસો કરવો પણ ખૂબ જ જોખમી સાબિત થયો છે પરિણામે ચાઇના દ્વારા તેને બેન કરવામાં આવ્યું છે ચાઇના નું માનવું છે કે જો આ ચલણને પ્રવર્તિત પરિસ્થિતિમાં ચાલુ રાખવામાં આવે તો સમગ્ર દેશની અર્થવ્યવસ્થા પર ખતરો ઊભો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.