આપણાં દેશમાં અંગ્રેજોના શાસન કાળ દરમિયાન રવિવારની રજા જાહેર થઇ હતી: ઇન્ડસ્ટ્રીયલ વર્કરો માટે છેલ્લા બે દશકાથી અલગ અલગ વારે રજા આવે છે: આખું અઠવાડીયું કામ કરીને સપ્તાહને અંતે રજા સૌને માનસિક આરામ આપે છે

વીક એન્ડનો ક્રેઝ વિદેશોમાં વધુ જોવા મળે છે: બાળકોને શાળામાં શનિવારે અડધો દિવસને રવિવારની રજાનો જલ્સો પડી જાય છે: સન્ડે ફન ડે ઉજવવા લગભગ બધા ફેમીલી આસપાસના કુદરતી માહોલમાં પીકનીક પર જાય છે

પરિવારમાં સૌને રવિવારની રજા આવતી હોય, બધા જ પપ્પા સંતાનોની ડિમાન્ડ રવિવારે પુરી કરે છે. કારખાનામાં કામ કરતા વર્કરો બુધવારે ગામ-શહેરમાં બીજાું બધુ ચાલુ હોવાથી સવારમાં પોતાના કામ આટોપીને પવિારને બપોર પછી સમય આપે છે. વી કેન્ડ આવે એટલે બાળથી મોટેરામાં આનંદ છવાઇ જાય છે. લોકો આ દિવસે વધુ આરામ સાથે પરિવારને વધુ સમય કે આખા અઠવાડીયાના બાકી  રહેલા ઘરના કામો પૂર્ણ કરવામાં કામે લાગે છે. ઘરની મહિલાને માત્ર એક દિવસ રજા આવતી હોવાથીતેની પણ ડિમાન્ડ ફરવા જવાની હોય છે. પહેલા આપણાં દેશમાં રજા ન હતી, પણ અંગ્રેજી શાસન દરમ્યાન લોક માંગણી બાદ રવિવારે રજા અપાઇ હતી. વિશ્ર્વના બધા દેશોમાં રવિવારની ઉજવણી થાય છે, એટલે જ આપણે પણ ‘સન ડે ફન ડે’ ઉજવવા લાગ્યા.

સોમથી શનિ સતત કામને કારણે પાકેલ માનવી આરામ મળે, પરિવાર સાથે સમય વિતાવે, બહાર ફરવા જાય તે માટે રવિવાર રજાનો દિવસ જાહેર કરાયો હતો. પૃથ્વી પર વસતો ગરીબ કે તવંગર ગમે તે હોય પણ વીકેન્ડમાં તેનો આનંદ અને માનસિક આનંદ ડબલ થઇ જાય છે. બાળકોને શાળામાં રજા હોવાથી તેની તૈયારીમાંથી એક દિવસનુ મુકિત મહિલા વર્ગ માટે ખુશીનો માહોલ હોય છે. શિક્ષણમાં શનિવારે સંગીત, ચિત્ર, રમત ગમત જેવા તાસ હોવાથી બાળકો આગલા દિવસથી આનંદિત થઇ જાય છે. ઘણા કર્મચારી મંડળોએ ફાઇવ ડે વીકની માંગણી કરી રહ્યા છે, કારણમાં તે સતત કાર્યથી કંટાળી જાય છે. અને પરિવારને સમય આપી શકતા નથી.

દરેક માનવીનું રૂટીન કાર્ય સવારે  8 થી રાત્રીના 8 ની આસપાસ જોવા મળે છે. રજાઓમાં મોટાભાગે પરિવાર સાથે કુદરતી વાતાવરણમાં ઘેરથી જમવાનું લઇને જવાનો પ્લાન બનાવે છે. વન ભોજનનું મહત્વ વિશેષ કાઠિયાવાડી સંસ્કૃતિમાં જોવા મળે છે, શનિ-રવિ ની આજુબાજુ આવતી જાહેર રજાઓ તો આનંદનો જલ્વો લાવી દે છે. ધો. 10-1ર ની બોર્ડમાં ભણતા છાત્રોના વાલીઓને 365 દિવસ સરખા જ જોવા મળે છે. નાનકડા બાળકોને ગાર્ડન – મોલ – ફિલ્મ કે બહાર જમવા લઇ જવાનો પ્લાન હોય છે. સંયુકત કુટુંબમાં રહેનારાઓની વિશાળ સંખ્યા તો બહાર જાય ત્યારે મેળા જેવું વાતાવરણ લાગતું હોય છે. આપણે ત્યાં હોળી, ધુળેટી, નવરાત્રી, સાતમ-આઠમ, દિવાળી જેવા તહેવારો અને ઉનાળુ -શિયાળું વેકેશનના સમયમાં બહારગામ જવાનું કે પર્યટન સ્થળે જવાનું મા-બાપ પ્લાનીંગ કરતાં હોય છે.

આજના યુગમાં તો લગભગ બધા પાસે ટુ વ્હીલર કે ફોર વ્હીલર હોવાથી પરિવાર સાથે રવિવારની ઉજવણી કરે છે, ન હોય તે રિક્ષા કે બસનો ઉપયોગ કરીને પણ પરિવારને ખુશી આપે છે. શનિ-રવિને બાદ કરતા આજના યુગમાં માનવી તાણ વાળી જીંદગી જીવતો જ જોવા મળે છે. ઘણાં ભણવામાં હોંશિયાર વિદ્યાર્થીઓ રજામાં પણ ગૃહ કાર્ય કરતા જોવા મળે છે. શેરી-ગલ્લીમાં, ફલેટના પાકીંગમાં રવિવારનો માહોલ બાળકોના કલરવથી ગુંજી ઉઠે છે. પહેલાની રજા ઉજવણી અને આજની રજા ઉજવણીમાં ફરક જોવા મળે છે. ઇલેકટ્રોનિક ગેઝેટ, ટીવ, મોબાઇલ વિગેરે આવવાથી રવિવારની રજાનો આનંદ ઓછો થઇ જાય છે.

રજા દરેકના જીવનમા હોવી જ જોઇએ, તેના વગર સતત કામને કારણે સ્વાસ્થ્ય બગડે છે. 1857માં મજુરોના નેતા મેઘાજી રજાની માંગણી સાથે આગેવાની લઇને લડત ચલાવીને અંગ્રેજ સરકાર પાસે માંગણી મૂકીને રજા મંજુર કરાવી હતી. બીજી એક માન્યતા ધાર્મિક વાતને સમર્થન આપે છે કે રવિવાર સૂર્પ ભગવાનનો હોય છે, તેથી રજા રાખવી, જે હોય તે પણ સન ડે આપણા જીવનમાં આનંદ, ઉમંગ અને ઉત્સાહ લાવે છે. જો કે અમુક દેશોમાં રવિવારને બદલે બીજા વારે  રજા હોય છે. કર્મચારીને વીકેન્ડમાં કામનું મહેનતાણું મળી જતું હોવાથી તેની ખુશી બમણી થઇ જાય છે. આપણાં સૌનો ફેવરીટ દિવસ રવિવાર જ હોય છે. ઘણા કામચોર કર્મચારી રજા કે રવિવારની રાહ જ જોતા હોય છે.

ઘણા લોકો રજાના દિવસે થાક ઉતારવા અને આરામ કરવામાં જ વિતાવે છે. રોમન કેથોલીક અને ઇસાઇ રવિવારને ભગવાનનો દિવસ માને છે, યુરોપ સહિતના દેશોમાં રવિવારે લોકો ચર્ચમાં જતા હોવાથી રવિવારની રજા ચલણમાં આવી તેવી પણ માનયતા છે. સતત છ દિવસના સતત કાર્ય બાદ કંટાળાજનક માનસિક અવસ્થામાંથી રજાનો રવિવાર માનવીમાં સ્કૂર્તિના નવો સંચાર કરે છે. અઠવાડીયે  આવતો એક રવિવાર મોજ મજાને મસ્તી કરવાનો સમય હોય છે.

રવિવારની રજાની ‘મજા’ ઉત્સાહ – ઉમંગનો સંચાર કરે

આજનો યુવા વર્ગ તો શનિવારે જ રવિવારની ઉજવણીનું પ્લાનીંગ કરીને ગ્રુપમાં શેર કરી દેતો જોવા મળે છે. દરેકના જીવનમાં રવિવારની રજાની મોજ મસ્તી અને મજા શરીરમાં ઉત્સાહ અને ઉમંગનો સંચાર કરે છે. ગુજરાત સરકારે તો એક-બે વાર નવરાત્રીમાં પણ શાળાઓમાં રજા જાહેર કરી હતી. સન ડે ફનડેની ઉજવણી બાદ સોમવારે શાળાએ જવાનું કે કામે જવાનું મોટાભાગને ગમતું નથી. દરરોજ અપડાઉન કરનારાઓ માટે તો સૌથ વધુ આનંદ જોવા મળે છે. દરેકના જીવનમાં સતત કાર્ય બાદ જોઇતો વિરામ એટલે રવિવાર છે. સાત વારનું ગીત આપણે નાના હતા ત્યારે બહુ જ ગાતા અને સાતેયવારના નામ આપણને આવડી જતા હતા. મનોરંજનના આનંદ જેવડો જ રવિવારની રજાનો આનંદ હોય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.