Abtak Media Google News

છેલ્લા એક અઠવાડિયાથી ભારતમાં સોશિયલ મીડિયા અને સરકાર વચ્ચે નવા નિયમોને લઇને ભારે ચર્ચા થઇ. વોટ્સએપે સરકાર સામે પડવાનું રિસ્ક લીધું અને કોર્ટના દરવાજા ખખડાવ્યા. જો કે વોટ્સએપ સિવાય ફેસબૂક, ગૂગલ, યૂટ્યુબ સહિતના અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે ચૂપચાપ નવા નિયમો અપનાવી લીધા. તો અમેઝોનની 8.5 બીલીયન ડીલ પણ ચર્ચામાં રહી હતી. આ સપ્તાહમાં ભારે ચર્ચામાં રહેલા ટેક્નોલોજીના સમાચાર પર ટૂંકમાં એક નજર કરી લઇએ જે આવતા દિવસોમાં ક્યાંકને ક્યાંક આપણને જરૂર અસર કરવાના છે.

વોટ્સએપ અને સરકાર વચ્ચે કાયદાનું યુદ્ધ

ભારત સરકારના નવા આઇટી એક્ટના નિયમો બીજી બધી એપ્લિકેશને ચૂપચાપ સ્વીકાર કર્યો પરંતુ વોટ્સએપે વાંધો ઉઠાવ્યો હતો. વોટ્એપે દિલ્હી હાઇકોર્ટમાં સરકાર વિરુદ્ધ એક અરજી દાખલ કરી છે. અરજીમાં વોટ્સએપની અપીલ છે કે ભારત કરકારના નવા નિયમો યૂઝર્સની પ્રાઇવેસીનું ઉલ્લંઘન છે. સાથે જ તેનું કહેવું છે કે સરકાર જ્યારે કાયદાકીય રીતે યૂઝર્સનો ડેટા માગે છે ત્યારે અમે આપીએ જ છીએ. આવતા દિવસોમાં આ મુદ્દે દેશમાં ભારે ચર્ચા થઇ શકે છે.

અમેઝોનની MGM 8.5 બિલિયન ડીલનો અર્થ શું ?

અમેઝોન ડોટ કોમ ટૂંક સમયમાં MGM કંપની ખરીદી લેશે. MGMએ અમેરિકાનો જાણીતો ફિલ્મ સ્ટુડિયો છે, આ એજ સ્ટુડિયો છે જેની પાસે જેમ્સ બોન્ડની ફ્રેન્ચાઇસી છે. અમેઝોન અને MGM વચ્ચે 8.45 બિલિયન ડોલરની ડીલ થઇ ચૂકી છે. આ ડીલ થવાથી ભારતીય ફિલ્મ રસીકો જેઓએ અમેઝોનનું પ્રાઇમ સપ્સક્રિપ્સન લીધું છે તેઓને ખાસ ફાયદો થશે. આ ડીલની સીધી ટક્કર નેટફ્લિક્સ સાથે થઇ શકે છે. અમેઝોનના ગ્રાહકોને વધુ ફિલ્મો, ટીવી શો, વેબ સીરિઝ સહિતના લાભ થશે.

ગૂગલ અને JIO બનાવશે સ્માર્ટફોન

થોડા સમય પહેલા જ ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ જાહેરાત કરતાં કહ્યું કે, તેઓ પોતાના પાર્ટનગર જીઓ સાથે એક સ્માર્ટફોન બનાવવા પર કામ કરી રહ્યાં છે. તેઓ એવો સ્માર્ટફોન બનાવશે જેને ગ્રાહકો વધુ પસંદ કરશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ગૂગલે જીયોનો 7.7 હિસ્સો રૂપિયા 33,737 કરોડમાં ખરીદ્યો હતો. આ ડીલ સાથે જ જીઓએ કોમર્શિયલ એન્ગેજમેન્ટમાં એન્ટ્રી કરી લીધી છે.

આરોગ્ય સેતુમાં આવશે બ્લૂ ટીક

ભારત સરકારે કોરોનાકાળમાં લોન્ચ કરેલી આરોગ્ય સેતુમાં પણ હવે બ્લૂ સ્ટીક જોવા મળશે. આ એપ્લિકેશનમાં બ્લૂ ટીક પર કામ ચાલી રહ્યું છે. આ બ્લૂ ટીકની મદદથી તમારું વેક્સીનેશન થઇ ગયું છે કે નહીં તે તમે ઘર બેઠા ચેક કરી શકશો. તમે રસી લઇ લેશો એટલે આરોગ્ય સેતુ પણ તમારા નામની સામે ડબલ બ્લૂ ટીક થઇ થશે અને તમને બ્લૂ શિલ્ડ આપવામાં આવશે.

સરકારે ટ્વીટરને આડેહાથ લીધું

ભારત સરકારે ટ્વીટરને આડેહાથ લઇ ખરાખોટી સંભળાવી છે. હાલમાં જ ટ્વીટરે દિલ્હી પોલીસ પર ડરાવવા અને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો. જેના જવાબમાં ભારતીય આઇટી મિનિસ્ટ્રીએ ટ્વીટરને કહ્યું કે તમારા આરોપો ખોટા છે જે દેશનું અપમાન કરવા બરાબર છે. છેલ્લા કેટલાક સમયથી ટ્વીટર પર ટૂલકીટને લઇને રાજકારણ ગરમાયું હતું જેના કારણે ટ્વીટર પર કેટલાક ગંભીર આક્ષેપો થઇ રહ્યાં હતા.

OnePlusએ ભારતમાં ઇવેન્ટની જાહેરાત કરી

BBK કંપનીએ પોતાના વનપ્લ બ્રાન્ડને લઇને ભારતમાં સમર લોન્ચ ઇવેન્ટની જાહેરાત કરી છે.  કંપનનીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર જાહેરાત કરતાં લખ્યું કે તેનો આગામી ફોન કેવો હશે તે અંગે આ ઇવેન્ટમાં જાણવા મળશે. વનપ્લસ સ્માર્ટફોનના યૂઝર્સની સંખ્યા ભારતમાં લાખો છે. ત્યારે અનેક લોકો તેના નવા મોડેલની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે.

ઇન્સ્ટાગ્રામમાં આવ્યું નવું ફિચર્સ

હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્ટાગ્રામમાં એક નવું ફિચર્સ આવ્યું છે. જેમાં યૂઝર્સ પોતાની પોસ્ટ પર મળેલી લાઇક્સને છૂપાવી શકે છે. એટલું જ નહીં આ નવા ફિચર્સથી તે પોતાની અન્ય પોસ્ટમાં પણ આ પ્રકારે લાઇક્સ હાઇડ કરી શકે છે. અત્યાર સુધીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવું ફિચર્સ આવ્યું નથી. જો કે આવતા દિવસોમાં અન્ય પ્લેટફોર્મ પર આવી શકે છે.

માઇક્રોસોફ્ટનું પાવરફૂલ લેપટોપ

માઇક્રોસોફ્ટે ભારતમાં સરફેસ લેપટોપ 4 લોન્ચ કર્યું છે. માઇક્રોસોફ્ટે પોતાના આ લેપટોપને સૌથી પાવરફૂલ લેપટોપ ગણાવ્યું છે. જેમાં અનેક હાર્ડવેર ક્ધફીરગેશન હશે.  આ પાવરફૂલ લેપટોપની કિંમત 1,02,999 રાખવામાં આવી છે. હાલ આ લેપટોપ તમે અમેઝોન પરથી ખરીદી શકો છો.

રિયલમીની સબ બ્રાન્ડ DIZO

હાલમાં જ રિયલમીએ પોતાની સબબ્રાન્ડ DIZOની દુનિયાભરમાં જાહેરાત કરી છે. ડીઝો એક ટેકલાઇફ ઇકોસિસ્ટમ બ્રાન્ડ છે. જે આવનારા દિવસોમાં રિયલમીની પ્રોડક્ટ સાથે જોવા મળશે.

ટ્વીટરને પૈસા ચૂકવવા પડશે ?

છેલ્લા કેટલાક સમયથી ચાલી આવતી અફવાઓનો અંત આવ્યો છે. સોશિયલ મીડિયા નેટવર્કિંગ પ્લેટફોર્મ ટ્વીટરે પોતાના પેઇડ સબ્સક્રિપ્શનની જાહેરાત કરી દીધી છે. જેનું નામ છે ટ્વીટર બ્લૂ. આ સુવિધાની અમેરિકા અને ઞઊંમાં શરૂઆત થઇ ચૂકી છે. આ સુવિધાનો લાભ લેવા માટે યૂઝર્સ મહિને 2.29 ડોલર્સ ચૂવવાનો રહેશે.

વોટ્સએપ વેબ યૂઝર્સને મળશે આ સુવિધા

ઇન્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ ફરી એકવાર નવું ફિચર્સ લઇને આવ્યું છે. જેમાં એવા યૂઝર્સને ફાયદો થશે જેઓ વેબ વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યાં છે. જેમાં ડેસ્કટોપ વર્ઝનમાં યૂઝર્સ વોઇસ મેસેજ મોકલી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.