શા માટે 30 વર્ષ પછી ગર્ભધારણ કરવું જોખમી ગણાય ?

0
206

દરેક સ્ત્રી માટે માં બનવું સૌભાગ્યની વાત છે પરંતુ જમાનાની સાથે સ્ત્રીઓ પણ પગભર થવા લાગી છે.એટલે જ આજકાલ સ્ત્રીઓ પહેલા સફળ કારકિર્દી બનાવી ભવિષ્યનું પ્લાનીંગ કરતી હોય છે. પરંતુ સફળ કારકિર્દી બનાવવાની હોડમાં મોટી ઉંમરે લગ્ન અને લાંબાગાળે ગર્ભધારણ કરવાનું વિચારે છે. જે પોતાના આરોગ્ય માટે યોગ્ય નથી. ખરેખર 25 થી 30 વર્ષની વચ્ચે ગર્ભધારણ કરવાનો નિષ્ણાંતોના મતે શ્રેષ્ઠ સમય છે.

કારણ કે આ ઉંમરમાં તે સ્વસ્થ બાળકને જન્મ આપી શકે છે. 30 વર્ષની ઉંમર પછી ગર્ભધારણ કરવાથી બાળકની સાથે મહિલા માટે પણ જોખમ ઉભુ થાય છે. 30 વર્ષ પહેલા જ જો બાળક કરવામાં આવે તો આ સમય દરમ્યાન મહિલાઓની પ્રજનનક્ષમતા સારી હોય છે. અને તેમના અંડ પણ તંદુરસ્ત હોય છે. આ સિવાય આ ઉમરમા મહિલાઓના શરીરના બીજા અંદરનાં અવયવો સ્વસ્થ અને યુવાન હોય છે. તેથી 30 વર્ષ પહેલા ગર્ભધારણ કરવાનો શ્રેષ્ઠ સમય છે. 30 વર્ષ પછી પણ કુદરતી રીતે બાળક પેદા થાય છે. પણ જેમ જેમ ઉંમર વધે અને ખાસ કરીને 35 વર્ષ પછી તો મહિલાઓનાં ડિંબ અને અંડની ગુણવતામાં ઘટાડો થવા લાગે છે. ઉંમર વધવા સાથે મહિલાઓએ ગર્ભાવસ્થા સાથે સંકળાયેલી કેટલીક મુશકેલીઓનો સામનો કરવો પડે છે. 30 વર્ષ પછી પ્રથમ વખત મા બનનારી મહિલાઓનું વજન વધુ પડતુ વધે નહિ તેનું ધ્યાન રાખવું જોઈએ.

આ ઉપરાંત 30 વર્ષ પછી ગર્ભધારણ કરનારી મહિલાઓએ કામકાજની વચ્ચે 8 કલાકની પુરતી ઉંઘ લેવી અતિ આવશ્યક છે. સમયાંતરે ડોકટર પાસે તપાસ કરાવી પણ એટલી જ આવશ્યક છે. ઉંમર વધવાની સાથે માસિક ચક્રની દરેક સાઈકલ વખતે મહિલાઓ પોતાના અમુક અંડ ગુમાવવા લાગે છે તેથી જ સમયાંતરે ગર્ભધારણ કરવું જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here