કેમ જરૂરી છે સ્ત્રી માટે પુરુષનો સાથ

સુરક્ષા એક બહુજ મોટું કારણ છે જેને લઈને સ્ત્રી અને પુરુષને એકબીજાના સાથની જરૂર પડે છે. જો કે, બન્ને માટે સુરક્ષાની વ્યખ્યા અલગ-અલગ હોય છે. શારીરિક સંતુષ્ટિ અને પરિવારને આગળ વધારવા માટે સ્ત્રી પુરુષ બન્ને એકબીજા પર નિર્ભર રહે છે. આ પણ એક મોટું કારણ છે કે, સ્ત્રીને ઘર સંભાળવા પુરુષની આર્થિક રીતે જરૂર પડે છે તો પુરુષને પણ સ્ત્રીની જરૂર પડે છે.

ભાવનાત્મક સહયોગ અને મનોબળ માટે પણ એકબીજાને અમુલ્ય મને છે. દરેક વ્યક્તિને એક એવા શખ્સની શોધ હોય છે જે તેની વાતોને સમજી શકે, તેમને સમજી શકે. તેવામાં એક સાથીનું હોવું ઘણું જ જરૂરી હોય છે. સ્ત્રી હોય કે પુરુષ બન્નેને એક સલાહકારની જરૂર હોય છે, અને તે સલાહકાર પોતાનો સાથી હોય તો તેનાથી વધારે શ્રેષ્ઠ બીજું કોણ હોઈ શકે? સ્ત્રીઓની વિચારધારા, પુરુષોની વિચારધારાથી અલગ હોય છે અને સાથે રહેવાથી વિચારોનું ક્ષેત્ર વધે છે. પોતાના સાથી પાસેથી જે સલાહ મળે છે તેને સમજવામાં અને સમજાવામાં વધારે સમય નથી લાગતો. સ્ત્રીઓમાં કેટલાક એવા ગુણ હોય છે જે પુરુષોમાં નથી હોતા અને પુરુષોમાં કેટલીક ખાસિયતો હોય છે જે મહિલાઓમાં નથી હોતી. પુરુષોમાં પોતાના સાથીને મનાવવાની ખાસિયત સારી હોય છે તો સ્ત્રીઓમાં પોતાના સાથીને દરેક પળે ખુશ રાખવાનો ગુણ હોય છે. તેવામાં બન્નેનો સાથ તેમને સંપૂર્ણ કરે છે.