Abtak Media Google News

હિન્દીને રાજભાષાનો દરજજો આપવાનો પ્રથમ પ્રયાસ ગાંધીજીએ 19મી સદીમાં કરેલો

હિન્દી ભાષાને જો શીખે અથવા તો શીખડાવામાં આવે તો ભારતના વિકાસને કોઇ રોકી શકે તેમ નથી: પ્રો. ડો. અમીબેન દવે

હિન્દી સાહિત્ય સમાજનું દર્પણ છે હિન્દી ભાષા આપણી આંખ છે: ડો. એમ.જી. ગાંધી

‘અબતક’નો લોકપ્રિય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’ માં હિન્દી ભાષાના પ્રાઘ્યાપક ડો. અમીબેન દવે પાઠક, પ્રો. ડો. એમ.જી. ગાંધી  દ્વારા હિન્દી દિન વિશેની વિશેષ માહીતી પ્રસ્તુત કરતો કાર્યક્રમ તાજેતરમાં જ ‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેનો સંક્ષિપ્ત અહેવાલ અહીં રજુ કર્યો છે. જેમાં હિન્દી ભાષાને કયારે રાજભાષા તરીકે સ્વીકારી અને હિન્દી ભાષાનું પખવાડીયા કયારે બનાવવામાં આવે છે વગેરે માહીતી સભર આ કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળ્યો છે.

પ્રશ્ર્ન:- હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજજો આપવો જરુરી છે તો શા માટે?

જવાબ:- રાષ્ટ્ર ભાષા સાથ.ે વ્યકિત જોડાય છે અને વ્યકિત ભાષા થકી નજીક આવી શકે છે. અને હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજજો દેવાય છે. ત્યારે લોકો દેશભકિત, રાષ્ટ્રીય ચેતનાની જાગૃતિ થશે.

પ્રશ્ર્ન:- હિન્દી દિન ઉજવણી કયારે થઇ અને ભારત અને અન્ય દેશોમાં કેવી રીતે થઇ?

જવાબ:- 1918 માં મહાત્મા ગાંધીજીએ કહ્યું હિન્દીને રાષ્ટ્ર ભાષાનો દરજજો આપવો જોઇએ પરંતુ કોઇ કારણોસર હિન્દીને રાષ્ટ્રભાષા નો દરજજો આપી ન શકાયા એટલે તેમને રાજય ભાષા દરજજો અપી 1954 ભારતીય સંવિધાનને ભારતીય હિન્દી ભાષાને રાજય ભાષાનો સ્વીકાર કર્યા 1953, ના 14 સપ્ટેમ્બરથી હિન્દી દિન ઉજવણી શરુ થઇ આપણે 68 વર્ષ હિન્દી દિન ઉજવણી કરીએ છીએ. વિશ્ર્વમાં 10 જાન્યુઆરી અને ભારતમાં 14 સપ્ટેમ્બર હિન્દી દિનની ઉજવણી કરવામાં આવે છે. 14 સપ્ટેમ્બરથી ર8 સપ્ટેમ્બર પખવાડીયું ઉજવાય છે.

પ્રશ્ર્ન:- કોઇપણ પ્રાંતના પોતાની ભાષા બોલતા હોય અને જયારે હિંદી ભાષા બોલે ત્યારે તેની ભાષા સાથે ભળી જતી હોય છે. એનું શું કારણ

જવાબ:- કોઇપણ વ્યકિત હોય છે તે જન્મથી લઇ ને પોતાની મુળભૂત ભાષા સાથે જોડાયેલો હોય છે ત્યારે શીખેલી ભાષા પર મૂળભૂત ભાષાની અસર દેખાય છે?

પ્રશ્ર્ન:- કોલેજ કાળમાં હિન્દી વિષય પસંદ કરીયે તો તેમા આગળ વધવા માટે કેટલી તકો મળી શકે?

જવાબ:- હિન્દી વિષય સાથે માસ્ટરી કરવાથી કેન્દ્ર સરકાર કચેરી તેમજ શિક્ષક, પ્રાઘ્યાપક હિન્દી અધિકારી તરીકે પણ નોકરી મળે છે.

પ્રશ્ર્ન:- હિન્દી તરફ સમાજ આકર્ષતિ થાય તેવો કોઇ ઉપાય છે ખરો?

જવાબ:- હિન્દી એક મીઠી ભાષા છે વધુને વધુ સરળ બનાવવામાં આવે તો હિન્દી ભાષા સર્વસ્વીકૃત બની શકે છે.

પ્રશ્ર્ન:- ભારતના રાજય હિન્દી પ્રત્યે સૂત્ર છે તો આવું શું કારણે અને કયાં સુધી?

જવાબ:- 1959 હિન્દી રાજયભાષા અને અંગ્રેજી વિકલ્પક ભાષા તરીકે પસંદ કરી હતી. પરંતુ 1965 સુધી અમલ થઇ ના હતી હિન્દી પ્રેમીએ હલચલ શરુ થઇ ત્યારે દક્ષિણના રાજય જોરદાર વિરોધ કર્યો તેમાં કેટલાકના મોત પણ થયા અને તે લોકોએ હિન્દી ભાષાને રાજયભાષા સ્વીકાર્ય ન કરી. વિશ્ર્વના પાંચ હજાર ભાષા બોલાય છે અને ભારતમાં રર ભાષા બોલાય છે અમુક પ્રાંત કારણે હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકાર નથી કરતાં.

પ્રશ્ર્ન:- હિન્દી ભાષાને રાજભાષા બનાવવા ગુજરાતી લોકોનું એટલે કોનું પ્રદાન છે.

જવાબ:- પહેલું 1918માં મહાત્મા ગાંધી, સ્વામી દયાનંદ સરસ્વતિ, કનૈયાલાલ, માણેકલાલ મુનસી આ ત્રણ મહાનુભાવોને કારણે રાજભાષાતરીકે દરજજો મેળવવા મહત્વની ભૂમિકા મળેલી છે.

પ્રશ્ર્ન:- કોલેજમાં હિન્દી લઇને કઇ કઇ પ્રવૃતિ કરતા હોય છે.

જવાબ:- હિન્દી સાપ્તાહ, અલગ અલગ સ્પર્ધા જેવી હિન્દી નિબંધ, હિન્દી કાર્ડ, હિન્દી શુભેચ્છા કાર્ડ, હિન્દી પત્રલેખન,, હિન્દી સાહિત્ય કી વકૃતત્વ સ્પર્ધાનું  હિન્દી નિબંધ, ગીતા જ્ઞાન માનસમંથન હિન્દી સામાન્ય જ્ઞાન સ્પર્ધા વગેરે પ્રવૃતિ હિન્દીને પ્રચાર પ્રસાર કરીયે છીએ.

પ્રશ્ર્ન:- વિદેશી લોકો હવે હિન્દી બોલતા શીખે છે એવું આકર્ષક હિન્દી ભાષાનું વઘ્યું છે.

જવાબ:- હિન્દી ભાષા મીઠી છે અને ભારતીય સંસ્કૃતિ દ્વારા હિન્દી ભાષાનું જતન થાય છે હિન્દી ભાષા એ વ્યાકરણ ની દ્રષ્ટિએ શું છે હિન્દી ભાષા વ્યાપાર માટે મોટામાં મોટું કેન્દ્ર છે આપણી સંસ્કૃતિ વિવિધ ભારતીય સંસ્કૃતિ એ વિવિધ સંસ્કૃતને જાણવા માટે હિન્દી શેખી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.