Abtak Media Google News

ધનકુબેરોને ફતંગ-દિવાળીયાઓથી ચિંતા

208 બિલિયન ડોલરના સામ્રાજ્યની કમાન વારસદારોને આપવા કવાયત હાથ ધરાઈ રહી છે

અબતક, નવીદિલ્હી

કોઈ પણ સ્થાપિત ઉદ્યોગને વધુ વિકસિત હતો જોવો હોય તો એ જ સમય બાદ તેને તેના વારસદારોને આપવો ખૂબ જ જરૂરી છે જો આ કરવામાં કોઇ પણ ઉદ્યોગસાહસિક સફળ થાય તો તેનો ઉપયોગ પૂરઝડપે વિકસિત થઇ શકે છે પરંતુ સામે એ વાતનો પણ ખ્યાલ રાખવો એટલો જ જરૂરી છે કે ફતંગ-દિવાળીયાઓથી બચવું પડે. હાલ અંબાણી સહિતના વિશ્વના ખેરખાઓ પોતાનો ઉદ્યોગ તેમના વારસદારોને આપવા માટે સજ્જ થઇ રહ્યા છે. આ પૂર્વે વર્ષ 2002 થી 2005માં રિલાયન્સ માં ઘણા પ્રશ્નો ઊભા થયા હતા પરિણામે તેને સૂઝબૂઝ સાથે સોલ્વ પણ કરવામાં આવ્યા હતા.

ધીરુભાઈ અંબાણીએ જે રીતે રિલાયન્સ ની સ્થાપના કરી પરંતુ યોગ્ય સમયે તેની સુકાન પોતાના વારસદારોને સોંપવામાં આવી જોઈએ તે ન આવતા પ્રશ્નો ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ઉભરી આવ્યા હતા. પ્રીતિ હવે રિલાયન્સમાં ન આવે તે માટે મુકેશ અંબાણી પોતાના 208 બિલિયન ડોલરના સામ્રાજ્ય અને તેના વારસદારને સોંપવા માટે સજ્જ થયા છે. મિત્ર રિલાયન્સ નહીં પરંતુ વોલ્ટન પરિવાર દ્વારા પણ આ પ્રકારે તેમનો વ્યાપાર અને તેમનો ઉપયોગ તેમના પરિવારને સોંપવામાં આવેલો છે.

સમગ્ર વિશ્વમાં પથરાયેલા ઉદ્યોગને યોગ્ય રીતે વારસદારો જાળવી શકે એ જાણવું પણ એટલું જ જરૂરી છે જો વારસદારોમાં એ જોવા ન મળતું હોય તો ઉદ્યોગનું કોઈ દિવસ વિકાસ શક્ય થઈ શકે નહીં ત્યારે હવે રિલાયન્સ માટે તેની કમાન પોતાના વારસદારોને આપવા માટે જે કવાયત હાથ ધરવામાં આવી  છે તે  સમય જ બતાવશે કે એ નિર્ણય ખરા અર્થમાં કેટલો યોગ્ય સાબિત થયો છે.

આ તકે વિશ્વના ધનકુબેર એવા મુકેશ અંબાણી નું માનવું છે કે રિલાયન્સ ની દુકાન જ્યારે તેના વારસદારોને સોંપવામાં આવશે ત્યારબાદ કંપની ખરા અર્થમાં ઉચ્ચ શિખરો સર કરશે અને ઘણી સફળતા પણ અંકે કરશે જેથી જે નિર્ણય લેવામાં આવ્યો છે કે રિલાયન્સ નું સુકાન હવે નવી પેઢીને સોંપવામાં આવે તે નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવેલો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.