Abtak Media Google News

બાળકોમાં મેદસ્વિતાને ઘટાડવાની જવાબદારી માતા-પિતાએ જ લેવી પડશે જેથી દેશનું ભવિષ્ય જોખમમાં ન મૂકાય, અને આપણા દેશને માત્ર માનસિક જ નહીં શારીરિક રીતે પણ મજબૂત યુવાધન મળે…

મેદસ્વિતા ધરાવતા બાળકોમાં ‘આળસ’નું પ્રમાણ વધુ જોવા મળે છે બાળકોમાં મેદસ્વિતા વધુ હોવાનું મુખ્ય કારણ જંક ફૂડનું સેવન વધારે તથા આઉટડોર ગેમ્સનું પ્રમાણ ઓછું હોવાનો નિષ્ણાંતોનો અભિપ્રાય

મેદસ્વિતાએ આજના સમયની જોખમી અને પડકારજનક બાબત છે. ખાસ કરીને બાળકો માટે, જૂની પેઢીના બાળકો કરતા આજના બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ વધુ જોવા મળે છે. તેના કેટલાંક કારણો છે જો કે આ અંગે કેટલાંક તબીબોએ પોતાના સમર્થનમાં આ અંગેનું નિવારણ પણ જણાવ્યું છે.

બાળકોમાં રહેલી મેદસ્વીતાનું મુખ્ય કારણ લાઇફ સ્ટાઇલ અને ભોજનશૈલી છે. જૂની પેઢીના બાળકો ઘરમાં રહેવાનું પસંદ ન કરતા અને વધુ પડતી આઉટ ડોર ગેમ્પ જેવી કે કબડ્ડી, છૂપાછૂપી વગેરે પસંદ કરતા હતા. જેની સાપેક્ષમાં અત્યારના બાળકો દ્વારા ઇનડોર ગેમ્સને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. તેમજ ભૌજન શૈલીમાં પણ જુની પેઢીના બાળકો ફુટ, લીલા શાકભાજી અને ચરબી રહિત ખોરાક વધારે પસંદ કરતા જયારે અત્યારના બાળકોની વાત કરીએ તો અત્યારના બાળકોમાં ડિજિટલ નગરી તરફનું આકર્ષણ, માઇન્ડ અને ઇનડોર ગેમ્સ તેમજ ભોજનશૈલીમાં ચરબીયુકત ખોરાક એટલે કે જંક ફુટ, સ્ટ્રીટ ફુડનું રૂજાનવધુ જોવા મળે છે. જે પ્રમાણમાં જોખમી છે. સ્થૂળતાના કારણે બાળકોમાં પણ ડાયાબીટીસ, બી.પી. જેવા રોગો ભેટ સ્વરૂપે મળે છે. અમુક કેસોમાં તો જન્મતાની સાથે જ બાળકને ડાયાબીટીસ હોય છે. ત્યારે આવા સમયે બાળકના માતા-પિતાની ભૂમિકા વધી જાય છે કે તે પોતાના  બાળકની સ્થૂળતા ન વધે તેની તકેદારી રાખે.

સ્થૂળ બાળકો માટે ખાન-પાનની તકેદારી, નિયમિત કસરત અને આઉટ ડોર ગેમ્સ વગેરે જરુરી પરિબળો છે. કારણ કે નિષ્ણાંતોના મતે સ્થુળ બાળકો માટે જીમમાં જવાની સલાહ પણ આપવામાં નથી આવતી તેનું કારણ એ હોય શકે કે બાળકનો શારીરિક, બૌઘ્ધિક વિકાસ કૃત્રિમ કરતા કુદરતી હોય તે વધુ હિતાવહ છે અને ‘જીમ’ની ભૂમિકા બાળકના એ બન્ને વિકાસમાં બાધા રૂપ બની શકે છે. સ્થૂળ બાળકો માટે પ્રગતિ કયારેય મંદ એટલા માટે હોય છે કારણ કે સ્થૂળતાના શિકાર બાળકોમાં આળસનું પ્રમાણ વધુ જોવા મળે છે.

કેટલાંક અનુભવીએ અને નિષ્ણાંતોના મતે સ્થુળતાનું એક કારણ આનુવાંશિક હોવાનું પણ માનવામાં આવે છે. બાળકના માતા-પિતા કે કુટુંબમાં જો કોઇ પહેલેથી જ મેદસ્વી હોય તો જિનેટીકલ કારણ મુજબ તેનું બાળક મેદસ્વી હોય છે, અને કયારેક આવા બાળકો સ્ટ્રેસ પણ ફીલ કરે છે. કારણ કે બાળકમાં સ્વીકાર કરવાની અને સહન કરવાની શકિત યુવાનો કે વડીલોની સાપેક્ષમાં ઓછી હોય છે. આવા સમયે માતા-પિતાની ભૂમિકા પ્રબળ બની જાય છે. કારણ કે કયારેક બાળક ડિપ્રેશનનો પણ શિકાર બની જાય છે અને આવા કેસમાં ઇગ્નોરન્સ કે અવોઇડ કરવાથી પણ બાળક સ્ટ્રેસ અથવા ડિપ્રેશન અનુભવે છે. તેથી આવું ન બને તે માટે માતા-પિતાએ તેમના બાળકને પોતાના દ્વારા ઇગ્નોર કરવામ)ં ન આવે અને અન્ય બાળકો સાથે પોતાના મેદસ્વી બાળકની સરખામણી કરવામાં ન આવે તે ખાસ જરૂરી છે. બાળકોમાં મેદસ્વીતાને ઘટાડવાની જવાબદારી માતા-પિતાએ જ લેવી પડશે જેથી દેશનું ભવિષ્ય જોખમમાં ન મૂકાય અને આપણા દેશને  શારિરીક તેમજ માનસિક રીતે મજબુત સતત કાર્યશીલ અને જવાબદાર યુવાધન મળે.

સ્થૂળતાના નિવારણ માટે આઉટડોર ગેમ્સ અને એકટીવીટી ખૂબ જ જરૂરી: ડો. સંજયભાઈ જીવરાજાણી

Vlcsnap 2020 09 05 10H51M50S759

ડો. સંજયભાઈ જીવરાજાણીએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે સ્થુળતા વિશ્ર્વમાં દિવસે ને દિવસે વધી રહી છે. સ્થૂળતાના કારણો જોવા જઈએ તો પહેલું કારણ ફાસ્ટફૂડ, જંકફૂડ છે. આપણી લાઈફ સ્ટાઈલમાં ફાસ્ટફૂડનું પ્રમાણ વધુ જોવા મળે છે. બ્રેડ, ટોસ્ટ, ખારી, ગાઠીયા, બીસ્કીટ, મેગી, બાળકોની ચોકલેટ, આઈસ્ક્રીમ આ બધાનો ઉપયોગ દિવસે ને દિવસે વધતો જાય છે. અને ઘરે પણ ફાસ્ટફૂડ બનાવવાનો ક્રેઝ વધ્યો છે. આપણે કંઈ વિચાર્યા વગર જ તેનું સેવન કરીએ છીએ જે આપણા શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે છે. વધારો થાય છે. જેનાથી મહિને ૩ કિલો ૧૨ મણેને ૧૨ થી ૨૫ કિલો સુધી વજન વધી જાય છે. બીજા કારણની વાત કરીએ તો બેઠાડુ જીવન, ઈનડોર ગેમ્સ બાળકોનાં વધી રહી છે. જેથી બાળકો ઉછળકુદ કરતા બંધ થયા છે. પહેલાના સમયમાં આઉટડોર ગેમ્સ ક્રિકેટ, વોલીબોલ, ગીલીડંડા જેવી રમતો રમાતી હતી. જે અત્યારે બંધ થઈ ગઈ છે. ફાસ્ટફૂડ ખાધા પછી કેલરી બાળવા એકસસાઈઝ થવી જોઈએ તે સાવ બંધ થઈ ગઈ છે. લોકો જીમમાં જાય ત્યારે ફ્રી એકસસાઈઝ કરવાને બદલે બોડી બનાવવામાં અને પાવડર લેવામાં સમય કાઢે છે. જેથી શરીરને નુકશાન થાય છે. બાળકો માટે ડાયટ ઘરનો હોવું જરૂરી છે. દેશી ગાયનું ઘી, લીલા શાકભાજી, ખોરાક સાથે કોઈ એક ફળ અને રાત્રે હળવું જમીને વહેલા સૂઈ જવું જોઈએ દરરોજ ૪૦ મીનીટની એકસસાઈઝ ગમે તેમ કરી ને કરવી જોઈએ જેથી ચયાપચયની ક્રિયા વ્યવસ્થિત થાય જેથી વધારાની ફેટ બને નહી અને ભવિષ્યમાં ડાયાબીટીસ, બ્લડ પ્રેશર જેવા રોગ થવાની શકયતા ઘટી જાય છે. આપણા શરીરને ચલાવતા ૭ ચક્રો છે તેમાં યોગ, પ્રાણાયમ, એકસસાઈઝ જરૂરી છે. તે ન થવાના કારણે શરીરની આખી સિસ્ટમ બગડી છે. જે સારા ફૂડ અને એકસસાઈઝ કરે તેવા બાળકો તેની સામે તે વીક પડે છે જેથી તેનું માનસીક સંતુલન કયારેક જળવાતું નથી અને માતા પિતા ને લાગે કે બાળક વીક છે ખરેખર બાળકોને સમજ આપવામાં નથી આવતી કે તે શું ખાય છે. અને તેનું પરિણામ શું આવશે. આનુવંશીકતા સ્થુળતાનું એક કારણ કહી શકાય પણ કોઈ વ્યકિતનું  વજન પહેલેથી વધારે હતુ તેના પીતાનો વજન વધારે હતો તો તેમાં કંઈ બીજી તકલીફ નથી થતી પણ તેના સિવાય ફેટ વધવાનું કારણ મોબાઈલ પણ છે. બધા રોગોનું મૂળ કારણ ફેટ છે. જેમકે આ સીવાય થાયરોઈડ જેવા ઘણા રોગોમાં પણ વજન ઘટાડવાની જરૂર પડે છે. ડાયટ માટે ઘરનો સાદો અને સાત્વિક ખોરાક જરૂરી છે. ખાસતો હંમેશા ખુશ રહેવું પણ જરૂરી છે. અમારે ત્યાં આવનાર બાળકો માટે તેનાં માતા પિતાને ડાયટ પ્લાન આપીએ છીએ, તેના વિશેનું માર્ગદર્શન આપવામાં આવે છે. ખોરાક શું લે છે તેનો ડેટા પણ દરરોજ વોટસપ દ્વારા મગાવવામાં આવે છે. અમારી પાસે આધુનીક મશીનો પણ ઉપલબ્ધ છે. પણ લોકોને પણ સાથે સાથે આત્મચિંતન રાખવું જરૂરી છે કે ડોકટરે જણાવ્યું તે રીતે કામ કરૂ છું જેથી દર મહિને ૫ કિલો જેટલો વજન ઓછુ થઈ શકે ૧૨ વર્ષ સુધીનાં બાળકોએ જીમમાં ન જવાય અને ૧૨ થી ૧૮ વર્ષ સુધીના બાળકોને ફ્રી એકસરસાઈઝ કરવી જોઈએ અને ૧૮ વર્ષ પછી જીમ જઈ શકે. બાળકો સ્વીમીંગ કરે, સાયકલીંગ કરે, ટેબલ ટેનીસ રમે તે જ સારૂ રહે છે. અત્યારના સમયમાં દરેક કાર્યમાં ઈગ્નોરન્સ તો છે જ જે ફેટી બાળકોને પણ અન્ય બાળકો દ્વારા સહન કરવું પડે છે. આવા સમયે માતા પિતાની જવાબદારી વધી જાય છે. કે તેઓ દ્વારા બાળકો ઈગ્નોર ના થાય અને બાળકોનું મનોબળ વધારવામાં મદદ કરે તથા પોતાના મેદસ્વી બાળકના વજનને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરે અને યોગ્ય ખોરાક વિશે સાચી સમજણ આપે.

બાળકોમાં મેદસ્વિતા અને સ્થુળતા જડમૂળથી નાબુદ થઈ શકે છે: અંજુબેન પાડલીયા (નેચરો થેરાપીસ્ટ)

Vlcsnap 2020 09 05 10H51M35S610

નેચરો થેરાપીસ્ટ અંજુબેન પાડલીયાએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે, જૂની પેઢીના બાળકોમાં આઉટડોર ગેમ્સવધુ પસંદ કરતા અને સતત કોઈ પણ કાર્યમાં વળગી રહેતા હાલ નવી પેઢીના બાળકો ઈન્ડોર રમત તરફ વળ્યા છે. સાથે જંકફૂડનું સેવન વધુ કરી રહ્યા છે. જેથી તેમનામાં મેદસ્વીતા અને સ્થૂળતા વધુ જોવા મળી રહી છે. ખોરાકની મહત્વતા વધુ જરૂરી છે. હાલ બાળકોને અનિયમિત અથવા સમયસર ખોરાક લેવાની ટેવ રહી નથી તેમજ મેદાવાળી અને જંકફૂડને બાળકો વધુ પસંદ કરે છે. બાળકોને નિયમિત પ્રમાણમાં મીનરલ કારબોહાઈડ્રેડઅથવા પોષણનું પુરતુ પ્રમાણ મળવું જરૂરી છે. જે મેદસ્વીતા અને સ્થુળતાને અટકાવવા અત્યંત જરૂરી બની રહે છે. બાળકોનાં શરીરની ચરબીને સમયસર ઓગળવી જરૂરી છે. અથવા તેમના શરીરમાં ચરબીનું પ્રમાણ ન વધે તેની તકેદારીઓ રાખવી ખૂબજ જરૂરી છે. તે માટે બાળકોને વોકીંગ સાઈકલીંગ, જીમ, અથવા કોઈ પણ એકટીવીટી કરાવવી સામાન્ય રીતે નેચરો થેરાપીમાં જેનીટીંક કોઈ પણ રોગ બાળકોમાં આવતા હોય તેમ માનવામાં આવતું નથી જે માતા પિતાનું ડાયટ છે. તે બાળકમાં આવે તો તે શકય બને કે તેમાં રહેલી બીમારી પણ આવી શકે પરંતુ જો બાળકોને યોગ્ય રીતે ખોરાક મળી રહે છે. આનુવાંસીકતા ને લીધે સ્થૂળતા કે મેદસ્વીતા બાળકમાં નહિવત પ્રમાણમાં આવતું હોય છે. મેદસ્વીતા તણાંવને વધુ આવકારે છે. પરંતુ દરેક સમસ્યાનો ઉકેલ હોય છે. તેથી મેદસ્વીતા અને સ્થૂળતા પણ જળમૂળથી ફેરફાર થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.