Abtak Media Google News

20મી સદીના મહાન ફિલ્મ સર્જકમાં જેમની ગણના થાય છે એવા સત્યજિત રે નો જન્મ 2-મેં-1921નાં રોજ કલા અને સાહિત્યના જગત એવા કલકત્તામાં થયો હતો. તેમણે પોતાની યાત્રા એક ચિત્રકાર તરીકે કરી હતી. વિવિધ દેશોના પ્રવાસ દરમ્યાન લંડનમાં તેમણે ઇટાલી નિર્દેશક વિટોરિયો દ સિકાની ફિલ્મ ‘બાયસિકલ થીવ્સ’ જોઇ અને તે ફિલ્મ હૃદયને સ્પર્શી ગઇ અને તેમને ફિલ્મનું આકર્ષણ જાગ્યું. આજ વાત આગળ જતાં ફિલ્મ નિર્માણ તરફ ચાલીને ભારતને એક મહાન ફિલ્મ નિર્દેશક મળ્યા. સત્યજિત રે બહુ આગળનું વિચારતા હતા એના યુગમાં ગુરૂદત્ત-બિમલ રોય જેવા નિર્માતા હતા પણ સત્યજિત રે જેવી ફિલ્મ સર્જન તાકાત કોઇની ન હતી.

ફિચર ફિલ્મ-વૃત ચિત્ર-શોર્ટ ફિલ્મ અને અંગ્રેજી ફિલ્મ સાથે સત્યજીત રે એ તેના જીવનકાળ દરમિયાન 37 ફિલ્મોનું નિર્દેશન કર્યું: તેમની પ્રથમ ફિલ્મ ‘પાથેર પાંચાલી’ને કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં સર્વોત્તમ પુરસ્કાર મળ્યો હતો

Satyajit Ray

સત્યજિત રે ફિલ્મ બનાવવા ઉપરાંત સારા ચિત્રકાર-પ્રકાશક અને ફિલ્મ આલોચક હતાં: તેમને જીવનમાં અનેક પુરસ્કારો મળ્યા જેમાં એકેડેમીક માનદ પુરસ્કાર અને ભારત રત્નનો એવોર્ડ મુખ્ય હતો

સત્યજિત રે એ ફિચર ફિલ્મ-વૃતચિત્રો-શોર્ટ ફિલ્મ અને અંગ્રેજી ફિલ્મ પણ નિર્માણ કરી તેમણે તેના કેરિયરમાં કુલ 37 ફિલ્મોનું નિર્દેશન કર્યું. તેમની પ્રથમ ફિલ્મ ‘પાથેર પાંચાલી’ને કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં સર્વોત્તમ પુરસ્કાર મળેલ હતો. તેઓ એક સારા ચિત્રકાર-પ્રકાશક-ફિલ્મ આલોચક હતા. તેની ફિલ્મો સામાન્ય માનવીના જીવન આધારિત હોવાથી સૌને પોતાની જીવન કથની દેખાતા લોકો ભાવના સાથે ફિલ્મ નિહાળતા હતાં. તેમની લગભગ બધી ફિલ્મોને એવોર્ડ સાથે સન્માન પુરસ્કારો મળેલ હતા. તેમને ભારત સરકારે ‘ભારત રત્ન’થી પણ સન્માન કર્યું હતું.

માનવ સંવેદનાને આબેહુબ કેમેરામાં કેદ કરનાર બંગાળી સર્જક હતા. તેઓ પોતાની ફિલ્મ માટે પટકથા- અભિનેતા શોધ- પૃષ્ઠભૂમિ-સંગીત-લેખન કલા-સંપાદન-પ્રચાર સાહિત્ય વિગેરે કામો પણ પોતે કરતા. તેઓ દરેક ફિલ્મ નિર્માણમાં તેનો જીવરેડી દેતા તેઓ ભારતીય સિનેમા જગતનાં પિતામહ ગણાય છે. તેમનું નામ ભારત ઉપરાંત વિદેશોમાં પણ બહુ આદરથી લેવાય છે. અંગ્રેજી ફિલ્મથી પ્રભાવિત થઇને ભારતીય સિનેમાને બેનમુન ફિલ્મો આપી. એક જાપાનના ફિલ્મકારે કહ્યું હતું કે જો તમે સત્યજિત રે ની ફિલ્મ ન જોઇ હોય તો તમે સૂર્ય કે ચંદ્ર જોયા વિના પૃથ્વી પર ફરી રહ્યાં છો. તેની ફિલ્મોમાં માનવીય લાગણીનો ભાવ છલકતો હતો. તેની પ્રથમ ફિલ્મને જ 11 આંતર રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા હતા જે બોલીવૂડ કે ફિલ્મ જગત માટે મહાન ઘટના હતી.

01 1

ભારતીય સિનેમાએ સત્યજિત રે ને દુનિયામાં પહોંચાડીને, ઘરે લાવીને આપ્યો હતો. ઓસ્કાર એવોર્ડ તેમનું પ્રારંભિક જીવન મુશ્કેલી ભર્યું હતું. બાળપણમાં જ પિતાના અવસાને તેમને એકલા પાડ્યા બાદમાં શિક્ષણ લઇને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો બાદમાં શાંતિ નિકેતન ગયાને 1950માં તેમને લંડન જવાની તક મળી ત્યાં તેમણે ઘણી ફિલ્મો જોઇને ભારતીય સિનેમાને ઉંચાઇ પર લઇ જવા સપનું પણ જોયું હતું. પ્રારંભે તેઓ 1943 વિઝ્યુલાઇઝર તરીકે કારકિર્દી શરૂ કરી જ્યાં તેમને મહિને 18 રૂા. પગાર મળતો પછી ડિઝાઇનિંગમાં જંપલાવ્યું તેમણે જવાહરલાલ નહેરૂની પુસ્તક ઉપરથી ડિસ્કવરી ઓફ ઇન્ડિયાની રચના કરી. વિદેશી ફિલ્મોથી પ્રભાવિત થઇને ડિરેક્ટર બનવાનું નક્કી કર્યું હતું. તેમણે મોટા ભાગની ફિલ્મો બંગાળીમાં કરી હતી. હિન્દીમાં તેમની ‘ચેસ પ્લેયર્સ’ જેવી ફિલ્મો બનાવી જે હિન્દી સિનેમાની યાદગાર ફિલ્મો પૈકી એક હતી.

ભારતીય સિનેમા જગતના શ્રેષ્ઠ નિર્દેશક કહેવામાં આવે છે. ‘ધો ગોડ ફાધર’ જેવી ફિલ્મના ડિરેક્ટર ફ્રાન્સિસ ફોર્ડ તેમના ચાહક હતા. તેમની કારકિર્દીની છેલ્લી ફિલ્મ ‘અંગકૂટ’ હતી. જે 1991માં રિલીઝ થઇ હતી. 30 માર્ચ 1992ના રોજ ભારતીય નિર્માતા સત્યજિત રે લાઇફ ટાઇમ એચિવમેન્ટથી એવોર્ડ આપીને સન્માનીત કરાયા હતાં. સિનેમા જગતમાં તેમના યોગદાન માટે ખાસ તેમને ‘ઓસ્કાર એવોર્ડ’ અપાયો હતો. આ જાહેરાત થઇ ત્યારે સત્યજિત રે માંદગીમાં પટકાયા હોવાથી મુસાફરી કરી ન શકતા ઓસ્કાર કમિટિએ તેમના ઘેર જઇને આ એવોર્ડ આપ્યો હતો. 1992માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માન કરાયું હતું.

Screenshot 20210706 220706 Google

તેઓ સારા નિર્માતા-પટકથા લેખક અને ગીતકાર હતા. તેમની ફિલ્મ ‘પાથેર પાંચાલી’ અમેરિકામાં ઘણી ચાલી હતી. 1955 પાથેર પાંચાલીથી શરૂ કરીને 1991માં અંગકુટ ફિલ્મ બનાવી હતી. તેમની ફિલ્મ નિર્માણ યાત્રા સાડા ત્રણ દાયકાની હતી. તેમની કેટલીક જાણીતી ફિલ્મોમાં અપરાજિતો (1956), ધ વર્લ્ડ ઓફ અપુ (1959), ધ બીગ સીટી (1963), ધ મ્યુઝિક રૂમ (1958), થ્રી ડોટર (1961), ચારૂલત્તા (1964), ધ એક્સપીડેશન (1962), ધ ચેસ પ્લેયર્સ (1977), 1991માં આવેલી ધ સ્ટ્રેન્જર જેવી શ્રેષ્ઠ ફિલ્મો હતી. સત્યજિત રેની 1966માં આવેલી નાયક : ધ હોરો ઉપરથી હિન્દી ફિલ્મ પણ બની હતી. સામાન્ય માનવીના જીવન કથની ઉપરથી 1975માં તેમણે ‘ધ મિડલમેન’ ફિલ્મ બનાવી હતી. જે આજે પણ તમે જોવો તો તમને તમારી જ વાત લાગે તેવી શ્રેષ્ઠ કલાત્મક ફિલ્મ હતી. સંસાર યાત્રાના વિવિધ જીવન ઘટમાળના પાસાઓને આવરી લેતી 1984માં આવેલી તેમની ફિલ્મ ‘ધ હોમ એન્ડ ધ વર્લ્ડ’ ખૂબ જ શ્રેષ્ઠ ફિલ્મ હતી.

સત્યજિત રે પ્રતિવર્ષે એક શ્રેષ્ઠ ફિલ્મનું નિર્માણ કરતાં હતા. હિન્દી ફિલ્મ અભિનેત્રી શર્મિલા ટાગોરે પહેલા તેમની બે-ત્રણ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની ફિલ્મો સમયની સરકતી રેત સાથેનો વાર્તાલાપ જેવી હોય છે. એક દર્શક તરીકે આપણે તેના કરજદાર છીએ. આજે પણ જો સત્યજિત રેની ફિલ્મો આપણાં આત્માના અંધારિયા કમરાઓને પ્રકાશિત કરવાનું કામ કરે છે એ આપણને દ્રષ્ટિ સાથે જીવવાની અને જીવવા દેવાની પ્રેરણા આપે છે.

વિશ્ર્વભરમાં તેની ફિલ્મો જોવાતી

સત્યજિત રે ની ફિલ્મો વિદેશી ન હોવા છતાં હોલીવૂડની સાથે જ સમગ્ર વિશ્ર્વભરમાં તેની ફિલ્મો જોવાતી હતી. તેમની ફિલ્મોના પાત્રો વિદેશીઓને હોલીવૂડની ફિલ્મો કરતા વધારે પ્રતિતિકર લાગતા હતાં. વિદેશોમાં હોલીવુડના ખ્યાતનામ નિર્દેશકો કરતાં પણ આપણાં સત્યજિત રે નું માન વધારે હતું. આપણા મહાનાયક અમિતાભ બચ્ચને પણ તેની સાથે કામ ન કરવાનો વસવસો કર્યો હતો. બોલીવુડના તમામ કલાકારો સાથે ફિલ્મ જગતે ‘સત્યજિત રે’ને મહાન નિર્દેશક ગણાવ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.