Abtak Media Google News

વિશ્વ મહામારી કોરોનાએ આજે  જોર પકડયું છે. ત્યારે  સાવરકુંડલાના એક જાગૃત  નાગરિકે  સવાલ  ઉઠાવ્યો છે કે  સાવરકુંડલાને સેનેટાઈઝર કરવામાં શા માટે નથી આવતું?

સાવરકુંડલામાં એક જાગૃત નાગરિક દ્વારા મેસેજ વાયરલ કરવામા આવ્યો છે. ભારત તથા સમગ્ર વિશ્વમાં કોરોના  મહામારી ફેલાઇ છે. જેમાં આપણું સાવરકુંડલા પણ બાદ રહ્યું નથી

હાલ સાવરકુંડલામાં પણ કોરોના મહામારી ના કેસ વધી રહ્યા હોય ત્યારે અમરેલી જિલ્લા કલેકટરની સૂચનાથી સાવરકુંડલા નગરપાલિકા દ્વારા દરેક નાગરિકે મોઢા પર માસ્ક બાજુ ફરજિયાત છે. નહીં તો રૂપિયા એક હજાર દંડ ભરવો ફરજીયાત રહેશે. તેવી જાહેરાત સાવરકુંડલા નગરપાલિકા ની ડોર ટુ ડોર કચરા કલેકશન ની ગાડી માં કરવામાં આવી અને દંડ પણ વસૂલવાનું શરૂ કરી દીધેલ છે.

વર્ષ 2020 માં માર્ચ એપ્રિલ માસની અંદર સાવરકુંડલા શહેરમાં એક પણ કોરોના કેસ હતો નહીં ત્યારે સાવરકુંડલામાં સેનેટાઈઝર કરવામાં આવી રહ્યું હતું. આજે સાવરકુંડલામાં જો ખરેખર કોરોના ના કેસ વધી રહ્યા છે તો સાવરકુંડલા શહેરને સેનેટાઈઝર કરવામાં કેમ નથી આવતું….??? તેવો પ્રશ્ન સાવરકુંડલા શહેર નાગરિક દ્વારા ઉઠાવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.