લગ્ન જીવનના સંબંધોનો ‘સંગાથ’ આજે નબળો કેમ પડી ગયો!!

મુજકો અપને ગલે લગાલો એ મેરે હમરાહી…

લગ્ન કરવા કઠિન નથી, પણ એકમેક દાંપત્ય જમાવવા સાથે લગ્નસુખ ઊભું કરવું એ પતિ-પત્નિની કલા અને કસોટી છે

જૂના લગ્નો આજે છ કે સાત દાયકાએ અડિખમ છે ત્યારે પવર્તમાન લગ્ન કેટલાને કેવા ચાલે છે તે આપણને બધાને ખબર છે. સુખી લગ્ન જીવનનો અર્થ આજે કેટલા પતિ-પત્નિ જાણે છે. 16 સંસ્કારોમાં એક લગ્ન સંસ્કાર એટલે બે વિજાતીય પાત્રોનું જીવનભરના સંગાથના સંકલ્પ સાથે એક થવું કે હસ્ત કે હૃદયનો મેળાપ થવો તે છે. હિન્દુ ધર્મમાં લગ્નપ્રથાને વિશેષ મહત્વ સાથે ઘણી પરંપરાઓથી જોડી છે. જૂના જમાનામાં લગ્ન બાબતે બહુ અપવાદરૂપ સમસ્યા જોવા મળતી. અંદરો-અંદર પોતાની જ્ઞાતિમાં લગ્નો કરતા હોવાથી એકબીજાની શરમ નડતી હતી. સંયુક્ત કુટુંબમાં સૌ સાથે રહેતા હોવાથી સંસારયાત્રાના ગાડા ખૂબ જ સારી રીતે ચાલતા હતાં.

પહેલાય પસંદગીના એટલે કે પ્રેમલગ્ન થતાં પણ બહુ ઓછા આજે તો સૌના ઘેર આ સામાન્ય વાત બની છે. પહેલા એક વડિલ આખા કુટુંબને પોતાના નેતૃત્વ તળે અકબંધ રાખી શકતો હતો. આજે વિકસતા પ્રવાહે શિક્ષણે છોકરાઓ વધુ કહી શકાતું ન હોવાથી તેની ઝીદે માં-બાપની ચીઝુંડી કરીને તે કહે તેમ કરવા મજબૂર થાય છે. આજના લગ્નો પાંચ વરસ ચાલે પછી ચાલ્યા કહેવાય એવું સામાન્ય ગણિત વડિલો માંડે છે.

લગ્ન કરવા કઠિનથી પણ દાંપત્યજીવન સુખરૂપ ચલાવવું ઘણું કઠિન છે. સંસાર યાત્રામાં પતિ-પત્નિની કસોટી થાય છે. આજની કપરી જીંદગી મોંઘવારી, ખર્ચા બાળકોને ભણાવવાના ખર્ચા વધ્યા હોવાથી ને માસિક આવક ઓછી હોવાને કારણે પતિ-પત્નિ બંને કામ કરે તોય ભેગું થાય એવું હોતું નથી. માં-બાપથી દિકરો-વહું જુદા રહેવાા જાય ત્યારે તેને થોડા દિવસ આઝાદી ગમે છે પણ માસિક આયોજન ખર્ચ સામે આવકનો ટાંગા મેળ તૂટવા લાગે ત્યારે માં-બાપની સલાહ યાદ આવે છે પણ પત્ની જીદે ભાઇ દુખડા સહન કર્યે રાખે છે. રોજ છૂટાછેડાના પ્રશ્નો વિકટ બનતા જાય છે. પરત આવેલી ક્ધયાઓ ભરણ પોષણ માટેના કેસો વિગેરે સમસ્યાથી સૌ આજે ત્રસ્ત છે. પહેલા તો સગાઇ બે-બે વર્ષ રાખતાને પછી લગ્ન કરતાં આજે સગાઇને ફટ લગ્ને કર્યેય લાંબુ ટકતું નથી તેમાં એક વાત સૌના મોઢે સંભળાય છે તે છે. બંનેની સહનશિલતા ન હોવાની વાત.

લગ્ન જીવનના સંબંધોનો ‘સંગાથ’નો તાંતણો આજે સાવ નબળો પડી ગયો છે. આજે તો મોટા ખર્ચા કર્યા બાદ પાંચ-છ દિવસમાં ભંગાળ પડવાના બનાવો વધી ગયા છે. આવા વિવિધ બનાવોથી કુટુંબ વ્યવસ્થામાં મુશ્કેલી ઉભી થાય છે. એકવાર તૂટ્યા બાદ ફરી બંધને બંધાવવાની તકલીફ સાથે પુરૂષ સામે છોકરીનો રેશિયો સતત ઘટતો હોવાથી પણ આજકાલ લગ્ન કરવાની મોટી સમસ્યા બની છે. આજના મા-બાપની સૌથી મોટી ચિંતા સંતાનોને પરણાવવાની છે અને એ બાદ એનો સંસાર સુખરૂપ ચાલે તેની ચિંતા છે. છોકરીઓને મા-બાપ લાડકોડથી ઉછેરીને સંસ્કારીતા ઉછેરીને સંસ્કારીતા પરણાવે પણ એક માસમાં મુશ્કેલી સર્જાતા ભંગાળ પડે ત્યારે પરત આવેલી દિકરીના દુ:ખે આજે કેટલાય મા-બાપો રડતા જોવા મળે છે.

‘મુજકો અપને ગલે લગાલો એ મેરે હમરાહી’ જેવા વર્ષો જુના હિન્દી ફિલ્મીગીતની કલ્પનાઓ સાથે આજનો યુવાવર્ગ પોતે પોતાની રીતે સંબંધો બાંધે છે પણ તેની અણઆવડતના સમજને કારણે પસ્તાવાનો વારો છોકરીને જ આવે છે. આજે મોટાભાગના કિસ્સામાં કામનો બોજ સાથે આવનારી ક્ધયાને આઝાદી છીનવાતી હોવાના ભાષે વિચ્છેદ તરફ લગ્ન જીવનઢળે છે. ટીવી-સિરિયલો અને ફિલ્મો જોઇને આજનો યુવાવર્ગ દિવા સ્વપ્નોમાં રાચે છે પણ વાસ્તવિક જીંદગીમાં આળે છે ત્યારે બધુ સત્ય આવતા ઝંઝાવાત સર્જાય છે.

મોટાભાગના ભંગાણમાં સાસુ-વહુના ઝગડાને કારણે છૂટ્ા પડવાનું વિશેષ જોવા મળે છે. લગ્ન અને સગાઇ વચ્ચેનો આનદોત્સવનો ગાળોને લગ્ન બાદ વાસ્તવિક જીંદગીનો શુભારંભ બંનેના અરમાનો તોડી નાંખે છે. આજે સુખી લગ્ન જીવનનો સાચો અર્થ કેટલા યુગલો જાણે છે. આજે કોર્ટના આંકડા જાણશો તો ખબર પડશે કે આ લગ્ન જીવનનાં ભંગાણના પ્રશ્નો કેવા છે. મા-બાપનો તો સુડી વચ્ચે સોપારી જેવો ઘાટ જોવા મળે છે. કંઇ બાજુનો પક્ષ ખેંચવો તે તેને માટે વિકટ સમસ્યા બની જાય છે.

આજની મોર્ડન યુવા પેઢી પોતાના લગ્ન જીવન બાબતે મુક્ત વિચારો ધરાવતા હોવાથી તે તેની મરજીથી રહેવા માંગતા હોય છે. લગ્ન ક્યારેય શરતો પરના ટકે એકબીજા વચ્ચે પ્રેમ, લગાણી, સમજદારી, સહનશીલતા જેવા વિવિધ ગુણોથી ટકે છે. એકમેકના વિચારો સાથે કુટુંબ વ્યવસ્થા રહેણી-કરણી જેવા વિવિધ પાસાઓનો પતિ-પત્નિ વિચાર કરે તો ક્યારેય ભંગાળ પડતું નથી.

લગ્ન પહેલા જીવન જીવતાં હો તેવી રીતે લગ્ન બાદ જીવન કદાચ ન જીવી શકાય કારણે કે અન્ય પાત્રની જવાબદારી તમારા શિરે આવે છે. ઘણીવાર આશા-ઇચ્છાઓને પણ મારવી પડે છે. મા-બાપના ઘર બાદ છોકરીઓએ પતિના ઘરને પોતીકુ ઘર સમજીને વ્યવહાર કરવો જરૂરી છે. લગ્ન જીવનમાં ઘણી ધીરજ તેમજ પ્રતિબધ્ધા સાથે હકારાત્મક વલણ ધ્યાને લેવા જ પડે તો જ તે ચાલી શકે.

દરેક માણસ પૃથ્વી પરનાં લગ્ન કરીને સુખી થવા માંગે છે. તો આ સુખ શું છે? માનસ શાસ્ત્રીયોના મત મુજબ આત્મસંતોષ અને સંસાર પ્રત્યેના હકારાત્મક દ્રષ્ટિકોણમાં જ સાંચુ સુખ સમાયેલું છે. દરેક વ્યક્તિના સુખના માપદંડો અલગ-અલગ હોવાથી લગ્ન જીવન વિચ્છેદ્ થાય છે. પતિ-પત્નિ બંને વચ્ચેની સમજ જ તેનું નિરાકરણ છે. દરેક વ્યક્તિનું સુખ તેની આજુબાજુ બનતી ઘટનાઓ ઉપર છે. વ્યક્તિના લગ્નજીવનની સફળતા અથવા નિષ્ફળતા, બાળકો-કુટુંબીજનો, નોકરી-ધંધો વિગેરે આપણી મરજીથી જ ચાલે એવું બને નહી માટે હકિકતને સમજીને વચલો માર્ગ જ સંસાર યાત્રા છે. લગ્ન જીવન ટકાવવા સમાધાન કરવું સંસાર યાત્રાની કડવી વાસ્તવિકતા છે.

લગ્ન અને સુખ આ વાત સરળતાથી ન મળે પતિ-પત્નિએ બંને એ પ્રયત્નો કરવા પડે છે. આ લગ્નમાં બંને જુદી-જુદી કુટુંબ પ્રથા-વાતાવરણમાં ઉછેર થયો હોવાથી બંનેની આદતો-વિચારો, રહેણી-કરણી બધું અલગ હોય શકે છે પણ લગ્ન બંધન બંધાયા બાદ એક-મેકના સથવારે ખુશાલી ભર્યા દિવસોનું નિર્માણ તો પતિ-પત્નિએ જ કરવું પડે છે. સંસાર યાત્રાનું ગાડું સરખુ ચાલે તે માટે કુટુંબના હિતમાં સમાધાન કરવું પડે છે. પતિ-પત્નિ વચ્ચે લાગણીની કદર-સ્વાર્થનો ત્યાગ કરવો સૌથી જરૂરી છે. જો કે બાળકોના જન્મ બાદ લગ્ન જીવનનું અતૂટ બંધન મજબૂત બને છે. લગ્ન બાદ રખડતો-ભટકતો છોકરો પણ સીધી લીટીમાં જવાબદારીને કારણે આવી જાય છે. પરિવર્તન જીવનનું કડવું સત્ય છે, કાંઇ કાયમી નથી. સુખ અને દુ:ખ એક સિક્કાની બે બાજુ છે આટલી સમજ બંનેએ સમજવાની જરૂર છે.

આજના યુગમાં મા-બાપે છોકરાઓને બહુ કટકટ ન કરવી જોઇએ તેમનું જીવન છે. આજના ફેશનયુગના વસ્ત્રો-બહાર હરવા-ફરવા જવું કે તેની જીવનશૈલીમાં સાથ આપવો જોઇએ. આપણા જમાનાની વાત જુદી હતી તેવું વિચારીને છોકરા વહુને આઝાદી આપવી જોઇએ. મુશ્કેલીમાં મુકાય ત્યારે ચોક્કસ એક વડિલ તરીકે પડખે ઉભું રહેવું જ જોઇએ. લગ્નનું ભંગાળ કુટુંબની જ બદનામી છે તેવું સૌ માને છે ત્યારે સમાધાન કરી વલણ એક જ હથિયાર છે તે આજના વડિલોએ ભૂલવું ન જોઇએ.

ઘણા કિસ્સા તો ના સમજને કારણે સામાન્ય બાબતને મોટું સ્વરૂપો અપાતા ભંગાણ પડે છે ત્યારે વાસ્તવિકતાનો સહારો અને જતુ કરવાની ભાવના ફરી ‘સંગાથ’ના તાતણા જોડે છે. એક સ્ત્રી ઘર બનાવી શકે તો તેને નષ્ટ પણ કરી શકે છે. લગ્ન સંસ્થામાં આપણે સંતુલન ન જાળવી શકીએ તો પારાવાર મુશ્કેલી આવે છે. લગ્ન ભંગાણમાં આપણે સૌ મોટાભાગે સ્ત્રીનો વાંક કાઢતા હોય છે પણ આવુ હોતું નથી. બંનેની ના સમજથી આ વિકટ સ્થિતિ પેદા થતી હોય છે.

પતિ અને પત્નિના સંબંધને મજબૂત બનાવે છે ચાણક્યની આ વાતો

ચાણક્ય એક શ્રેષ્ઠ વિદ્વાન હતા તેણે દરેક સંબંધોનો બારીકાઇથી અભ્યાસ કર્યો હતો. જે મનુષ્યને સૌથી વધુ પ્રભાવિત કરે છે તે સંબંધ પતિ અને પત્નિનો છે. તેઓ માનતાં કે જે વ્યક્તિનું દાંપત્યજીવન સુખી છે, તે હંમેશા સફળતા પ્રાપ્ત કરે છે. સુખી દાંપત્યજીવન જ મનુષ્યના વિકાસની ચાવી છે. તેના મત મુજબ જે વ્યક્તિ ઘર-પરિવાર અને પત્નિથી સુખી છે, તેના માટે કોઇપણ ક્ષેત્રમાં સફળતા મેળવવી મુશ્કેલ નથી.

લગ્ન જીવન સુખી હોવાથી મનુષ્યનું મન-માનસ શાંત અને સકારાત્મક વિચારોથી પરિપૂર્ણ રહે છે. તેમના મત મુજબ મત મુજબ બંને વચ્ચેના સંગાથની એક ગરિમા હોવી જોઇએ. પતિ-પત્નિ વચ્ચેના પ્રેમમાં ક્યારેય ઉણપ ન આવવા દેવી કારણ કે તે બંને વચ્ચેનો પ્રેમ સંબંધ સૌથી પવિત્ર સંબંધ માનવામાં આવે છે. આ સંગાથમાં જુઠ્ઠાણા અને દેખાડાને કોઇ સ્થાન ન હોય તેથી તેનાથી બચવું જોઇએ. પતિ-પત્નિ વચ્ચે જેટલી પ્રમાણિકતા હશે તેટલો જ સંગાથ વધુ મજબૂત અને અતૂટ બનશે.