આજની પેઢી ડિપ્રેશનમાં કેમ ? કારણો શું, આ જીવલેણ માનસિકતાથી બચવા ઉપાય શું ?

depressed woman sitting head in hands in the dark bedroom

અબતક,રાજકોટ

‘અબતક’નો લોકપ્રિય કાર્યક્રમ નચાય પે ચર્ચાથમાં સાંત્વના હોસ્પિટલના ન્યુરો સાયટ્રિક હોસ્પિટલના ડો.મિલન રોકડ દ્વારા ડિપ્રેશન, તનાવ અને માનસિક રોગ વિશેની વિશેષ માહિતી પ્રસ્તુત કરતો કાર્યક્રમ તાજેતરમાં નઅબતકથ ચેનલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેનો સંક્ષિપ્ત અહેવાલ રજૂ કર્યો છે. આ માહિતીસભર આ કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળ્યો છે.

પ્રશ્ર્ન: માનસિક સ્વાસ્થ્ય બગડવાના કારણો કયા છે?

જવાબ: અત્યાર ભાગદોડ ભર્યું જીવન તેમજ વિભકત કુટુંબ સામાજીક કારણો પણ છે જેને કારણે તનાવ વધે છે.

પ્રશ્ર્ન: કયા પ્રકાર રોગ અને દર્દી ખાસ આવતા હોય છે?

જવાબ: વધારે પડતા એનજાઈન્ટિસ અને તનાવનાં પ્રશ્ર્ન વધારે ચિંતા અને સાયકોસિસ જેવા દર્દી તણાવથી પીડાતા રોગી વધારે આવતા હોય છે.

પ્રશ્ર્ન: ડિપ્રેશનમાં આવવાનાલક્ષણ શું હોય છે.

જવાબ: વર્તનમા ફેરફાર,જેવા કે બોલવાની ચાલવા હસવા વગેરે બંધ થઈ જાય છે. ઉંઘ, ખોરાક ઓછો થઈ જાય છે. વારંવાર ગુસ્સો આવે, માથુ દુ:ખવું આત્મહત્યાના વિચાર આવવા વગેરે જોવા મળે છે.

પ્રશ્ર્ન: આ તકલીફ વશ પરંપરાગત હોય છે કે કોઈ કારણોથી આ તકલીફ ઉભી થાય છે તો તેના કારણો

કયા છે?

જવાબ: ડિપ્રેશન એ એક પ્રકાર રોગ છે તેમા સામાજીક પરિબળો જવાબદાર હોય છે. તેમનું કોઈ ખાસ કારણ હજુ સુધી મળ્યું નથી.

પ્રશ્ર્ન: પહેલા આવા ડિપ્રેશન જેવા રોગ ન હતા કે અત્યારે જ આવા રાગે જોવા મળે છે તેનું કારણ?

જવાબ: પહેલા પણ આ રોગ થતો પરંતુ પહેલા આટલી જાગૃતિ ના હતી હવે ભાગદોડ ભર્યુ જીવન વધ્યું તેમજ પહેલા કરતા અત્યારે કામગીરી ભારણ વધ્યું તેમના કારણે ડિપ્રેશનનું પ્રમાણ વધ્યું છે.

પ્રશ્ર્ન: સામાન્ય યુવાનોઆ રોગ માટે આવતા હોય તો તેમના સામાન્ય શુ કારણો હોય શકે?

જવાબ: ડિપ્રેશન થવાથી સામાન્ય ઉમર 20 થી 30 હોય છે. સામાન્ય રીતે સહનશકિત ઓછી હોય છે. એટલા માટે વધારે જોવા મળે છે.

પ્રશ્ર્ન: આધેડ અને મહિલા આવે તો કયા પ્રશ્ર્નો હોય છે.

જવાબ: યુવા વર્ગમા વધારે જોવા મળે છે. આધેડમાં જોઈએ તો કોઈ સામાજીક અણબનાવ હોય અથવા આર્થિક ભીસ તેમજ સ્ત્રીની વાત કીએ તો સ્ત્રી વધારે જોવા મળે છે. સ્ત્રીની જીદને કારણે વધારે થાય છે.

પ્રશ્ર્ન: જીવન આસ્થા હેલ્થ લાઈન આત્મહત્યા માટે પ્રેરાય તેવા લાકે 28735 કોલ થયા છે. આત્મહત્યાકરવા જાવ છું એવા કોલ 8620 આવ્યા છે. પારિવારીક પ્રશ્ર્નો, આર્થિક પ્રશ્ર્નો, શૈક્ષણીક પ્રશ્ર્નોને કારણે ઘરેંલુ સમસ્યા ને કારણે આવા કોલ આવ્યા છે. તો આત્મહત્યા એ ડિપ્રેશન જ છે કે શું?

જવાબ: જો આત્મહત્યા કરવાનો વિચાર આવે એટલે કોઈ પણ વ્યકિત તેના મિત્ર અથવા તો તેના શુભચિંતક હોય તેમને વાત કરી શકે છે. અથવાતો આવી હેસ્થલાઈનનો સંપર્ક કરી શકે છે.

પ્રશ્ર્ન: માનસીક રોગના કારણોને જાહેર ન કરવાનું સામાજીક કારણ હોય

શકે છે?

જવાબ: હા, આવું વારંવાર થાય છે. ડિપ્રેશનમા આવેલ વ્યકિતને તેમનું નામ જાહેર ન કરવાનું તેમને સમાજની બીકને કારણે તેવો જલ્દીથી બહાર આવતા નથી.

પ્રશ્ર્ન: ડિપ્રેશનની દવા લાઈફટાઈમ લેવી પડે છે. કે તેમની કોઈ દવા હોતી નથી? એ ગેરમાન્યતા શુ છે.

જવાબ: આમ દવાનો કોઈ રોલ જ નથી આ વસ્તુ દર્દીના કાબુ હોતી નથી. આ રોગ માટે સામાન્ય ઉંઘ માટેની દવા અપાય છે. આરોગ ને કારણે અનેક વિટામીનસ ઘટતા હોય છે. એટલે વિટામીન્સની દવા પૂરતા પ્રમાણમાં આપવામાં આવે છે. લગભગ 6 થી 8 મહિના જ દવા ચાલુ રાખવી પડે છે. લગભગ દર્દીમાં ખાસો ફેર દેખાય છે.

પ્રશ્ર્ન: ડિપ્રેશનના રોગ પ્રત્યેનું માનસિક બાંધયાણુ ગુજરાતમાં જ જોવા મળે છે કે વિદેશમાં શું પરિસ્થિતિ છે.

જવાબ: ડેવલાપે દેશ છે તેમાં પરિસ્થિતિ બહુ સારી છે. અને જે અનડેવલોપ દેશ છે ત્યાંની પરિસ્થિતિ અહી કરતા પણ ખરાબ છે.

પ્રશ્ર્ન: કોરોના કાળ પરિસ્થિતિમાં ડિપ્રેશનનાં દર્દીમાં વધારો થયો છે.

જવાબ: હા કોઈ પણ કુદરતી આપતી પછી ડિપ્રેશનના કેસમાં વધારો જોવા મળે છે. કોરોનાકાળમાં ઘણા લોકો પોતાના નોકરી ધંધા ગુમાવ્યા છે. તે સૌથી મોટું કારણ છે બીજુ વ્યકિતને પોતાના સ્વાસ્થ્ય ને લઈને સતત ચિંતામાં રહે છે. આપ્રકારનાં કારણે ડિપ્રેશનનું પ્રમાણ વધ્યું છે.

પ્રશ્ર્ન: ડિપ્રેશનમાં દવાનું પ્રમાણ કેટલુ જરૂરી છે?

જવાબ: ડિપ્રેશનમાં 15 થી 20 દિવસની દવામાં સુધારો દેખાય છે. ડિપ્રેશનના દર્દીને પોતાની વિચારો રોકી શકતો નથી. અને આ દવા કાયમી લેવી પડે એવું પણ નથી તે ઘટતાવિટામીન્સ માટેની દવા હોય છે.

પ્રશ્ર્ન: માનસિક રોગની દવાની આડઅસર વધારે જોવા મળે છે એ વાત સાચી છે?

જવાબ: ના આ દવાની કોઈ આડઅસર થતી નથી દરેક દર્દીની તાસીર અલગ અલગ હોય છે. જો થાય તો વધારે પડતી ઉંઘ આવવી જેવા કારણો હોય છે.

પ્રશ્ર્ન: માનસિક રોગ આયુર્વેદ, હોમીયોપેથી એલોપેથી દવા લાભદાય નીવડે છે ખરી?

જવાબ: હા, આયુર્વેદ, હોમીયોપેથી, એલોપેથીમાં પણ માનસીક રોગની ઘણી બધી દવા લાભદાયી નીવડે છે.

પ્રશ્ર્ન: સમાજના કોઈ વર્ગને આ રોગ જોડતો નથી એવી વાત નથી?

જવાબ: ડિપ્રેશન રોગ એ કોઈ પણ માણસ ને થઈ શકે છે. ગમે ત્યારે ગમે તે વ્યકિત થઈ શકે છે.

પ્રશ્ર્ન: આ રોગથી દૂર રહેવા માટે સામાન્ય માણસ કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ?

જવાબ: જેટલુ સાદુ જીવન જીવવું, જેટલી સમજણ શકિત વધારે સામાજીક પ્રશ્ર્નો ઓછો તેમજ કસરત, યોગા વગેરેનુ ધ્યાન રાખવાથી ડિપ્રેશનથી બચી શકીએ છીએ.

પ્રશ્ર્ન: અપૂરતી ઉંઘ વધુ પડતી મોબાઈલ, ટીવી કમ્પ્યુટરનો ઉપયોગ કરવાથી ડિપ્રેશનમાં આવી શકે છે.

જવાબ: હા કયારે આવું બને છે. ટી.વી.કે.મોબાઈલ જોવાથી નહી પણ શુ જોવે છે.કેવી માહિતી છે તેને આધારે નકકી કરી શકાય છે.