Abtak Media Google News

આરોગ્યપ્રદ જીવન અને નિરોગી સ્વાથ્ય માટે શું કરવું, શું ન કરવું તેનું મનોમંથન આમ તો આદિકાળથી ચાલ્યુ આવે છે. સ્વસ્થ અને સ્ફ્રુતીમય જીવન સશક્ત શરીરની સાથે સાથે માનસિક રીતે યુવાન રહેવું પણ એટલું જ આવશ્યક છે. જીવન કેવું જીવવું જોઈએ, જીવનનું સત્ય અનેક રહસ્ય સાથે જોડાયેલું છેે. જીવનમાં વર્ષ ઉમેરવા જોઈએ કે વર્ષમાં જીવન રેડી દેવું જોઈએ તે માણસ એટલા ભાવની જેમ લોકોની વિચારસરણી પર નિર્ભર છે.

50 વર્ષની ઉંમરે ફિલમ મેકનસલ પીજીએ ચેમ્પીયનશીપ જીતે… ટોમ બ્રેડી 43 વર્ષે સુપર બોલમાં વિજય મેળવે… ટેનીસ ટોપ સ્ટાર સેરેના વિલીયમ્સ 39 વર્ષે સફળ થાય. જો બિડન 78 વર્ષે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ બને, ગયા વર્ષે બોબ ડાયલને 79 વર્ષની વયે એક્સલેન્સ આલબ્મ રીલીઝ ર્ક્યું. આ દાખલાઓથી એક વાત સિધ્ધ થાય છે કે, જીવનમાં પ્રગતિ અને જીવનની સફળતામાં ક્યારેય ઉમરનો બાધ નળતો નથી.

આ પરથી વાત સ્પષ્ટ થઈ જાય કે, જીવનમાં લક્ષ્ય પ્રાપ્તી માટે ક્યારેય વયને બાધક ન ગણવી જોઈએ. લાંબુ જીવનારા લોકો જીવે છે ઘણું અને ઉપલબ્ધીઓ મેળવનાર લોકોને ઉમરનો બાધ પણ નડતો નથી. ઘણા લોકો એવી નિરાશામાં જીવે છે કે, જુવાનીમાં જ બધુ થાય અને પોતાનાથી કંઈ થઈ શકે તેમ નથી. આવા લોકોને 85 થી ઉપરની વયના લોકોની ઉપલબ્ધીઓને ધ્યાને લેવી જોઈએ. 1982થી 2005 દરમિયાન કરવામાં આવેલા વૈશ્ર્વિક સર્વેમાં હામ ભરેલુ જીવન જીવો તો ક્યારેય વૃદ્ધત્વ આવતું જ નથી. સંશોધનમાં ક્રોનોલોજીકલ એ જ એટલે કે, જીવનમાં કેટલા વર્ષના તારીખ્યા વિત્યા એજ અને બાયોલોજીકલ એજ એટલે તમારૂ શરીર કેટલું કામ કરે છે, શરીરના અવયવો કેટલા સક્રિય છે તેના પર જીવનનો આધાર છે.

ન્યુઝિલેન્ડમાં 1000થી વધુ વ્યક્તિઓના સર્વેમાં વૃદ્ધત્વનું પ્રમાણ માત્ર 0.40 ટકા અને શરીરની નબળી પરિસ્થિતિના કારણે થતું વૃદ્ધત્વનું પ્રમાણ વધુ જોવા મળ્યું. તમારી ઉંમર કેટલી છે તે મહત્વનું નથી પણ તમારા શરીરમાં કેટલી સ્ફ્રુતિ છે તેના પરથી વૃદ્ધત્વ સાબીત થાય છે. કેલીફોર્નિયામાં 1988 થી 1944 અને 2007 થી 2010ના સર્વેમાં માણસના શરીર પર ઉંમર કરતા શરીરની સ્ફૂર્તિ ઉપર જીવનનો આધાર રહેલો છે. 20મી સદીમાં લોકોનું જીવન આરોગ્યપ્રદ હતું અને રોગ તેમજ શારીરિક સમસ્યાઓ પણ વ્યાપક પ્રમાણમાં સીમીત હતી. હવે આધુનિક યુગમાં ઘણા રોગો પર કાબુ મેળવી શકાયો. કેન્સર જેવી મહામારીઓને પણ નાથવામાં સફળતા થઈ છે. અત્યારે 65 વર્ષ સુધીનું જીવન સરળતાથી પસાર થઈ જાય છે. હૃદયરોગના હુમલા, ડાયાબીટીસની સમસ્યાઓ પર નિયંત્રણ આવતા લોકોની આયુષ્ય વધશે. અત્યારે સરેરાશ 80 ટકાથી વધુ લોકો 5 હઠિલા રોગોથી ઘેરાય જાય છે અને તેના કારણે જીવન નબળુ પડી જાય છે.

જીવનમાં આરોગ્યની સુવિધામાં વધારો અને શરીરની જાળવણીથી વૃધ્ધત્વ નિવારી શકાય છે. હવે આરોગ્યની ખેવના અને દવાઓના સંશોધનથી નવા રોગોની સારવારથી લોકોનું જીવન વધુ લંબાયું છે. ચીનમાં નિવૃતિની વય દાયકાઓથી પુરૂષમાં 60 વર્ષ અને મહિલામાં 55 વર્ષની રહેવા પામી છે. વ્હાઈટ કોલર જોબ કરતા લોકો સમયસર નિવૃત થઈ જાય છે. બ્લુમબર્ગ રિપોર્ટમાં એવું હજ્જારો કોમેન્ટમાં નોંધાયું છે કે, યુવાન લોકો એવી દલીલ કરે છે કે, બુઢાઓ યુવાનોના ભાગ કામ આવવા દેતા નથી અને બેરોજગારી વધારે છે. પરંતુ વૃદ્ધો નિવૃત થવાનું ઈચ્છતા જ નથી અને પોતાનું કામ ચાલુ રાખવા ઈચ્છે છે. ચીનમાં નિવૃતીની વયમાં વધારો થાય છે કેમ કે ત્યાંના લોકો શરીરથી વૃદ્ધ થતાં હશે પરંતુ મનથી વૃદ્ધત્વનો સ્વીકાર કરતા નથી અને વૃદ્ધાવસ્થાએ યુવાન જેવી સ્ફૂર્તિ ધરાવે છે. જીવન કેટલું જીવ્યા તે મહત્વનું નથી પણ કેવું જીવ્યા તે મહત્વનું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.