ગાંધીધામમાં રાત્રી કરફયુ પણ આદિપુરમાં ય અમલ શા માટે?

કોરોનાને રોકવા રાજય સરકારે ગાંધીધામ શહેરમાં રાત્રી કરફયુનો અમલ કરાયો છે. પણ આદિપુરને પણ ગાંધીધામનો હિસ્સો ગણી અધિકારીઓ ખાતે અમલ કરાવતા હોવાથી વેપારીઓ અને ધંધાર્થીઓના કચવાટ છે. આ અંગે ગાંધીધામના એડવોકેટ દિલીપભાઇ જોશીએ કચ્છપૂર્વ જિલ્લા પોલીસ વડા તથા ગાંધીધામ પાલિકાના ચીફ ઓફિસરને યોગ્ય કરવા રજૂઆત કરી છે.

એડવોકેટ જોશીએ આ આવેદનમાં જણાવ્યું છે કે રાજય સરકાર દ્વારા તા.7થી તા.30 સુધી દરરોજ રાત્રીના 8 કલાકથી સવારના 6 કલાક સુધી રાત્રી કરફયુ ગાંધીધામ શહેર માટે રાખવાનો આદેશ થયો છે. આ આદેશમાં સ્પષ્ટ પણે ગાંધીધામ શહેર વિસ્તારનાં ઉલ્લેખ છે. આ જાહેરનામાં ગાંધીધામ પાલિકા વિસ્તારનાં કોઇ પણ સ્થળે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

આદિપુર શહેર ગાંધીધામ હિસ્સો નથી, પરંતુ કમનસીબે આદિપુર શહેરનાં રાજકારણીઓની લેભાગુ વૃતિના કારણે આદિપુર શહેરને ગાંધીધામ પાલિકા સાથે રાખવામાં આવેલ છે. આદિપુર શહેર પોતાની અલગ પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન તથા શહેર તરીકે અલગ છાપ ધરાવે છે. જે ગાંધીધામ શહેરનો હિસ્સો નથી.

જાહેરનામાનું ખોટું અર્થઘટન કરી આદિપુર શહેરના વેપારીઓને તથા આદિપુર શહેરીજનોને પોલીસતંત્ર તથા પાલિકાતંત્ર દ્વારા કનડગત કરવામાં આવે છે, જે કનડગત આદિપુર શહેર નાગરિકોના બંધારણીય અધિકારીની વિરૂદ્ધમાં છે.

ગાંધીધામ આદિપુર શહેરથી ચુંટાયેલા પ્રતિનિધિઓ કે જે બી.જે.પી.ના સદસ્યો છે અને તેઓ દ્વારા આદિપુર શહેરએ ગાંધીધામ પાલિકાનો હિસ્સો હોવાથી કરફર્યુ અમલ આદિપુર શહેર માટે પણ છે. તેવું કાયદાના જ્ઞાનનું અર્થઘટન શહેરીજનોમાં વિસંગતતા ફેલાવે છે.

આદિપુર શહેરનો વિસ્તાર સમાવિષ્ટ થયે ન હોઇ રાત્રી કરફયુ માટે અમલવારી કરાવવાની રહેતી નથી. આમ છતાં આ સંદર્ભોનું ખોટું અર્થઘટન કરીને આદિપુર શહેરીજનો તથ ા વેપારીઓને કનડગત કરવાનું બંધ કરવામાં નહિ આવે તો આદિપુર શહેરના રહેવાસી તરીકે મળેલા બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન હેઠળ મળવા પાત્ર કાર્યવાહી કરાશે તેમ તેમણે જણાવ્યું છે.