Abtak Media Google News

National Lazy Day : આજના જીવનમાં આ ભાગદોડની જિંદગીમાં આરામની થોડી ક્ષણો પણ ખૂબ જ જરૂરી છે. આ પળો અને આનંદ માણવા દર વર્ષે નેશનલ લેઝી ડે ઉજવવામાં આવે છે. નેશનલ લેઝી ડે એ કંઈ ન કરવા અને માત્ર શ્વાસ લેવા માટે વિરામ લેવાની ઉજવણી માટેનો દિવસ છે. હકીકતમાં આ વ્યસ્ત દુનિયામાં જ્યાં લોકો દરેક ક્ષણે દોડવામાં વ્યસ્ત છે. બ્રેક લેવાના મહત્વ પર ભાર મૂકવો મહત્વપૂર્ણ છે. જેના માટે આ દિવસને નેશનલ લેઝી ડે તરીકે ઉજવવામાં આવે છે. તો ચાલો જાણીએ આ દિવસના ઈતિહાસ અને મહત્વ વિશે.

National Lazy Day  વર્ષે 10 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ તે બધા આળસુ લોકોને સમર્પિત છે. જેઓ દિવસના કોઈપણ સમયે થોડો આરામ અને નિદ્રા લેવાનું પસંદ કરે છે. નેશનલ લેઝી ડે નો ઇતિહાસ શું છે અને તે ક્યારે અને કેવી રીતે ઉજવવાનું શરૂ થયું તે હજી સ્પષ્ટ નથી. ઘણા લોકો માને છે કે આ દિવસની શરૂઆત કરનારા લોકો ખૂબ જ આળસુ હતા અને તેથી જ આ દિવસ વિશે કોઈ પણ પ્રકારના દસ્તાવેજ નથી. એવું માનવામાં આવે છે કે વર્ષ 2000 માં આળસુ લોકોને એક દિવસ સમર્પિત કરવા માટે રાષ્ટ્રીય આળસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેથી તેઓ આળસુ બની શકે અને કામ ન કરી શકવાના દોષ વિના આરામ કરી શકે.

Why should National Lazy Day be celebrated, know about the history

આ દિવસનું મહત્વ લોકોને એ સમજવાનું છે કે રોજબરોજના કામના વ્યસ્ત જીવનમાં કેટલીક શાંતિની પળો પણ જરૂરી છે. જેમાં વ્યક્તિ આળસુ બનીને કામ ન કરી શકવાના દોષ વગર આરામ કરી શકે છે. રાષ્ટ્રીય આળસ દિવસની ઉજવણી કરવાની ઘણી રીતો છે. ઉજવણી કરવાની બેસ્ટ રીત એ છે કે કંઈ ન કરવું. તમે ફક્ત સોફા પર બેસીને તમારા મનપસંદ પીણા સાથે ટીવી જોઈ શકો છો. તમે કોઈપણ ટેન્શન વગર દિવસ દરમિયાન કોઈપણ સમયે ઊંઘ લઈ શકો છો અને બારી બહાર જોઈ શકો છો. કારણ કે નેશનલ લેઝી ડે એ કંઈ ન કરવાની ઉજવણીનો દિવસ છે.

આળસ સારી છે! તણાવ, હતાશા અને નિષ્ફળતાના ડરથી બચાવે છે.

Why should National Lazy Day be celebrated, know about the history

જો તમને નવરાશ ગમે છે અને તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન છો. તો તમારે અમુક અંશે આળસુ બનવાની વૃત્તિ અપનાવવી જોઈએ. જે લોકો આળસુ હોય છે તેઓને માત્ર સારી ઊંઘ જ નથી આવતી પરંતુ તેઓ તણાવ, દબાણ, હતાશા અને નોકરી ગુમાવવાના અને બિઝનેસમાં નિષ્ફળ જવાના ડરથી પણ દૂર રહે છે. દિવસે ને દિવસે લોકોમાં આળસની લાગણી ઘણી વધી ગઈ છે. દરેક વ્યક્તિએ અમુક અંશે આળસુ હોવું જોઈએ. પણ તમારે તમારી કારકિર્દી અને જવાબદારીઓ માટે જરૂરી હોય તેટલા કલાકોની મહેનત કરવી જોઈએ.

Why should National Lazy Day be celebrated, know about the history

શરીરને બર્નઆઉટ સિન્ડ્રોમથી બચાવવા માટે આળસ એ એક મોટું શસ્ત્ર છે. બર્નઆઉટ સિન્ડ્રોમમાં શરીર હંમેશા થાક અનુભવે છે. અધૂરી ઊંઘ ગમે ત્યારે બર્નઆઉટ થઈ શકે છે. બર્નઆઉટની અસરો ખૂબ ગંભીર હોઈ શકે છે. કામનું ભારણ તમને તણાવયુક્ત બનાવે છે. આને કારણે, ભૂખ ન લાગવી, અનિદ્રા અને થાક વધે છે. આળસ આપણી કારકિર્દીનો અંત લાવી શકે છે અથવા તમને વ્યવસાયમાં અસફળ ખેલાડી બનાવી શકે છે.

સમયાંતરે આળસુ થવું ખરેખર સારું છે.

Why should National Lazy Day be celebrated, know about the history

સમયાંતરે આળસુ થવું ખરેખર સારું છે. કારણ કે પૂરતી માત્રામાં ઊંઘ લેવાથી તણાવ ઓછો થાય છે. ધ્યાન કેન્દ્રિત કરવાની કેપેસિટી અને યાદશક્તિમાં સુધારો થાય છે. જો આરામ ન લેવામાં આવે તો અધૂરી ઊંઘ ચિંતા, ડિપ્રેશન, નબળી રોગપ્રતિકારક શક્તિ અને હૃદય રોગ જેવી સમસ્યાઓ થાય છે.

  • આળસુ લોકોમાં કાર્યક્ષમતાના સ્તરમાં વધારો થાય છે.
  • આરામ લો અને સમયાંતરે તમારી જાતને આળસુ બનવા દો
  • આળસુ લોકો તેમના લાંબા ગાળાના લક્ષ્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.
  • મનને વિરામ આપવાથી ધ્યેય-આયોજન અને લક્ષ્ય નિર્ધારણ સરળ બને છે.
  • મન અને શરીરને પુનઃસ્થાપિત કરવા માટે ઊંઘ જરૂરી છે
  • સંગીત સાંભળીને સૂવાથી શરીરને આરામ મળે છે.

Why should National Lazy Day be celebrated, know about the history

જો તમે આળસને પોજીટીવ રીતે લો અને દરરોજ આઠ કલાકની ઊંઘ લો તો તમારું શરીર એનર્જીવાળું રહે છે. તેમજ તમારું મન અને હૃદય તાજગીભર્યું રહેશે. રવિવાર દિવસ એટલા માટે જ બનાવવામાં આવ્યો હતો. જેથી લોકો આરામ કરી શકો. જેનાથી તેમનું સ્વાસ્થય પણ સારું રહે છે.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.