Abtak Media Google News

મહામારીમાં વિદ્યાર્થીઓને કોઈ પણ સવલતનો લાભ નથી મળ્યો જેથી ફીમાં ઘટાડો કરવો આવશ્યક: સુપ્રીમ

કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને રાખીને શાળા-કોલેજોને ’ઓનલાઈન’ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે આદેશો આપવામાં આવ્યા હતા. જેના પરિણામે શાળા-કોલેજો વર્ચ્યુલી ધમધમી રહ્યા હતા ત્યારે દિવસ ભરમાં ફક્ત 2 કલાક અભ્યાસ અને પૂરેપૂરી ફીની માંગણી બાબતે અગાઉ શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે વિરોધનો વંટોળ ઉભો થયો હતો. ત્યારે રાજ્ય સરકારે શાળાઓને ફીમાં રાહત આપવા આદેશ આપ્યો હતો. મામલામાં હવે સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે, જ્યારે ભણતર ’ઓનલાઈન’ અપાઈ રહ્યું છે તો ’ઓફલાઈન’ ફ્રીની ઉઘરાણી શા માટે કરાઇ રહી છે ?  સુપ્રીમે સ્પષ્ટ કહ્યું છે કે, ઓનલાઈન ચાલતા વર્ગો માટે ફીમાં ઘટાડો કરવો જ જોઈએ.

સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે,  કોરોના મહામારીને કારણે સ્કૂલ બંધ છે અને ફક્ત ઓનલાઇન વર્ગો ચાલુ છે, જેના કારણે શાળાઓના ખર્ચમાં ઘણો ઘટાડો થયો છે.  સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવી સ્થિતિમાં શૈક્ષણિક સંસ્થાઓએ ફી ઘટાડવી જોઈએ.કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને ફક્ત ઓનલાઇન વર્ગો દ્વારા શિક્ષિત કરાઈ રહ્યા છે. બીજી તરફ, સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે, શૈક્ષણિક સંસ્થાઓએ ફી ઘટાડવી જોઈએ કારણ કે હાલની સ્થિતિમાં શાળાઓમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ બંધ છે, તેથી શાળાઓના ખર્ચમાં પણ ઘટાડો થયો છે. ન્યાયાધીશ એ.એમ. ખાનવીલકર અને દિનેશ મહેશ્વરીની ખંડપીઠે કહ્યું કે, શૈક્ષણિક સંસ્થાના સંચાલકોએ મહામારીના કારણે લોકોને આવતી સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ થવું જોઈએ અને આ સંસ્થાઓએ આગળ વધીને આ મુશ્કેલ સમયમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની મદદ કરવી જોઈએ. ખંડપીઠે કહ્યું હતું કે કાયદા હેઠળ, શાળા મેનેજમેન્ટે પ્રવૃતિઓ અને સુવિધાઓનો હવાલો આપીને હાલના ફી લેવી જોઈએ નહીં. હાલની પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓને કોઈ પણ સવલતનો ઉપયોગમાં કરી રહ્યા નથી.  આવી પ્રવૃત્તિઓ પર ઓવરહેડ્સના સંદર્ભમાં ફીની માંગ એ નફાકારક અને વેપારીકરણથી ઓછી નથી.

સંપૂર્ણ લોકડાઉનને કારણે શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન શાળાઓને લાંબા સમય સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી ન હતી.  આ સિવાય સ્કૂલ મેનેજમેન્ટે ઓવરહેડ્સ અને વિવિધ વસ્તુઓ જેવી કે પેટ્રોલ / ડીઝલ, વીજળી, જાળવણી ખર્ચ, પાણીના શુલ્ક, સ્ટેશનરી ચાર્જ વગેરે પર પણ બચત કરી છે.  રાજસ્થાનની ખાનગી બિન-સહાયક શાળાઓની રાજ્ય સરકારના આદેશ સામે વિશ્વાસ મૂકતા કે તેઓએ રોગચાળા દરમિયાન 30% ટ્યુશન ફી ચૂકવવી પડે છે, બેંચે કહ્યું હતું કે, રાજ્ય સરકાર પાસે આવા આદેશ પસાર કરવા માટે કોઈ કાયદો નથી. ખંડપીઠ સંમત છે કે, શાળાઓએ ફી ઘટાડવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.