Abtak Media Google News

ઉંચી પેન્ડન્સી અને નિચો ક્ધવીક્શન રેટ ભારતીય ન્યાયપ્રણાલીની સૌથી મોટી સમસ્યા !!

વર્ષ 1993માં બોલીવુડની ફિલ્મ દામીનીમાં એક ડાયલોગ રજૂ કરવામાં આવ્યો હતો જે સીધો જ ભારતીય ન્યાયતંત્ર સાથે ગણાઈ ગયો હતો. ફિલ્મ દામીનીમાં અભિનેતા સની દેઓલ કોર્ટ પરિસરમાં કહે છે કે, ’તારીખ પે તારીખ’ અને આજે ભારતીય ન્યાયપ્રણાલીમાં પણ પરિસ્થિતિ કંઈક એવી જ છે. એક ચોંકાવનારી વિગતો અનુસાર ભારતીય ન્યાયતંત્રમાં હાલ 90% ક્રિમિનલ કેસોની પેન્ડન્સી 90%ને પાર થઈ ગઈ છે. હવે જ્યારે આટલી મોટી સંખ્યામાં પેન્ડન્સી હોય ત્યારે આ ન્યાયતંત્ર માટે તો પડકાર સમાન છે જ પણ લોકોનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ડગાવી દેનારું પરિબળ પણ બની રહ્યું છે.

વર્ષ 1993માં ફોજદારી કેસોમાં પેન્ડન્સી 80% હતી જે આજે વધીને હવે 90% ને પાર થઈ ગઈ છે.પેન્ડન્સીને લીધે માત્ર ન્યાયમાં વિલંબ થતો નથી પણ કેસને મોટી અસરકારક બાબત થાય છે. કેમકે, ’તારીખ પે તારીખ’ પડવાથી ગુનેગારને પુરાવાનો નાશ, સાક્ષીઓ હોસ્ટાઈલ કરવા માટે પુષ્કળ સમય મળી જતો હોય છે. જેના લીધે તારીખ પે તારીખનો સામનો કર્યા બાદ પણ ન્યાય મેળવી શકાતો નથી કેમ કે, ન્યાયતંત્ર પુરાવાને આધીન જ નિર્ણયો લેતી હોય છે. ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં સુધારા અંગે જસ્ટિસ વી.એસ. મલિમથ કમિટિનો 2003નો અહેવાલ ફ્રેન્ચ નોબેલ વિજેતા આન્દ્રે ગિડેના આ અવતરણથી શરૂ થયો હતો.

તેમણે ન્યાયિક પ્રણાલીની બે મુખ્ય સમસ્યાઓનું વર્ગીકરણ કર્યું હતું. જેમાં એક કેસોનો ભરાવો અને ઉંચી પેન્ડન્સી હતી તો બીજી સમસ્યા નિચો ક્ધવીક્શન રેટ હતો. તેમ છતાં બે દાયકા પછી પણ કેસની પેન્ડન્સીમાં સતત વધારો થયો છે અને દોષિત ઠેરવવાના દરમાં થોડો સુધારો કર્યા પછી વર્ષ 2021થી  ફરીવાર ઘટાડો થયો છે.2021 માં હિંસક અપરાધના લગભગ 11 લાખ કેસો અને બેદરકારીથી મૃત્યુના 2 લાખથી વધુ કેસો ત્રણ વર્ષથી પેન્ડિંગ હતા. આ આંકડાઓમાં 50,000 થી વધુ બળાત્કારના કેસ સામેલ છે. કલ્પના કરો કે બળાત્કાર પીડિતા ન્યાય મેળવવા વર્ષો સુધી જુબાની આપવી પડે છે અને ત્યારબાદ તેને ન્યાય મળશે તેવી આશા સાથે રાહ જોવી પડે છે. આવી જ એક પીડિતાને કેન્દ્રમાં રાખીને ફિલ્મ દામીની રજૂ કરવામાં આવી હતી.

હાલ ભારતમાં કુલ મળીને 1.44 કરોડ ફોજદારી કેસ પેન્ડિંગ છે. તેમાંથી 70% 2021 માં એક વર્ષથી જૂના હતા અને 34% કેસો ત્રણ વર્ષથી વધુ જૂના હતા. સંપૂર્ણ સંખ્યામાં 4.2 લાખ ફોજદારી કેસ 10 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ છે તેવો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. મલિમથ રિપોર્ટ દર્શાવે છે કે, લાંબા સમય સુધી પેન્ડન્સી કેસને સીધી જ નિર્દોષ છુટકારા તરફ દોરી જાય છે  કારણ કે, પુરાવાઓ ખોવાઈ જાય છે અને સાક્ષીઓ કેટલીક વિગતો ભૂલી જાય છે અથવા હોસ્ટાઈલ થઈ જાય છે.

ઘણીવાર તારીખ ઓએ તારીખને લીધે આરોપીને પૂરતો સમય મળવાથી ધમકીઓ અને પ્રલોભનોથી પ્રભાવિત કરવાની વધુ સારી તક હોય છે.  હિંસક ગુનાઓ માટે ભારતનો દોષિત ઠેરવવાનો દર 2020માં પૂર્ણ થયેલા 100 ટ્રાયલ દીઠ 59.2% થી ઘટીને 2021 માં 57% થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, હિંસક ગુનાઓમાં પણ ક્ધવીક્શન રેટ નિચો જઈ રહ્યો છે તેવા આંકડા સામે આવ્યા છે. મુખ્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, દિલ્હી અને કેરળમાં દોષિત ઠેરવવાનો દર 85% થી વધુ છે. આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને તેલંગાણામાં ક્ધવીક્શન રેટ 70% થી વધુ છે પરંતુ ગુજરાતમાં ક્ધવીક્શન રેટ માત્ર 21.1% છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આસામમાં ક્ધવીક્શન રેટ 10% કરતા પણ ઓછા છે.

વાસ્તવ જીવનની ’દામીની’ને ન્યાય ક્યારે મળશે ?

2021 માં હિંસક અપરાધના લગભગ 11 લાખ કેસો અને બેદરકારીથી મૃત્યુના 2 લાખથી વધુ કેસો ત્રણ વર્ષથી પેન્ડિંગ હતા. આ આંકડાઓમાં 50,000 થી વધુ બળાત્કારના કેસ સામેલ છે. કલ્પના કરો કે બળાત્કાર પીડિતા ન્યાય મેળવવા વર્ષો સુધી જુબાની આપવી પડે છે અને ત્યારબાદ તેને ન્યાય મળશે તેવી આશા સાથે રાહ જોવી પડે છે. આવી જ એક પીડિતાને કેન્દ્રમાં રાખીને ફિલ્મ દામીની રજૂ કરવામાં આવી હતી. હાલ વાસ્તવ જીવનની 50 હજારથી વધુ ’દામીની’ ન્યાય ઝંખી રહી છે અને તેને ન્યાય મળશે તેની રાહ જોઈ રહી છે પરંતુ તેમને હજુ કેટલો સમય ’તારીખ પે તારીખ’ નો સામનો કરવો પડશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.

ન હોય… ગુજરાતમાં ક્ધવીક્શન રેટ માત્ર 21% !!!

મુખ્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, દિલ્હી અને કેરળમાં દોષિત ઠેરવવાનો દર 85% થી વધુ છે. આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને તેલંગાણામાં ક્ધવીક્શન રેટ 70% થી વધુ છે પરંતુ ગુજરાતમાં ક્ધવીક્શન રેટ માત્ર 21.1% છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આસામમાં ક્ધવીક્શન રેટ 10% કરતા પણ ઓછા છે.

49 લાખ કેસો 3 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ !!

હાલ ભારતમાં કુલ મળીને 1.44 કરોડ ફોજદારી કેસ પેન્ડિંગ છે. તેમાંથી 70% 2021 માં એક વર્ષથી જૂના હતા અને 34% કેસો ત્રણ વર્ષથી વધુ જૂના હતા. સંપૂર્ણ સંખ્યામાં 4.2 લાખ ફોજદારી કેસ 10 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ છે તેવો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. ઉપરાંત 49 લાખથી વધુ કેસો 3 વર્ષના સમયગાળાથી પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે.

વર્ષ 2021માં ફોજદારી કેસોની પેન્ડન્સી 90%ને વટાવી ગઈ !!

1993 માં  જ્યારે ફિલ્મ દામિનીએ ન્યાયિક પ્રક્રિયાનો સારાંશ “તારીખ પે તારીખ” તરીકે રજૂ કર્યો હતો ત્યારે લગભગ 80% ફોજદારી કેસ પેન્ડિંગ હતા. 10 વર્ષ પછી જસ્ટિસ મલિમથે આ સમસ્યાને ફ્લેગ કરી ત્યારે પેન્ડન્સી વધીને લગભગ 85% થઈ ગઈ હતી. જે હવે વર્ષ 2020 માં 90% ને વટાવી ગયું હતું અને 2021 માં ત્યાં જ સ્થિર રહ્યું હતું. મલિમથ રિપોર્ટમાં અદ્યતન દેશોમાં 90 % અથવા વધુ દોષિત ઠરાવનો દર પણ ટાંકવામાં આવ્યો હતો, પરંતુ ભારત આ માપદંડથી ઘણું નીચે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.