Abtak Media Google News

જમીન માપણીનું સત્ય બહાર આવે તો ગુજરાત રાજ્યનું દેવું સંપૂર્ણ થઈ જાય તેટલો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ મુદ્દે સરકાર સમિતિ બનાવી પાપ ઢાંકવાનો પ્રયત્ન કરી રહી છે.

દક્ષિણની ખાનગી એજન્સીએ ર૬ર કરોડ રૃપિયાની ભૂલ કરી છે. તેની સુધારણા લોકોના ખર્ચે શા માટે તેવા વેધક સવાલો ખેડૂત હિત રક્ષક સમિતિના પ્રમુખ પાલાભાઈ આંબલિયાએ ઊઠાવ્યો છે.

સરકાર કહે છે જમીન માપણી સાચી અને પારદર્શક છે, પરંતુ તેનું નિવેદન ખોટું છે. કારણ કે મુખ્યમંત્રીએ કબુલ્યું હતું કે જમીન માપણીમાં ભૂલ થઈ છે. ભાજપના પ્રવક્તાએ કહેલ કે ધ્રોળમાં ર૦૯ સર્વ નંબરની ચકાસણી કરવામાં આવતા ૯પ કબજાફેરની ભૂલ જોવા મળી. ૪ મા જગ્યા બદલી ગઈ, લગભગ ૯પ ટકા કામગીરી ભૂલભરેલ છે.

લાખાબાવળમાં જમીન વધ-ઘટનો ખેલ પાડવામાં આવ્યો છે. કુલ ૧૪૦ હેક્ટર ૩પ ગુંઠા ક્ષેત્રફળમાં વધઘટના હુકમ થયા છે. જે જમીનની કિંમત પ૦ કરોડ જેટલી થવા જાય છે.

જામનગરની ડીઆઈએલઆર કચેરીએ ખેડૂતોની અરજી ફાઈલ કરી નાંખી છે.

જો ૧,૭૦,૦૦૦ રેફરન્સ પોઈન્ટ/એમ માર્કના પથ્થરો ખોડેલા છે તો શૂન્ય રેફરન્સથી માપણી શા માટે?

સરકાર કહે છે કે સાદી અરજી કરનાર ખેડૂતની જમીન માપી દેવામાં આવશે, પરંતુ બુદ્ધિપૂર્વકની ખેડૂતો સામેની છેતરપિંડીનું નાટક છે. જો સરકાર સમગ્ર રાજ્યનો ડિજિટલ, નક્શો જાહેર કરે તો ગુજરાતનું ’દેવું’ પૂરૃં થઈ જાય.

આ વિષય માત્ર ખેડૂત પૂરતા નથી. ૯૦ ટકા ખેડૂતોની જમીન ટાયટલ ખરાબ થયા છે. જો આ સ્થિતિ ચાલુ રહી તો ભવિષ્યમાં ગૃહયુદ્ધ નહીં થાય તેવું કોણ કહી શકે? તેવો આક્ષેપ પણ પાલાભાઈ આંબલિયા સાથે ગિરધરભાઈ બધેલાએ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.