Abtak Media Google News
આવનારા સમયમાં સરકાર પેટ્રોલ અને મીઠાનું મિશ્રણ અઢી ટકા વધારી ૨૦ ટકા સુધી કરશે : બંનેના મિશ્રણથી વાહનમાં કોઈ જ તકલીફ પડતી નથી

અબતક, નવિદિલ્હી

સમગ્ર ભારત દેશમાં પેટ્રોલ અને ઇથેનોલ ના મિશ્રણ ને લઇ ઘણી અટકળો ચાલી રહી હતી ત્યારે સૌથી જરૂરી એ છે કે હાલ ભારત સરકારે સર્વપ્રથમ પેટ્રોલ સસ્તુ કરવું ખૂબ જ જરૂરી છે એટલું જ નહીં આ કાર્ય બાદ સરકારે પ્રદૂષણ ઘટાડવા માટે પણ વધારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ત્યારે હાલ જે ભારત દેશમાં ઇથેનોલ અને પેટ્રોલના મિશ્રણ ને લઇ જજે ચર્ચા ચાલી રહી હતી તેના પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યો છે અને આ અંગે યુનિયન મીનીસ્ટર રામેશ્વર તેલીએ જણાવતા કહ્યું કે આ સમયમાં ઇથેનોલ અને પેટ્રોલના મિશ્રણ માટે અનેક પ્રકારે રિસર્ચ થઈ ચૂક્યા છે અને તેમાં એ વાત ખર્ચ ચર્ચાનો અંત આવ્યો છે કે ઇથેનોલ અને પેટ્રોલ ના મિશ્રણ થી કોઈપણ પ્રકારની તકલીફ કે મુશ્કેલી વાહનોને પડતી નથી હાલના તબક્કે અઢી ટકા જેટલું મિશ્રણ ઇથેનોલ નું પેટ્રોલમાં કરવામાં આવી રહ્યું છે.

પેટ્રોલ અને એક ચેનલના મિશ્રણ માં ઘણા ખરા પ્રશ્નો છેલ્લા લાંબા સમયથી ઉદભવી થઈ રહ્યા છે ત્યારે સરકારે એ વાતની પણ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે જે રીતે બન્ને માં વિતરણ થાય છે તેનાથી તેનો સીધો ફાયદો ભારત સરકારની તિજોરી પર પડે છે બ્લેન્ડિંગ કરવાથી પેટ્રોલ અને ફિનોલ માં જે બચત થાય છે તે સીધો ફાયદો કેન્દ્ર સરકારને જોવા મળે છે ત્યારે આવનારા સમયમાં હજુ પણ સરકાર મિશ્રણ ની ક્ષમતા વધી ટકાથી વધારી ૨૦ ટકા સુધી કરવા માટે વિચાર કરી રહ્યું છે અને સૌથી મોટી વાત તો એ છે કે વડાપ્રધાન મોદીનું પણ જે સ્વપ્ન છે કે આગામી વર્ષોમાં ભારત ઝીરો કાર્બન તરફ આગળ વધે તેમાં આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી નીવડશે.

સરકારના લક્ષ્યાંકને જો ધ્યાને લેવામાં આવે તો સરકારનું મુખ્ય હેતુ એ જ છે કે જો આ બંને પદાર્થોનું મિશ્રણ યોગ્ય રીતે કરવામાં આવશે તો તેનો સીધો ફાયદો ભારતને થશે અને ભારત દેશના આયાતમાં પણ ઘણો છે ઘટાડો જોવા મળશે જે ભારતનું હૂંડિયામણ અન્ય દેશોમાં જતા રોકી શકે છે. સામે બાયોડીઝલ માં પણ ઘણા પ્રશ્નો ઉભા થયા છે ત્યારે સરકારે સૌથી મહત્વપૂર્ણ પરિબળ એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે કે જે રસ્તા પર ચાલતા વાહનો છે તેના એન્જિનની ક્ષમતા અને તેની ગુણવત્તા કેવી રીતે વધારી શકાય અને ત્યારબાદ પ્રદૂષણ ઉપર નિયંત્રણ કેવી રીતે લાદી શકાય.

આ તમામ મુદ્દાઓ ઉપર હાલ સરકાર ચર્ચા અને વિચારણા કરી રહી છે અને પેટ્રોલિયમ પ્રોડક્ટ પરની જે આયાત વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે તેનો ઘટાડો કેવી રીતે કરી શકાય તે દિશામાં પણ હાલ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ તકે જો સરકાર પેટ્રોલ અને ઇથેનોલ નું મિશ્રણ વધુ પ્રમાણ એટલે કે જે ૨૦ ટકાની મર્યાદા નિર્ધારીત કરવામાં આવેલી છે તે મુજબ કરે તો દેશને ઘણો ખરો આર્થિક ફાયદો પહોંચે અને સરકારની તિજોરી પણ છલકાઈ જશે. રીતે કેન્દ્ર સરકારે બાયોડીઝલ ના મુદ્દે પણ યોગ્ય પ્રકાશ પાડવો જરૂરી છે અને તેના માટે યોગ્ય રણનીતિ ઘડવી પણ તેટલી જ આવશ્યક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.