Abtak Media Google News

સ્ત્રીના સોળ શણગારમાં ચાંદલો, સિંદૂર, કાજલ, મહેંદી, પાનેતર, ફુલગજરો, ટીકો, નથણી, બૂટી, મંગલસૂત્ર, બાઝુબંધ બંગડી, વીંટી, કમરબંધ (કંદોરો) વીછીયા પાયલનો સમાવેશ

હિન્દુ ધર્મમાં લગ્નજીવનમાં સોળ શૃંગારના ગુણગાન ગવાયા છે. આ શણગારની વસ્તુઓ પહેરવી શુભ માનવામાં આવે છે. આ શૃંગારની સાથે સાથે ધાર્મિક તો ખરુ પણ સાથે વૈજ્ઞાનિક કારણ જોડાયેલ છે. સોળ શૃંગારમાં, ચાંદલો, સિંદૂર, કાજલ સહિતની વસ્તુઓ સામેલ થયેલ છે. ઋગ્વેદમાં પણ સૌભાગ્ય માટે સોળ શૃંગારનું વર્ણન કરાયું છે.

ચાંદલો:- માથામાં કપાળે  બે ભ્રમરની વચ્ચે કંકુનો ચાંદલો કરવામાં આવે છે આ ચાંદલો નાનો મોટો કોઇપણ પ્રકારનો કરવામાં આવે છે એ ભાગમાં નર્વ પોઇન્ટ છે ભ્રમરકેન્દ્ર પર બિંદી કરવાથી સ્ત્રીઓમાં એકાગ્રતા આવે વછે મનનું સંતુલન રહે છે.

સિંદુર:- લગ્ન પછી સ્ત્રીને તેના પતિ દ્વારા માથામાં સિંદુર ભરવામાં આવે છે. કહેવાય છે કે નારી પોતાના પતિના દીર્ધાયુ માટે માથામાં સિંદુર લગાવે છે. સિંદુર લાલ લેડ ઓકસાઇડમાંથી પારો અને સીસુના ભુકકામાંથી તૈયાર થાય છે એને કારણે મગજની નસો નિયંત્રણમાં રહેતી હોવાનું મનાય છે. એ સ્ત્રીઓના શરીરના તાપમાનને નિયંત્રિત કરીને ઠંડક આપે છે. અને શાંત રાખે છે.

Stree 1

કાજલ:- સ્ત્રીઓની આંખોની સુંદરતાને વધારે ધારદાર બનાવે છે કાજલ (આંજણ) લગાવવાથી નારીઓ પર કોઇની ખુબી નજર ન લાગે એવું ભ્રમ ભરેલું છે. પરંતુ કાજલથી આંખોને ઠંડક મળે છે. અને સાથે સાથે નકારાત્મક ઉર્જાથી પણ દૂર રહે છે.

મહેંદી:- કોઇપણ શુભ પ્રસંગે કે વાર તહેવારે સ્ત્રી પોતાના હાથે મહેંદી લગાવે છે. એમ કહેવાય છે કે હાથમાં મહેંદીનો રંગ જેટલો વધારે ખીલે  એટલો વધારે પતિ પ્રેમ મળે એ એક ભૂલ ભરેલું છે. મહેંદી લાગવાથી તણાવને ઓછો કરવામાં મદદ મળે છે. અને ઠંડક આપે છે.

પાનેતર:- લગ્ન વખતે ક્ધયના શૃંગાર સૌથી અગત્યનું વસ્ત્ર એટલે પાનેતર ખાસ કરીને સફેદ અને લાલ રંગનો ઉપયોગ કરવામાં આવે છે. સફેદ રંગ શાંતિ અને લાલ રંગ શુભ ગણવામાં આવે સફેદ અને લાલ રંગનું પાનેતર પહેરવાથી શુભ માનવામાં આવે છે.

ફુલ ગજરો:- ફૂલોથી તૈયાર થતો ગજરો એક પ્રાકૃતિક શુંગાર છે વાળમાં સૌદર્ય બક્ષતો ગજરો ધારણ કરવાથી નારીનું ધૈર્ય જાણવાય રહે તેમજ તાજગી અર્પે છે ફૂલોની સુગંધથી તણાવ પણ દૂર કરવામાં ઉપયોગ બને છે.

ટીકો:- સોના, ચાંદી, હીરા અને મોતીથી તૈયાર થતું આ આભૂષણ  સ્ત્રીના મસ્તકને શોભાવે છે વૈજ્ઞાનિક માન્યતા પ્રમાણે માંગ ટીકો લગાવવાથી શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે અને શાંતિચિતે સ્ત્રી નિર્ણયો લઇ શકે છે.

Stree 2

નથણી:- સ્ત્રીના નાકમાં પહેરવામાં આવતી નથણી અથવા ચૂંક એવું કહેવાય છે કે નાકમાં નથણીનો સીધો સંબંધ સ્ત્રીના ગર્ભાશય સાથે છે નાકની કેટલીક નસો ગર્ભાશય સાથે જોડાયેલી હોય છે એટલા માટે નાક વિધાવવામાં આવે છે.

કાનમાં બૂટી:- કાન ધિાવા સાથે વૈજ્ઞાનિક કારણ જોડાયેલ છે. કાનની બૂટી પહેરવાથી એકયુપ્રેસન પોઇન્ટ છે. તેમની પર આભૂષણનું દબાણ આવવાથી કિડનીમાં બ્લડ સરકયુલેશનની કામગીરીમાં સુધારો જોવા મળે છે.

મંગળસૂત્ર:- સૌભાગ્યવંતી સ્ત્રી નિરંતર મંગળસૂત્રને ધારણ કરે છે. મંગળસૂત્ર સકારાત્મક ઉર્જાથી આકર્ષિત થાય છે અને નારીના હ્રદય અને મનને શાંત રાખે છે. સોનાનું મંગળસૂત્ર ધારણ કરવાથી શરીરમાં બળ અને તેજ વધે તેવી પણ એક માન્યતા છે.

બાજુબંધ:- બાવડા પર ઉપરની બાજુમાં આ આભૂષણ પહેરવામાં આવે છે પહેલાના સમયમાં બાવડા પર આ પહેરવું એ ખુબ જરુરી મનાતું હતું તે પહેરવાથી લોહીના ભ્રમણની ગતિ બરાબર રહે છે તેથી સ્ત્રીને ઘરકામ કરતી હોવાથી તેના શરીરને ધસારો લાગતો હોવાથી ખાંભા અને સ્નાયુનો દુ:ખાવો થતો નથી.

બંગડી:- હાથ પર પહેરવામાં આવતી ચૂડી બંગડી મહત્વનો અને હાથવર્ગોનો શુંગાર છે. બંગડીએ પતિ-પત્નીના ભાગ્ય અને સંપન્નતાનું પ્રતિક છે. ચૂડીનો સંબંધ ચંદ્ર સાથે પણ છે. એવુ: પણ માનવા આવે છે કે બંગડી પહેરવાથી કાંડામાં થતા બ્લડ સલ્યુલેશનમાં સુધારો કરે છે તેમાંથી બ્લડ પ્રેસર કાબૂમાં રાખવા સહાયતા મળે છે.

વીંટી:- વીંટી પહેરવાથી તે હ્રદયમાં સહાય સ્નેહ વીટળાયેલો રહે છે. અનામિકા આંગળીની નસો સીધી હ્રદય સાથે જોડાયેલ છે. તેથી તેના પર પહેરેલી વીંટીથી પ્રેસર આવે એનાથી સ્વસ્થતા પણ રહે છે.

કમરબંધ (કંદોરો):- નાભિના ઉપરના હિસ્સામાં એને પહેરવામાં આવે છે સ્ત્રી તેમજ નાનું બાળક ને કમરબંધ પહેરવામાં આવે છે. સ્ત્રીઓને માસિક વખતે થતી પીડામાં રાહત થાય છે તેમજ પાચન શકિત પણ ઝડપી થાય છે પેટ સંબંધીત બિમારીને રોકવામાં કમરબંધ મહત્વનો ભાગ ભજવે છે.

વીછીયા:- વિવાહ બાદ સ્ત્રીઓ પગની આંગળીઓમાં વીછીયા પહેરે છે. એવી માન્યતા પણ છે કે વીછીયા પહેરવાથી સ્ત્રીઓનું સ્વાસ્થ્ય સારુ રહે છે. વીછીયા પહેરવાથી પગની આંગણી બ્લડની ગતિને સરખી રાખે છે. અને સ્ત્રીને પગને લગતા રોગમાં મહત્વની ભૂમિકા ભજવે છે તે ખાસ કરી ચાંદીની પહેરવામાં આવે છે.

પાયલ:- પગને સુંદર બનાવતું સૌથી આકર્ષક આભૂષણ એટલે પાયલ પગમાં પાયલ પહેરવાથી સાઇટિકામાં રાહત મળી રહે છે અને પગની એડીમાં દુખાવામાં પણ રાહત જોવા મળે છે.

અત્યારની આધુનિક અને દોડધામ ભરેલી જીવનમાં આવો શુંગાર કરવો સ્ત્રી માટે અશકય બન્યું છે. એટલા માટે સ્ત્રી રોગમાં પણ વધારો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.