Abtak Media Google News

અબતક, નવી દિલ્હી

તાલિબાનો ગેરકાયદે ધંધાઓથી કમાણી કરી સરકાર કેવી રીતે ચલાવી શકે આ સો મણનો સવાલ ઉદ્દભવ્યો છે. અફીણ, ખાણકામ અને અપહરણ સહિતના ગેરકાયદે ધંધાઓ કરી તાલિબાનો માલામાલ થઈ રહ્યા છે. પણ આવી કાળી કમાણીથી ચાલતી સરકારને વિશ્વ માન્યતા આપે તેની સંભાવના નહિવત હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

તાલિબાનોએ ટૂંકા સમયમાં સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. જ્યારે અમેરિકાના ટેકા છતાં અફઘાન સૈન્ય ઘૂંટણિયે પડી ગયું હતું. તો આ સ્થિતિમાં ચોક્કસપણે પ્રશ્ન ઉદભવે કે તાલિબાન પાસે આટલા પૈસા અને હથિયારો ક્યાંથી આવે છે? આનો જવાબ છે કે તાલિબાનની વાર્ષિક આવક એક અબજ ડોલરથી વધુ છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર તાલિબાન કેટલી રકમ એકત્ર કરવા સક્ષમ છે તેનો અંદાજ લગાવવો અશક્ય છે.

 ગેરકાયદે ધંધાઓથી કમાણી કરી સરકાર કેવી રીતે ચલાવી શકશે?

યુનાઇટેડ નેશન્સના જૂન 2021 ના અહેવાલ અનુસાર, તાલિબાનની વાર્ષિક આવક 2011 સુધીમાં આશરે 300 મિલિયન ડોલર હતી. જે તાજેતરના વર્ષોમાં વધીને 1.5 અબજ ડોલર થઈ ગઈ છે. તાલિબાન ડ્રગ બિઝનેસ કરે છે, તેમના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાંથી જંગી કર વસૂલે છે અને અન્ય ઘણી ગુનાહિત પ્રવૃત્તિઓ પણ કરે છે. જ્યાંથી તેમને આ પૈસા મળે છે. એક ગુપ્તચર એજન્સીનું કહેવું છે કે તાલિબાનને માત્ર ડ્રગ હેરફેરથી 460 મિલિયન ડોલર મળે છે.

રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે તાલિબાન નેતાઓએ તેમના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં કુદરતી સંસાધનોમાંથી પણ કમાણી કરી હતી, જેમાં ગયા વર્ષે ખાણકામ સંબંધિત કામમાં 464 મિલિયન ડોલર હતો. આ બતાવે છે કે તાલિબાનને લડવૈયાઓની ભરતી, ભંડોળ અથવા હથિયારો અને દારૂગોળો માટે પણ લડવાની જરૂર નથી.તાલિબાનને મોટી માત્રામાં દાન પણ મળે છે. તે સંસ્થાઓ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે જેને યુએન ‘બિન-સરકારી ચેરિટેબલ ફાઉન્ડેશન નેટવર્ક’ કહે છે. આ સિવાય તાલિબાનોને તેમના ધનિક સમર્થકો પાસેથી પણ પૈસા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.