તમારે ઉપવાસ કેમ કરવા જોઇએ? જાણો આ પાછળના કારણો.

health
health

ઉપવાસનો સંબંધ આસ્થા સાથે તો છે, સાથે એનું વૈજ્ઞાનિક કારણ પણ છે. નોર્મલ ડાઇટ વાળા દિવસોમાં આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ ૨૪ કલાક કામ કરે છે. પરંતુ ફાસ્ટિંગથી એને આરામ મળે છે. એનાથી સારી એવી હેલ્થ પ્રોબ્લેમ દૂર થઇ જાય છે.

ઉપવાસ કરવાથી બોડી ફેટ બર્ન કરવામાં મદદ મળે છે. વ્રત દરમિયાન એનર્જીની જરૂર પડવા પર આપણું શરીર જમા થયેલી ચરબીનો ઉપયોગ કરે છે. એનાથી વજન ઘટે છે.

મહીનામાં એક વખત વ્રત કરવાથી હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ મળે છે. ઉપવાસ દરમિયાન બોડીમાં જમા થયેલી ચરબી એનર્જી માટે ઉપયોગ થાય છે. એનાથી બ્લડ સર્કયુલેશન સારું થાય છે, હાર્ટના ફંક્શન સુધરે છે.

ઉપવાસ કરવાથી ડાયજેસ્ટિવ સિસ્ટમને થોડી રાહત મળે છે. એનાથી મેટાબોલિજ્મ એટલે કે બોડીની કેલેરી બર્ન કરવામાં ક્ષમતા વધે છે. એનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

ઉપવાસ કરવાથી બોડીની ઇન્સુલિન સેન્સિટિવિટી પર પોઝિટીવ અસર પડે છે. બોડી ગ્લુકોઝની જરૂરબ્લડથી શુગર લઇને પૂરી કરી લે છે. જેનાથી ડાયાબિટીસ થવાનું જોખમ ઘટે છે.

એક આખો દિનસ કંઇ પણ નહીં ખાવાથી બોડીના ટોક્સિન્સ નિકળી જાય છે. એનાથી લિવર, કિડની અને બીજા ભાગો સારી રીતે ફંક્શન કરે છે.

ઉપવાસમાં મેટાબોલિજ્મ સારું થાય છે. એનાથી બોડી ફેક્શન સારી બને છે અને હૃદય રોગ, મેદસ્વિટા, ડાયાબિટીસ જેવી સીરિયસ બીમારીઓ થતી નથી, જેનાથી ઉંમર લાંબી થાય છે.

આપણે જેટલું વધારે ખાઇએ છીએ, પાચનક્રિયા પર એટલી વદારે અસર પડે છે. ઉપવાસ દરમિયાન લાંબા સમય સુધી ના ખાવાથી એને આરામ મળે છે અને એ સારી રીતે કામ કરવા માટે તૈયાર થાય છે.

ઉપવાસ સમયે પાચનક્રિયાનું કોઇ કામ હોતું નથી અને બાકીની સિસ્ટમ સારી રીતે કામ કરે છે. એનાથી સ્કીન સેલ્સ રીજનરેટ થાય છે અને સ્કીન હેલ્ધી બને છે. મોઢા પર ગ્લો વધે છે.

ઉપવાસમાં શરીરમાં એક ખાસ પ્રકારનું પ્રોટીન બને છે. આ બ્રેન સેલ્સને ડેમેજ થતા રોકે છે અને એનાથી ફંક્શન સારું થાય છે. એનાથી મેમરી પાવર વધે છે.

ઉપલાસ કરવાથી શરીરમાં વ્હાઇટ બ્લડ સેલ્સ બને છે. જેનાથી ઇન્ફેક્શન થવાનું જોખમ ઓછું થઇ જાય છે. એનાથી ઇમ્યૂન સિસ્ટમ સારું થાય છે. ખાસ પ્રકારના કેન્સરથી બચવા માટે આ ફાયદાકારક છે.