Abtak Media Google News

કડિયા કામ પર જતું આંબેડકરનગરનું દંપતી ખંડિત: પરિવારમાં કરુણાંતિકા

શહેરના માધાપર ચોકડી પાસે બાઈક પર જઈ રહેલા દંપતીના પત્નીની ચૂંદડી ટાયરમાં ફસાઈ જતા તેણીનું કરુણ મોત નિપજ્યું હતું. આંબેડકરનગરનું દંપતી કડિયા કામ પર જતા હતા ત્યારે દુર્ઘટના સર્જાતા પરિવારમાં કરુણાંતિકા સર્જાઈ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના નાનામૌવ વિસ્તારમાં આંબેડકરનગર શેરી – 5માં રહેતા આલાભાઈ પાટર પોતાની પત્ની કેશુબેન સાથે બાઈક પર કડિયા કામ માટે જઇ રહ્યા હતા. તે દરમિયાન માધાપર ચોકડી પાસે ચાલુ બાઈક પત્ની કેશૂબેનની ચૂંદડી ટાયરમાં આવી જતા ગળે ફાંસો આવી જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ગંભીર હાલતમાં કેશુબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતાં. પતિની નજર સામે જ પત્ની કાળનો કોળિયો બનતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.