ગોંડલનાં કંટોલિયા ગામે પરિણીતાએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત: કારણ અંગે તપાસ

એક વર્ષ પુર્વે જ લગ્નગ્રંથીએ જોડાયેલી પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

ગોંડલ ભગવતપરા ખાતે માવતર ધરાવતી અને એક માસ પહેલા જ કંટોલિયા ગામનાં યુવાન સાથે લગ્નનાં બંધને બંધાયેલ પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાનાં ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી દેતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી

પ્રાપ્ત વિગતો મુજબ કંટોલિયા રહેતા  અંજલીબેન જેન્તી ભાઈ પરમાર ઉ.વ.24 એ પોતાનાં ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેમનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટના અંગેની તપાસ જમાદાર આઈ.એસ. જાડેજાએ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુંકે અંજલીબેનનાં પ્રથમ લગ્ન એક વર્ષ પહેલા રાજકોટ થયા હતાં પરંતુ ત્યાં સંસાર સુખથી ન ચાલતા છૂટા છેડા થયા હતા અને ગોંડલ ભગવતપરા ખાતે માવતર સાથે રહેતા હતા.દરમ્યાન તેના પિતા દ્વારા બીજા લગ્ન માટે સમજાવવામાં આવતા એક માસ પહેલા જ કંટોલીયા ગામે કડીયાકામ કરતા યુવાન જેન્તી ભાઈ સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા એક માસ દરમ્યાન ત્રણ વખત હરખભેર સજોડે માવતર પણ આવી ચુક્યા હતા. આજે સવારે સાડા દસ વાગ્યે માતા સાથે મોબાઈલ ઉપર ખુશીથી વાત પણ કરી હતી બાદમાં ગળેફાંસો ખાઈ લેતા પરિવાર અવાચક થઈ જવા પામ્યો હતો. માહિતગાર વર્તુળો ના જણાવ્યા મુજબ પ્રથમ લગ્નનાં ભંગાણ બાદ અંજલીબેનને જીવન નીરસ લાગવા લાગ્યું હતું. પરંતુ પિતાએ બીજા લગ્ન માટે સમજાવી લગ્ન કરાવી આપ્યા હતા. તેમ છતા પરિણીતાએ મોત મીઠું કરી લેતા હાલ સાસરીયા અને માવતરીયા ધેરા શોકમાં ગરક થઈ જવા પામ્યા છે.ગોંડલ માં એક સપ્તાહ માં ગળાફાંસા ની આ ત્રીજી ઘટના બની  છે.

ગોંડલનાં કંટોલિયા ગામે પરિણીતાએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત: કારણ અંગે તપાસએક વર્ષ પુર્વે જ લગ્નગ્રંથીએ જોડાયેલી પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુંગોંડલનાં કંટોલિયા ગામે પરિણીતાએ