Abtak Media Google News

ગુંદરણ પાસે ઝુંપડામાં સૂતેલા નવજાત શિશુને સિંહણે અને સાવરકુંડલા પાસે માસુમને દિપડો ઉપાડી ગયો

અમરેલી પંથકમાં બે ગામમાં હાલ ખોફનો માહોલ સર્જાયો છે. ગુંદરણ સ્ટેટ હાઇવે નજીક  પરિવાર ઝૂંપડું બનાવી સૂઈ રહ્યો હતો. અંદાજે સવારે 5 વાગ્યાની આસપઆસ શિકારની શોધમાં આવેલી સિંહણની અચાનક પરિવારના 5 મહિનાના બાળક પર નજર પડી ને તરાપ મારીને માસૂમને જંગલ તરફ ખેંચીને લઈ ગઈ. તો બીજી તરફ ગત મોડી રાત્રે સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામ નજીક એક પરિવારનો 3 વર્ષનો દીકરો ઘરઆંગણે રમતો હતો ને અચાનક દીપડો ત્રાટક્યો. પરિવાર કંઈ સમજે તે પહેલાં જ દીપડો માસૂમને મોંઢામાં દબોચી ખેંચી ગયો. આ બંને ઘટના બાદ વનવિભાગની ટીમ એક્શનમાં આવી ગઈ છે.

ટીમે ગણતરીના કલાકોમાં જ દીપડાને પાંજરે પૂરી દીધો હતો જ્યારે ભારે જહેમત બાદ બપોરના સમયે સિંહણ પણ પકડાઈ ગઈ હતી. આ જાણીએ બંને ઘટનાને વિસ્તારથી અમરેલી જિલ્લાના લીલિયા રેન્જમાં આવેલા ખારા ગામ નજીકની ઘટના સામે આવી છે. ખારા ગુંદરણ સ્ટેટ હાઇવે નજીક એક પરિવાર ઝૂંપડું બનાવી રહેતો હતો અને વહેલી સવારે સિંહણ શિકારની શોધમાં આવી હતી. સૌથી પહેલાં સિંહણે એક બકરીનો શિકાર કર્યો. બકરી દ્વારા બૂમો પાડતા આસપાસના લોકો જાગી ગયા ને સિંહણ બકરીનું મારણ છોડી થોડે દૂર 5 માસનો માસૂમ વિશાલ ભાવેશભાઈ પરમાર પરિવાર સાથે ઘોર નિદ્રામાં સૂતો હતો તેને ઉઠાવીને લઈ ગઈ હતી.

જ્યારે  રાડારાડી ન થતા શિકાર કરી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઇ છે. આ ઘટનામાં વનવિભાગને કેટલાંક હાડપિંજર અને માત્ર અવશેષો મળ્યાં છે.લીલિયા રેન્જ વનવિભાગ દ્વારા તપાસ શરૂ કરી 4 જેટલાં ગામડામાં સ્ક્રીનિંગ શરૂ કર્યું છે. અલગ અલગ વિસ્તારમાં સિંહણને પાંજરે પૂરવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. સિંહણ જેવા પ્રાણીએ હુમલો કેવી રીતે કર્યો તેને લઈ તપાસ શરૂ કરી છે.બાદ બપોરના સમયે સિંહણ પણ પકડાઈ ગઈ હતી

સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામ નજીક વાડી વિસ્તારમાં મોડી રાતે વાડીમાં ઓરડી બહાર માતા-પિતા અને ભાઈઓ સાથે 3 વર્ષનો માસૂમ રમી રહ્યો હતો ત્યારે અચાનક દીપડો આવી ચડતા માસૂમને મોંમાં પકડી બાજુમાં બાજરીમાં વાવેતરમાં લઈ જતા દેકારો મચ્યો હતો. અન્ય લોકો દ્વારા છોડાવવા માટે દોડધામ કરી તેમ છતાં દીપડાએ માસૂમને મોતને ઘાટ ઉતારી દીધો. ઘટનાની જાણ થતાં સાવરકુંડલા વનવિભાગની ટીમ દોડી ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક પાંજરા ગોઠવી દીપડાને પાંજરે પૂરી દેતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.