Abtak Media Google News

રમત-ગમતનો દેશનો સર્વોચ્ચ મેડલ રાજીવ ગાંધી ખેલ રત્નથી ‘પુનિયા’ને નવાજાશે !

એશિયન અને કોમનવેલ્થ ગેમમાં ગોલ્ડમેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયાને દેશનો સર્વોચ્ચ રમત-ગમતનું મેડલ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવશે ત્યારે કઝાકસ્તાન ખાતે વર્લ્ડ ચેમ્પીયનશીપમાં રમતા ભારત માટે આશા જીવંત થઈ છે કે, કુસ્તીમાં બજરંગ ગોલ્ડ મેડલ જીતશે.

આ તકે બજરંગ પુનિયાએ જણાવ્યું હતું કે, તેને કોઈ મોટીવેશનની જરૂર નથી તે આંતરીક રીતે જ મોટીવેટેડ થયેલ છે. બજરંગ પુનિયાનું નામ ૧૨ સભ્યોની સિલેકશન કમિટી દ્વારા નકકી કરવામાં આવ્યું હતું.

સિલેકશન કમિટી દ્વારા અન્ય ખેલાડીનાં નામની પણ પસંદગી થશે તેવી પણ વાત સામે આવી રહી છે. વધુમાં બજરંગ પુનિયાએ જણાવતાં કહ્યું હતું કે, તેમને મળેલી સિદ્ધિનાં કારણે જ તે ખેલ રત્ન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે અને તે તેને લાયક પણ છે. ગત વર્ષમાં જકારતા ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં ૩૫ કિલો ફ્રિ સ્ટ્રાઈલમાં ઈવેન્ટમાં બજરંગ પુનિયાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. એવી જ રીતે તેને ૩૫ કિલો ફ્રિ સ્ટાઈલમાં ગોલ્ડ કોસ્ટ, કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૨૦૨૦માં ટોકિયો ખાતે ઓલમ્પીકનું આયોજન થનારું છે ત્યારે ભારત માટે આશા પણ જીવંત થઈ છે. ૨૦૧૩ વર્લ્ડ ચેમ્પીયનશીપમાં ૬૦ કિલો ઈવેન્ટમાં બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો ત્યારે દેશ માટે કુસ્તી રમતમાં આશા જીવંત થઈ છે અને ભારત દેશનું પ્રભુત્વ કુસ્તી ક્ષેત્રે પ્રસ્થાપિત થાય તે દિશામાં બજરંગ પુનિયાને આગળ પણ વધારવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.