શું કોંગ્રેસ ભાજપને ટક્કર આપી શકશે ??

આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે ત્યારે કોંગ્રેસે આજના દિવસે ખરા અર્થમાં આત્મ મંથન કરવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણાધીન થઈ છે. કોંગ્રેસ હાલ કપરા કાળમાંથી પસાર થઇ રહ્યું છે. એક સમયે સમગ્ર દેશમાં સતાની બાગદોડ સંભાળનાર કોંગ્રેસ હાલ મોટાભાગના રાજ્યોમાં હાસિયામાં ધકેલાઈ ગઇ છે ત્યારે આજના દિવસે કોંગ્રેસે સંકલ્પબદ્ધ થવાની જરૂરિયાત છે.

રાજકોટ વોર્ડ નં 13

શું કહે છે ભાજપ?

કોગેસનો સ્થાપના દિવસ છે તે વાત સાચી પરંતુ સ્થાપના દિવસ જે તે કાર્યકમ માટે પાર્ટીનું  એક હોવું જરુરી છે. અને કોંગ્રેસ હંમેશાથી વિવાદોમાં રહ્યું છે. પક્ષમાં એકતા ન હોય તો કામગીરી શકય નથી. કોંગ્રેસ સવાસો વર્ષ જુની છે. પરંતુ આજે તેનો દબદબો નથી. તેનું કારણ છે કે જે રીતે ભાજપના વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતના તમામ કાર્યકર્તાઓ નિષ્ઠાપૂર્વક અને સૌને સાથે રાખીને કાર્ય કરે છે. તો ખરા અર્થમાં જો વિકાસ કરવા હોય તો એકલા પણ એટલી જ જરુરી છે. તેથી વિખવાદને પળી કોંગ્રેસ કાર્ય કરે તો ને તો જ તે પોતાના સ્થાપના દિવસને ઉજવી શકે ગાંધીજીની કહેવાતી કોંગ્રેસ હાલ માર્ગ ભુલી છે જેથી હાલમાં કયાંકને કયાંક જનતા પણ તેમની સાથે નથી. અને હજુ જો કોંગ્રેસ સુધારા નહિ કરે તો જ શાસક બનવું સ્વપ્ન જ રહી જશે.

શું કહે છે કોંગ્રેસ?

વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર સાથે વાત થતાં જાણવા મળ્યું કે કોંગ્રેસની સ્થાપના જયારથી થઇ ત્યારથી સતયને સાથે રાખી કોંગ્રેસ કામગીરીઓ કરી રહી છે. ખાસ તો ભાજપ જે રીતે શોબાજી કરે છે. કોંગ્રેસની કયારેય પણ એવી આદત નથી રહી ખાસ તો ભાજપ જ મોંધવારી હટાવવાની વાત કરે છે તે પણ હંબક છે. કોંગ્રેસ જયારે સત્તા પર હતી. ત્યારની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિની તુલના કરવામાં આવે તો અંદાજ આવે કે કંઇ રીતે મોંધવારી ન વધારવાના નામે ભાજપે લોકોને લુંટાયા છે. ખાસ તો કોંગ્રેસની સવાસો વર્ષથી કાર્ય પ્રણાલી માત્રને માત્ર લોકોની સેવા કરવાની રહી છે. હવે હાલમાં ઘણા લોકોની આંખ ઉઘડી છે. આ વખતે કોંગ્રેસ તેનો સન્માન ઇતિહાસ દહોરાવી પહેલા જેવું બની જશે તેવી લાગણી વ્યકત કરી હતી ખાસ તો ભાજપ કેવું રાજકારણ રમી રહી છે. તેનાથી પ્રજા અવગત થઇ છે.

ભાજપ સત્તા જવાબદારી બાબતે હવે સ્પષ્ટ થઇ ગઇ છે. હાલાં વોર્ડ નં.૧૩માં કોંગ્રેસ જ આવશે તેવું કોંગી નેતાએ જણાવ્યું હતું.

શું કહે છે પ્રજા?

સામાન્ય રીતે ચુંટણી નજીક આવે એટલે જે તે રાજકિય વ્યકિત તેમના કાર્યોની શાબાજી કરે છે. પરંતુ   ખરા અર્થમાં રાજકીય રીતે જોવા મળએ તો ભાજપની જે રીતેને કામગીરી છે. તો ભાજપ જ જીતશે ઉપરાંત કોંગ્રેસમાં પણ અમુક વ્યકિત એવા છે જેની કામગીરી સારી છે.  પરંતુ એક વ્યકિતને બદલે સમગ્ર પાર્ટી કાર્ય કરે તો તેને જનતાની સેવા કરવાનો ફરી લ્હાવો મળે છે. તેને જોતા આ વખતે ભાજપ જ રીપીર થશે અને જુથબળથી જનતાની સેવા કરી દરેકના પ્રશ્ર્નોના નિવારણ લાવશે.