શું દિશા વાકાણી ફરી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ટીવી શોમાં વાપસી કરશે ? આ અભિનેત્રીએ દયાબેન બનવાની ઇચ્છા વ્યક્ત કરી

લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વર્ષોથી લોકોનું મનોરંજન કરે છે. દિલીપ જોશી, મુનમુન દત્તા, શૈલેષ લોઢા જેવા ઘણા સ્ટાર ચાહકો ફેવરિટ બન્યા ગયા છે. દરેક પાત્રની પોતાની એક આગવી ઓળખ હોય છે. આ ટીવી શોના એક પાત્ર દયાબેન ફેવરિટ કલાકોરામાંથી એક છે. જોકે, છેલ્લા 3 વર્ષથી ચાહકો દયાબેનને સ્ક્રીન પર જોઈ શકતા નથી. આ શોમાં દયાબેનનો રોલ કરનારી અભિનેત્રી દિશા વાકાણી 3 વર્ષથી શોની બહાર છે.

દિશા વાકાણીએ સપ્ટેમ્બર 2017માં મેટેરનિટી બ્રેક લીધો હતો. જે બાદ તે શોમાં પાછી આવી નથી. બસ એક વાર એર એપિસોડ માટે તેમણે કેનિયો કર્યો હતો.

હે માં માતાથી લઈને ટપૂના પિતા સુધી ચાહકો દિશાની હરેક એક સીન જોવાનું ચુકતા નથી.શોમાં ઘણી વખત દિશાને રિપ્લેસ કરવાની સમાચાર પણ આવ્યા હતાં. પરંતુ બધી માત્ર અફવાઓ હતી. એવા અહેવાલો પણ મળ્યા હતા કે નિર્માતાઓએ દયાબેનની ભૂમિકા માટે અભિનેત્રીની શોધ કરી હતી, પરંતુ દયાબેનનાં રોલમાં તે ફીટ બેસે તેમ નહતી. પરંતુ હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે, દયાબેન સંભવત: શો પર પાછા નહીં ફરશે અને તેમની રિપ્લેશ કરવામાં આવશે.તો નાગિન 4ની એક્ટ્રેસ રાખી વિજાને દયાબેનનો રોલ કરવા માંગતી હતી.