Abtak Media Google News

ઈજાગ્રસ્ત ધવનનાં બદલે પૃથ્વી શો અને સંજૂ સેમસનને મળ્યું સ્થાન: ટીમની બેટીંગ લાઈનઅપ મજબુત

હાલ ભારતીય ક્રિકેટ ટીમમાં ઓપનીંગ બેટીંગ ઓર્ડરને લઈ ઘણી મથામણો ચાલી રહી છે જેમાં રોહિત શર્માની સામે શિખર ધવન જે ઓપનીંગ જોડી તરીકે ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેમાં હવે શિખર ધવન આઉટ ઓફ ફોમ અને ઈજાગ્રસ્ત થતા ઓપનીંગનું સ્થાન કોને આપવું તે અંગે ઘણી મથામણો  ટીમ મેનેજમેન્ટ અને સિલેકશન કમિટી દ્વારા કરવામાં આવી હતી અંતે ન્યુઝીલેન્ડ સામેની ટી-૨૦ માટે સંજૂ સેમસન અને વન-ડે માટે પૃથ્વી શોને સમાવવામાં આવ્યા છે જયારે ન્યુઝીલેન્ડ સામે પૃથ્વીની ૧૫૦ રનની વિસ્ફોટક ઈનીંગનાં પગલે તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે એવી પણ અટકળો સામે આવે છે કે પૃથ્વીનું ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કાયમી બની જશે કે કેમ ? ત્યારે બીજી તરફ લોકેશ રાહુલ પણ પોતાના ઉચ્ચ કક્ષાનું પ્રદર્શન કરી રહ્યો હોવાથી ટીમમાં તેનું સ્થાન નિશ્ર્ચિત થઈ ગયું છે ત્યારે હવે શિખર ધવન માટે કમ બેક કરવું અત્યંત કપરું બની રહેશે.

ન્યૂઝીલેન્ડ સામે વનડે ટીમની જાહેરાત મંગળવારે કરવામાં આવી જેમાં ઈજાગ્રસ્ત ઓપનર શિખર ધવનને ટીમમાં જગ્યા મળી નથી. ટી૨૦ સીરીઝમાં ખભાની ઈજાને કારણે બહાર થયા બાદ તેને વનડે ટીમમાં પણ જગ્યા મળી નથી. ટી૨૦ સીરીઝમાં સંજૂ સેમસનને જ્યારે વનડેમાં પૃથ્વી શોને જગ્યા મળી છે. ઓસ્ટ્રેલિયા સામે રવિવારે બેંગલુરુંમાં રમાયેલી છેલ્લી વનડે મેચમાં શિખર ધવનને ખભામાં ઈજા પહોંચી હતી. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ટી૨૦ સીરીઝ રમશે. વિરાટના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા વર્ષની પહેલી ટી૨૦ સીરીઝ શ્રીલંકાને ૨-૦થી હરાવી જીતી લીધી. ત્યાર બાદ ૩ મેચનોની વનડે સીરીઝમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ૨-૧થી જીતી લીધી. ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ૫ મેચની ટી૨૦ સીરીઝની શરૂઆત ૨૪ જાન્યુઆરીથી થઈ રહી છે. ત્યાર બાદ બંને ટીમો ૩ વનડે મેચ રમશે. ત્યાર બાદ ૨૧ ફેબ્રુઆરીથી બે ટેસ્ટ મેચની સીરીઝ શરૂ થશે. ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમ એક પ્રેક્ટિસ મેચમાં ભાગ લેશે. કેરળના સંજૂ સેમસનને શ્રીલંકા સામે સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચમાં પુણેમાં તક આપવામાં આવી હતી પરંતુ તે માત્ર ૨ બોલ રમીને ૬ રન બનાવી શક્યો હતો. રોહિતની જેમ પેસર મોહમ્મદ શમીને પણ ટી૨૦ ટીમમાં પરત આવ્યો પરંતુ શ્રીલંકા સામેની સીરીઝમાં તેને આરામ આપવામાં આવ્યો હતો.

7537D2F3 10

આ સાથે બીસીસીઆઈની સિલેકશન કમિટીએ વનડે અને ટી-૨૦ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે જે નીચે મુજબ છે.

ટી-૨૦: વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા(વાઈસ કેપ્ટન), સંજુ સેમસન, કેએલ રાહુલ, શ્રેયશ અય્યર, મનિષ પાંડે, રિષભ પંત(વિકેટ કીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર

વનડે ટીમ: વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા(વાઈસ કેપ્ટન), પૃથ્વી શો, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, રિષભ પંત(વિકેટ કીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, કેદાર જાધવ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.