Abtak Media Google News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે પીએમ મોદી આજે દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં વિકાસકામોની ભેટ આપશે. પીએમ મોદી આજે સવારે તેઓ સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યા તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. મોદી આજે નવસારીમાં 3 હજાર 52 કરોડના વિકાસના કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તો અમદાવાદમાં ઈસરોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને IN-SPACEના હેડક્વૉટરનું ઉદ્ધાટન કરશે. ત્યારે વધુમાં જણાવી દઇએ કે, PM મોદી આજે ગુજરાતની જનતાને અનેક મોટા પ્રોજેક્ટ્સ ભેટ આપશે. જેમાંનો એક પ્રોજેક્ટ છે ‘એસ્ટોલ પ્રોજેક્ટ’.

આ પ્રોજેક્ટ વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 174 ગામડાઓ અને 1028 ફળિયાઓમાં રહેનારા 4.50 લાખ લોકોના જીવનમાં એક નવું પરિવર્તન લાવશે. રાજ્ય સરકારનો મહત્વાકાંક્ષી એસ્ટોલ પ્રોજેક્ટ થયો પૂર્ણ.આજે પ્રોજેક્ટનું PM મોદીના હસ્તે લોકાર્પણ કરાશે. 174 ગામોના પીવાના પાણીના પ્રશ્નોનો ઉકેલ આવશે

ગુજરાત સરકારનો ‘એસ્ટોલ પ્રોજેક્ટ’ એન્જિનિયરિંગની દ્રષ્ટિએ એક ચમત્કાર જ કહી શકાય. કારણકે આ પ્રોજેક્ટ હેઠળ મધુબન બંધથી પાણીને લગભગ 200 માળની ઉંચાઈ સુધી પાણીને ઉપર ઉઠાવીને (લિફ્ટ ટેક્નિક) ધરમપુરના 50 ગામો અને કપરાડાના 124 ગામો (કુલ 174 ગામો) સુધી પહોંચાડવામાં આવશે. પ્રથમવાર એવું થઈ રહ્યું છે કે, મધુબન બંધના પાણીને પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. આ પહેલાં આ બંધનો ઉપયોગ સિંચાઇ માટે કરવામાં આવતો હતો. જો કે, પીવાના પાણીની સાથે-સાથે આ બંધના પાણીનો પહેલાંની જેમ જ સિંચાઇ માટે પણ ઉપયોગ કરવાનું ચાલુ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.