Abtak Media Google News

પ્રાણીઓનો વધ કરી માતાજીને બલીદાન આપવાની મનાઇ અને પશુ કતલની છુટ વચ્ચે રહેલી વિસંગતા અંગે સુપ્રિમ કોર્ટે નોટિસ કાઢી : ધાર્મિક પરંપરા મુજબ બલી પ્રથાને મનાઇ અને પશુની હત્યા કરી ખોરાકમાં ઉપયોગ કરવાની છુટ?

શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે પાતળી ભેદ રેખા છે તેના કારણે જ માતાજીને પશુ બલી ચડાવી પ્રસાદ ધરવો અને પશુ પ્રત્યે ઘાતકીપણુ દાખવી ક્રુરતાથી પશુની હત્યા કરવી વચ્ચે લાંબા સમયથી ચાલતી વિસંગતા અંગેના આવા જ એક કેસની કેરળ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રિમ કોર્ટની ડિવિઝન બેન્ચમાં પડકારવામાં આવ્યો છે. પશુની હત્યા કરી બલી ચડાવવા સામે મનાઇ છે પરંતુ કતલખાને થતી પશુની હત્યાની મનાઇ ન હોવા અંગેનો વિરોધાભાષ સામે આવતા સુપ્રિમ કોર્ટ દ્વારા નોટિસ કાઢી છે. સુપ્રિમ કોર્ટમાં પશુ બલી અંગેના કાયદામાં ટૂંક સમયમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.

શક્તિના ઉપાસક પી.ઇ. ગોપાલકૃષ્ણ દ્વારા કેરળ હાઇકોર્ટમાં પ્રાણીની બલી અને તેની ધાર્મિક પ્રથા પંરપરા મુજબ હોવાનું જણાવી અપીલ દાખલ કરી પશુ બલીને કાયદેસરતા બક્ષવાની માગણી કરી હતી. પી.ઇ.ગોપાલકૃષ્ણની અપીલનો કેરળ હાઇકોર્ટના ન્યાયધિશ એસ.મણીકુમાર અને ન્યાયધિશ સાજીપી ચેલ્લીની બનેલી ડિવિઝન બેન્ચે તા.૧૬-૬-૨૦ના રોજ ભારતીય બંધારણના આટિર્લ્સ ૨૫ મુજબ મુળભૂત અધિકારને ફગાવી દેતો ચુકાદો આપી ધર્મના કયા સમુદાયને સાબીત કરવા રેકર્ડમાં કોઇ પુરાવા નથી હિન્દુઓ અથવા અન્ય કોઇ ધર્મ હેઠળ પ્રાણીની હત્યા કરવાની શુ જરૂ ર હતી. જો અંગત વપરાશ માટે ન હોય તો તે ધર્મમાં જરૂ ર હતી તેમ ઠરાવી પી.ઇ.ગોપાલકૃષ્ણની અરજી રદ કરી હતી.

પી.ઇ.ગોપાલકૃષ્ણની રદ થયેલી અરજી સામે સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ કરી દાદ માગવામાં આવતા સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીશ એ.એસ.બોબડેએ ન્યાયધિશ આર.સુભાષ રેડ્ડી અને એ.એસ.બોપન્નાની બેન્ચમાં સુનાવણી માટે પી.ઇ. ગોપાલકૃષ્ણની અપીલને મોકલી આપી હતી.

સુપ્રિમ કોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા આ અંગે નોટિસ ફટકારી ચીફ જસ્ટીશ દ્વારા નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. કે, આ અંગે વિસંગતા અસ્થિતત્વમાં છે. જેમા પ્રાણીઓની હત્યા કરવામાં આવી હતી અને તેને ખાવાના ઉપયોગમાં લેવાની મંજુરી આપી છે. પ્રાણીઓની હત્યા કરી માતાજીને પ્રસાદ ધરવાની મંજુરી શુ ન હતી. પશુની હત્યાની છુટ અને માતાજીને પ્રસાદ ધરવાની મનાઇ આવી વિસંગતા અંગે ચીફ જસ્ટીશ એસ.એ.બોબડેએ ૧૯૬૦ના કાયદામાં પ્રાણીની મારી નાખવાની છુટ આપી છે અને પ્રાણી પ્રત્યે ક્રુર રહેવાની મંજુરી નથી તેવી તેઓએ મૌખિક ટિપણી કરી છે. પ્રાણીઓની સાચવણી અને તેના પ્રત્યે ક્રુરતા પશુ પ્રત્યેના કાયદામાં બીન જરૂ રી પિડા અને વેદના આપ્યા વિના કરવામાં આવતી કતલને ખોરાક માટે પ્રાણીઓની હત્યાને મુક્તિ આપવામાં આવી છે. તેવું પણ નોધ્યું છે.

પી.ઇ.ગોપાલકૃષ્ણના એડવોકેટ કાર્તિક દ્વારા સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અપીલની દલિલમાં જણાવ્યું હતું. કે પ્રાણીની બલી એ શક્તિ ઉપાશનાનો એક ભાગ છે તે દેવને અર્પણ કરી દેવના ક્રોધને શાંત કરવાનો વ્યાજબી ઉપાય જણાવ્યો હતો. તેમજ સૈધ્ધાતિક પુરાવા રજુ કર્યા છે. ધાર્મિક રિવાજો અને પંરપારાઓને પશુઓની બલીદાન પ્રથાની આવશ્યકતાને સ્પષ્ટ નથી. કાયદો અને ધાર્મિક સમુદાય દ્વારા સમાન પ્રથાઓને બાકાત રાખવા અંગે પશુ બલીને દોષિ ઠેરવે છે જ્યારે કાયદાની પરિભાષામાં પ્રાણીને બચાવી સરક્ષણ આપવાની ખાતરી આપવામાં આવે છે.

દેશના દક્ષિણના રાજયમાં પશુબીલની પ્રથા ધાર્મિક પંરપરા ગણાવામાં આવે છે જ્યારે પૂર્વના રાજયમાં પશુ બલીને જીવ હત્યા ગણાવામાં આવે છે આ અંગે ટૂંક સમયમાં જ સુપ્રિમ કોર્ટ દ્વારા સ્પષ્ટ કરતો ચુકાદો જાહેર થયા બાદ શુ પશુબલીને છુટ આપવામાં આવશે? માતાજીને ધરવામાં આવતા બોકડાની પ્રસાદીને ખાવાની છુટ આપવામાં આવશે તે અંગે સ્પષ્ટ થનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.