Abtak Media Google News
  • એનડીએના સાથી પક્ષોને વધુ સાચવવા પડે તેમ હોય ગુજરાતના ચારથી પાંચ સાંસદોને મંત્રી બનાવાય તેવી અટકળો
  • અમિત શાહ, એસ. જયશંકર, જે.પી.નડ્ડા અને ડો. મનસુખ માંડવીયાનો નવા મંત્રી મંડળમાં સમાવેશ ફાઇનલ: સી.આર. પાટીલને પણ તક મળે તેવી સંભાવના

18મી લોકસભાના ગઠન માટે યોજાયેલી ચુંટણીમાં ભારત વાસીઓને સતત ત્રીજી વખત એનડીએ ગઠબંધનને બહુમતિ આપી છે જો કે ભાજપ એકલા હાથે સરકાર બનાવી શકે તેટલી બેઠકો મોદીને આપવામાં આવી નથી. નવી સરકાર બનાવવા માટેની ગતિવિધીઓ તેજ બની છે. આજે સાંજ સુધીમાં 17મી લોકસભાનું વિસર્જન થઇ જશે. મોદી-3 માં મંત્રી મંડળમાં ગુજરાતનું વજન ઘટે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. હાલ કેન્દ્ર સરકારમાં ગુજરાતના સાત સાંસદો મંત્રી છે. નવી સરકારમાં ચાર થી પાંચ સાંસદોને મંત્રી પદ અપાશે. કારણ કે એનડીએના સાથી પક્ષોને હવે વધુ મહત્વ આપવું પડે તેમ હોય ભાજપ સરકારમાં પોતાનો હિસ્સો ઘટાડશે.

વર્તમાન કેન્દ્રીય મંત્રી મંડળમાં ગુજરાતના અમિતભાઇ શાહ, એસ. જયશંકર, ડો. મનસુખભાઇ માંડવીયા, પરસોતમભાઇ રૂપાલા, ડો. મહેન્દ્ર મુંજપરા, દેવુસિંહ ચૌહાણ અને દર્શનાબેન જરદોશા મંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. આગામી એકાદ સપ્તાહમાં કેન્દ્રમાં નવી સરકારનું ગઠન થઇ જશે નવા મંત્રી મંડળમાં ગુજરાતનું વજન ઓછું થશે તે ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. મોદી-3 માં ગુજરાતના સાત સાંસદો મંત્રી નહી જ હોય તે ફાઇનલ છે. ચારથી પાંચ સાંસદોને મંત્રી બનાવવામાં આવશે.

ગાંધીનગર લોકસભા બેઠક પરથી સતત બીજી વખત ચુંટાયેલા અમિતભાઇ શાહને મોદી-3 મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવે તે નકકી જ છે. આ ઉપરાંત

ગુજરાતથી રાજયસભાના સાંસદ બનેલા ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા, વિદેશ મંત્રી એસ. જયશંકરને કેબિનેટ મંત્રી પર મળે તે ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. પોરબંદર બેઠક પર જીતેલા સાંસદ  ડો. મનસુખભાઇ માંડવીયાને પણ મંત્રી મંડળમાં સ્થાન મળે તે નકકી છે. આ ચાર સાંસદોને મંત્રી બનાવવામાં આવશે આ ઉપરાંત જો ગુજરાતમાંથી કોઇ પાંચમાં સાસદને મંત્રીપદ આપવામાં આવે તો ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલનું નામ આગળ ચાલી રહ્યું છે. ગુજરાતના ના પાંચ સાંસદોથી વધુ એક પણ સાંસદને મંત્રીપદ મળે તેવી કોઇ જ સંભાવના નથી.

ભાજપ પાસે બહુમતિ માટે જરુરી એટલી 272 બેઠકો નથી બહુત ચોકકસ છે પરંતુ તે એનડીએ ગઠબંધન પાસે છે. આવામાં ભાજપે પાંચ વર્ષ સુધી સ્થીર સરકાર ચલાવવી હશે તો દરેક નિર્ણયમાં સાથી પક્ષોને સાથે રાખવા પડશે. ટીડીપી અને જેડીયુ આ બન્ને પક્ષ એનડીએ ગઠબંધનના સૌથી મોટા સાથી પક્ષ છે. ઓછી બેઠકો ધરાવતા પક્ષોને પણ સરકારમાં સામેલ કરવા ભાજપની મજબુતી બની ગઇ છે. જેના કારણે ગુજરાતનું નવા મંત્રી મંડળમાં વજન ઘટશે તે ફાઇનલ મનાય રહ્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.