નવી ફ્રેન્ચાઈઝીમાં “ગુજ્જુ” હાર્દિક નવી ઇનિંગ્સની જમાવટ કરી શકશે?

અમદાવાદની ટીમે હાર્દિક પંડ્યા અને રાશીદ ખાનને રૂ.15-15 કરોડમાં અને શુભમન ગીલને રૂ.7 કરોડમાં કર્યા રિટેન

આ વર્ષે IPL 2022માં બે નવી ટીમ ભાગ લેવા જઈ રહી છે. જેમાં અમદાવાદ અને લખનૌની ટીમ પણ આ વર્ષે આઠ ટીમો સાથે ટક્કર લેશે. જેમાં અમદાવાદની ટીમે હાલ ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં ઓલરાઉન્ડર ગુજરાતી ખેલાડી હાર્દિક પંડ્યા ટીમની સુકાની કરે તેવી પુરી શકયતા દેખાઈ રહી છે. ત્યારે આ આઉટ ઓફ ફોર્મ ચાલતા હાર્દિક પંડ્યા નવી ફ્રેન્ચાઈઝીમાં જમાવટ કરશે કે કેમ તે જોવાનું રહ્યું છે.

તો અન્ય બે ખેલાડીઓમાં વર્લ્ડ બેસ્ટ બોલર રાશીદ ખાન અને ભારતીય ઓપનર બેસ્ટમેન શુભમન ગીલને પણ રિટેન કર્યા છે.હાર્દિક પંડ્યાને રૂ.15 કરોડમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની 2022ની સીઝનમાં પહેલી વાર રમનારી અમદાવાદની ટીમે ખરીદ્યો છે.

જાણીતી ક્રિકેટ વેબસાઈટના રિપોર્ટ્સ મુજબ હાર્દિક પંડ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગની 2022ની સીઝનમાં પહેલી વાર રમનારી  અમદાવાદની ટીમનો કેપ્ટન પણ હશે.રાશિદ ખાનને પણ હાર્દિક પંડ્યા જેટલા જ રૂ.15 કરોડ આપીને ખરીદાયો છે.

આ વર્ષે આઇપીએલમાં 10 ટીમો ભાગ લેશે. જેમાં ગુજ્જુ અમદાવાદની ટીમ અને લખનૌ પોતાની નવી ઇનિંગ્સની શરુયાત કરશે. જેમાં હાર્દિક પંડ્યા ટીમનું સુકાન કરશે. તો બીજી તરફ અમદાવાદની ટીમે કોચિંગ સ્ટાફની પણ પસંદગી કરી લીધી છે.જેમાં હેડ કોચ તરીકે આશિષ નેહરા, તો ટીમના મેન્ટર તરીકે ભારતીય પૂર્વ કોચ ગેરી ક્રસ્ટન અને ઇંગ્લેન્ડના પૂર્વ બેસ્ટમેન વિક્રમ સોલંકી ડાયરેકટર તરીકે ટીમ સાથે જોડાશે.સીવીએસ ગ્રૂપ દ્વારા આ વર્ષે અમદાવાદની ફ્રેન્ચાઈઝીને રૂ.5625 કરોડમાં ખરીદી છે.