વિશ્વ આખાનો કોરોનાનો રેકોર્ડ ભારત તોડી દેશે ?

0
40

એક વર્ષ કરતા વધુ સમય વિતી ગયો હોવા છતાં વૈશ્વિક મહામારીમાંથી હજુ વિશ્વ ઉગરી શક્યું નથી. વાયરસની બીજી લહેરમાં મોટા ભાગના દેશો સપડાતા હાહાકાર મચી ગયો છે. એમાં પણભારતમાં કોરોના કેસનો આંકડો દરરોજ નવો વિક્રમ સર્જી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં ભાતે 2.94  લાખથી વધુ ફ્રેશ કેસ નોંધાયા છે. જે વિશ્વમાં કોઈપણ દેશમાંનોંધાયેલા બીજા સૌથી વધુ દૈનિક કેસ છે. દેશમાં એક દિવસના મૃત્યુની સંખ્યા પહેલી વાર 2000 ને વટાવી ગઈ છે. વાયરસની તીવ્ર ગતિએ મંગળવારના 2,94,291એ પહોંચી ગયા છે જે કોઈ મોટા ખતરાથી કમ નથી.

ગત 17 સપ્ટેમ્બરના રોજ પ્રથમ તરંગ દરમિયાન નોંધાયેલા 98,795 દૈનિક ચેપની ટોચ કરતા લગભગ ત્રણ ગણા વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જણાવી દઈએ કે હાલ ત્રણ લાખને પાર જ્યાં કોરોનાના કેસ નોંધાયા હોય એવો એક માત્ર વિશ્વનો દેશ અમેરિકા છે કે જ્યાં ગત વર્ષ 2020ની 8મી જાન્યુઆરીએ 3,07,570  કેસ નોંધાયા હતા હવે આ રેકોર્ડ ભારત તોડી દે એવી દહેશત ઉભી થઈ છે. કારણકે દેશમાં કોરોના દરરોજ નવી ઊંચાઈ સર કરી રહ્યો છે. રોજના કેસ 3 લાખ નજીક પહોંચી ગયા છે. દેશમાં સૌથી વધુ દિલ્હીનો પોઝિટિવિટી રેટ 32%થી વધુ છે. મહારાષ્ટ્રમાં પણ સ્થિતિ વિકટ બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here