Abtak Media Google News

અબતક, નવીદિલ્હી

રવિવાર 31 ઓક્ટોબરના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી 20 મેચ રમવા જઈ રહ્યો છે. જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને માતા આપવી ફરજીયાત છે જો તે સેમીફાઈનલ માં પહોંચવા માગતી હોય પરંતુ વાસ્તવિકતા તો એ છે કે પાકિસ્તાન જ સામેના મેચમાં ભારત વધુ પડતું ડિફેન્સિવ રમત રમી હતી જેના પગલે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે જો ભારતે આ મહત્વપૂર્ણ મેચ જીતવો હોય તો એટેકિંગ રમત રમી ટીમને માત આપી શકાશે સાથોસાથ ભારતીય ક્રિકેટ ટીમે દરેક ખેલાડીઓ નું મૂલ્યાંકન કરી નવોદિત ખેલાડીઓની સાથે ભરોસાપાત્ર ખેલાડીઓને રમાડવા પણ એટલા જ જરૂરી છે અને મેચની શરૂઆત થી ત્રણ ફૂટ ઉપર ટીમે રમત રમવી પડશે તો જ તેને સફળતા મળી શકે તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.

ટી-20માં ન્યૂઝીલેન્ડનો સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન થતું જોવા મળે છે ત્યારે ભારતીય ટીમ માટે છઠ્ઠા અને સાતમા પોઝિશન અત્યંત મહત્વપૂર્ણ છે અને જો આ સમસ્યાને નિવારવા માં ભારતીય ટીમ સફળ થશે તો તે ન્યૂઝીલેન્ડને માતા આપવામાં સફળ થઈ શકે છે.ટી-20 વર્લ્ડ કપમાં ભારતે સેમિ ફાઈનલમાં પ્રવેશવાની આશાને વધુ પ્રબળ બનાવવા માટે  ન્યૂઝિલેન્ડને માત આપવી જરૂરી  છે.

પાકિસ્તાન સામેની હાર બાદ વિરાટ કોહલીની ટીમ માટે ન્યૂઝિલેન્ડ સામેનો વિજય મેળવવો અત્યંત મહત્વનો બની ગયો છે. જોકે ટીમ ઈન્ડિયા માટે ન્યૂઝિલેન્ડ સામેનો વિજય આસાન નહીં રહે તેમ ઈતિહાસના આંકડા કહી રહ્યા છે.

ભારત છેલ્લા 18 વર્ષથી આઇસીસીની મેજર ટુર્નામેન્ટમાં ન્યૂઝિલેન્ડ સામે જીતી શક્યું નથી. કેપ્ટન કોહલી હવે આ ઈતિહાસને બદલી શકે છે. નોંધપાત્ર છે કે, ટી-20 વર્લ્ડ કપમાં પણ અત્યાર સુધી ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે બે મુકાબલા ખેલાયા છે અને બંનેમાં ન્યૂઝિલેન્ડની ટીમ વિજેતા બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.