Abtak Media Google News

ટીમ સાથે કોચ રાહુલ દ્રવિડ જોડાયા : વોર્મઅપ મેચ પણ રમશે ટીમ ઇન્ડિયા

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ કે જે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી તેમાં પાંચ ટેસ્ટ મેચની સીરીઝમાં ભારત ટેસ્ટ મેચ જીતી ચૂક્યો છે અને ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ જીત્યું છે પરંતુ કોરોના વકરતાં પાચમો ટેસ્ટ મેચ મુલતવી રાખવામાં આવ્યો હતો જે હવે 1લી જુલાઈના રોજ રમાશે. જેના માટે ટીમ ઇન્ડિયા બે વોર્મઅપ મેચ પણ રમશે. પાંચમી ટેસ્ટ માટે ટીમ સાથે ટીમના કોચ રાહુલ દ્રવિડ પણ જોડાયા છે.

ભારતીય ટીમ દ્વારા ઇંગ્લેન્ડ પહોંચતાની સાથે જ ટ્રેનિંગ સ્ટેશનમાં તેઓ સહભાગી થયા હતા ત્યારે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે બે ટેસ્ટ મેચ જીત્યું છે ત્યારે શું ભારત ત્રીજી ટેસ્ટ મેચ જીતી સિરીઝ પોતાના નામે અંગે કરશે અને ટેસ્ટમાં ચેમ્પિયનશિપનો ખિતાબ મેળવી શકશે. બીજી તરફ આયર્લેન્ડ સામે ની પણ સિરીઝ માટે ભારતીય ટીમ નું ચયન કરવામાં આવ્યું છે અને તે વીવીએસ લક્ષ્મણની આગેવાની હેઠળ બે ટી-20 મેચ રમશે. હાલ ભારત માટે સૌથી મોટો લક્ષ્ય એ છે કે ટીમ પાંચમી ટેસ્ટ મેચ જીતી પોતાનું યોગ્ય પ્રદાન આપે અને વર્લ્ડ બેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતે.

ગોવિંદ ના કેસો વધતા હોવાના કારણે જ આઈસીસી અને બીસીસીઆઈના દ્વારા સંયુક્ત રીતે ટેસ્ટ મેચને મુલતવી રાખવામાં આવી હતી જે મેચ હવે પહેલી જુલાઈ ના રોજ બર્મિંગહામ ખાતે રમાશે. આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ આયર્લેન્ડ સામે બે ટી20 મેચમાં રમશે જે તારીખ 26 અને તારીખ 28ના રોજ નિર્ધારિત થયેલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.