Abtak Media Google News

અરૂણાચલને પોતાનો ભાગ માનતા ચીની સત્તાધીશોએ આ પ્રદેશને ભારતનો ભાગ ગણાવતા ૨૯ હજાર નકશાઓને સળગાવી નાખ્યા

કહેવત છે કે હિન્દી ચીની ભાઇ ભાઇ ની જોડણી બોલવામાં માફક આવે તેવી રીતે ગોઠવાય જાય છે. પરંતુ હકિકતમાં હિન્દી ચીની કયારેય ભાઇ ભાઇની જેમ નિકટ આવ્યા નથી. ચીન હંમેશા ભારતને પોતાનો શત્રુ પ્રદેશ ગણે છે અને વાકય બન્ને દેશો વચ્ચે સંબંધ વધુ બગડે તેવા કૃત્ય કરતો રહ્યો છે. તાજેતરમાં જે ચીન સત્તાવાળાઓએ અ‚ણાચલ પ્રદેશને ભારતનો ભાગ ગણાવતા  ૨૯૦૦૦ જેટલો વિશ્વ નકશાઓનો નાશ કરી દીધો હતો.

નકશાઓના નાશ કરવા અંગે બેજીંગ સત્તાવાળાઓએ દલીલ કરી છે. કે ભારતનો ઉત્તર-પૂર્વનો સરહદી રાજય ખરેખર ચીનના તીબેટીયન પ્રદેશનો જ એક ભાગ છે. નાશ કરાયેલ એક ભાગને તાઇવાનને એક અલગ જ ભાગ દર્શાવવામાં આવ્યો હતો. ચીને તાઇબાનને પણ પોતાના પ્રદેશનો એક ભાગ ગણાવ્યો છે. ચીન સત્તાવાળાઓએ જાહેર કર્યુ હતું કે સ્થાનીક પ્રકાશકે વાંધાજનક વસ્તુઓ છાપવાના પર પ્રતિબંધના નિયમોન ભંગ કર્યો છે. અને ચીન-ભારત સરહદને તાઇવાન ના નકશાઓમાં મોટી ભુલ કરી છે તેમના ઉત્તરીય બંદર ના કિંગડાઓ શહેરમાં ૮૦૩ બોકસમાં ભરેલા ૨૮૯૦૮  નકશાઓનો ચાઇનીઝ કસ્ટમ વિભાગ દ્વારા નાશ કરવામાં આવ્યો છે.

ચીનના ઉત્તરના પ્રદેશની કંપની દ્વારા વિદેશી નિકાસ માટે તૈયાર કરવામાં આવેલા નકશાઓમાં ભુલ કાઢીને ચીને આ પગલુ ભર્યુ હતું. ચીને ગેમ અને મેપ કોસ્મેટીક કંપની એ છાપેલા વાંધાજનક નકશાઓને મંજુર કર્યા ન હતા. પરંતુ સ્થાનીક કંપનીએ કરેલી ભુલમાં આકરુ વલણ અપનાવ્યું હતું. ચાઇનીઝ સત્તાવાળાઓ નકશાઓના ઉત્૫ાદકો પર નજર રાખવામાં ખુબ જાણીતા છે. લગગ ૧૦૦ વખત થયેલી તપાસમાં ૧૦૦૦૦ ખોટી માહીતી દર્શાવતા નકશાઓ અત્યાર સુધી ચીન નાશ કરી ચુકયો છે.

ચીન વિસ્તારવાદમાં માનતું રાષ્ટ્ર છે. તાઇવાન અને દક્ષિણ તિબેટ પર ચીન પોતાનો મૌલિક દાવો દર્શાવતું આવ્યું છે. ચીન માને છે કે નકશાઓ ભવિષ્યમાં મહત્વના દસ્તાવેજી પુરાવાઓ તરીકે માન્યતા મેળવતાં હોય છે. ત્યારે બેજીંગ સ્થીત ગ્લોબલ ટાઇમમાં પ્રો લ્યુવેનમેગે જણાવ્યું  હતું કે નકશામાં દેશની ભૌગોલિક અધિપત્યના દાવા માટે મહત્વના હોય છે. ત્યારે તેના છાપકામ પર સત્તાવાળાઓની નજર રહેવી જોઇએ.

ચીનના માઘ્યમોએ સરકારના પગલા અંગે લખ્યું છે કે લોકજાગૃતિ અને રાષ્ટ્રીય સુરક્ષાની સાથે નાગરીકોને એ વાતની ખબર હોવી જોઇએ કે નકશામાં કઇ કઇ ખોટી હકીકત દર્શાવાઇ છે. જે નકશાઓ સળગાવી દેવામાં આવ્યા તેમાં પ્રકાશક તાઇવાનને ચીનનો ભાગ દર્શાવતા ભુલી ગયું છે. તાઇવાન પાસે પોતાનો સ્વાયત ઘ્વજ, ચલણ, લશ્કર અને ચુંટાયેલી સરકારે ધરાવતો હોવા છતાં ચીન તાઇવાન પર પોતાનો દાવો કરે છે. જો ભૂલ ભરેલા નકશાઓ દેશમાં અને વિદેશમાં ફરતા થાય તો તે ચીનના રાજકીય પ્રભુત્વ પર લાંબા ગાળે નુકશાન થાય તેમ હોવાનું લીવોએ જણાવ્યું હતું.

ચીન અરૂણાચલ પ્રદેશ પર પણ પોતાનો દાવો કરી રહ્યું છે જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરહદીય વિસ્તારની મુલાકાત લીધી ત્યારે તેણે ભારતીય નેતાઓની પૂવોતર પ્રદેશની મુલાકાતોનો વિરોધ કરી સરહદીય વિવાદનો મુદ્દો ચગાવ્યો હતો એક દાયકા પહેલા અરુણાચલ પ્રદેશને ગુગલમાં હિન્દી અને અંગ્રેજી ભાષાના બદલે મેનડ્રીગ ભાષામાં દર્શાવ્યો હતો જેને ૨૦૧૭ માં ભારતના ઉગ્ર વિરોધ રદ કર્યો હતો.

ચીનના નાગરીક મંત્રાલયે દક્ષિણ તીબેટના છ વિસ્તારોમાં નામ ચીની ભાષામાં લખવાનો દુરાગ્રહ રાખયો હતો ચીને વધુ એકવાર પોતાની સામ્રાજયવાદી નીતી અને ઇતિહાસ સાથે ચેડા કરી ભારતીય ભાગોને પોતાના દર્શાવવાની કુટ નીતીના ભાગ રુપે સારી રીતે છપાયેલા હજારો નકશાઓને રદ કરીને ચીને વધુ એક વાર તેનો વિસ્તાર વધારવા માટે ખોટી હકિકતને સોવાર સાચી કહીને જુઠ્ઠાણાના દાવાઓ ફળીભૂત કરવા માટેના પ્રયાસોને સાચા કરવાનો પ્રયત્નો અમલમાં મુકવાની સાજીશ રચી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.